Gujarati News

Gujarati News

News of Monday, 25th September 2017


મા દુર્ગા શકિત સ્વરૂપા નવરાત્રી પર્વમાં ઉપાસના આવશ્યક

નવલી નવરાત્રીના નવ દિવસ માં શકિતની સાધના અને આરાધનાનો વિશિષ્ટ અવસર છે. જેમાં પરમ તત્વને શકિતદર્શનમાં શકિતરૂપે નિરૂપીત કરાયું છે.

નવરાત્રીમાં શિવ શકિત બંન્નેની આરાધના થાય છે. શકિત જ શિવસ્વરૂપા  છે. શકિત મૂળ પ્રકૃતિ હોવાથી આ પ્રકૃતિને દુર્ગા પણ કહે છે.

જે સૃષ્ટિમાં સત રજ તળ રૂપે મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી રૂપે છે. મા દુર્ગા ત્રણે શકિતઓના માધ્યમથી સંસારના જીવોનું પાલન પોષણ કરે છે.

મા દુર્ગા એક હોવા છતા કેટલાય સ્વરૂપોમાં તે વિશ્વમાન છે. શ્રી દુર્ગા શપ્તશતિમાં તેમના વિભિન્ન રૂપોનોઉલ્લેખ મળે છે.

શિવ અને શકિત એક છે. બંન્ને એકબીજાના પુરક છે. એક વિના બીજાનું અસ્તિત્વ નથી. શકિતનું અંતમુખ થવુ શિવ છે અને શિવનું બર્હીમુખ થવુ શકિત છે. શિવ અને શકિત એક જ સતાના બે ભીન્નરૂપ છે.

શકિત તત્વનો સંકેત પુરાણ કાળથી પહેલા વૈદીકકાળમાં પણ મળે છે. શકિત સાધના અતિ પ્રાચીન છે.

મા દુર્ગા શકિત સ્વરૂપા હોઇ પુરાણ કાળમાં તેને ચંડીકા ચામુંડા દુર્ગા રૂપે અભિવ્યકત કરવામાં આવ્યા છે.

મંત્ર શકિત દ્વારા શરીરમાં ચેતના અને નવી શકિત પ્રગટાવવા માટે શકિત આરાધનાનું મહત્વ છે. નવરાત્રીમાં ઉપસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિને બ્રહ્માનું સૃષ્ટિની રચના કરી હતી તેવું મનાય છે.

શકિત અને બળ પ્રાપ્ત કરવા માટે મહાકાલીની આરાધના કે ઉપાસના કરવામાં આવે છે. તેમની દ્રષ્ટિ અને સંકલ્પ ઉચ્ચ અને વ્યાપક છે.

ધન સંપતિ યશ પ્રતિષ્ઠા માટે માતા મહાલક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. મહાલક્ષ્મીનું આરાધના જીવનમાં સુખ સમૃધ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

જયારે મહાસરસ્વતી માતાની આરાધનાથી જીવનમાં કલા કૌશલ્ય, જ્ઞાન અને કર્મશકિતનો વિકાસ થાય છે. મહાસરસ્વતીજી માનવીમાં પુર્ણતા પ્રદાન કરે છે.

માનવીના જીવનમાં શકિતના સંચય માટે નવરાત્રી પર્વની ઉપાસના ખુબ મહત્વની છે. શ્રી દુર્ગા સપ્તશતિ ચડીપાઠ કરવાથી ભકતજન સુખી, સંતોષી અને સમૃધ્ધ બને છે.

સર્વ મંગલ માંગ્લ્યે, શિવે સર્વાર્થ સાધિકે

શરણ્યે ત્રંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(8:51 am IST)