Gujarati News

Gujarati News

News of Friday, 11th August 2017


શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

અને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગ્યા...!

નાગ પંચમી એટલે સાપ પ્રત્યેની માનવીએ ઉભી કરેલી દૈવી શ્રધ્ધા, ભારતની ધર્મપ્રિય પ્રજા પ્રત્યેક જીવમાં શિવ સમજીને આરાધના કરે છે.

વૃક્ષોમાં પીપળો દેવ મનાયો પક્ષીઓમાં કાકભૂસંડી તેમજ શુક (પોપટ)ને દેવ સ્વરૂપ આપવામાં આવ્યું પશુઓમાં ગાયને માતા દેવી સમાન મનાય છે. એવી જ રીતે જંતુમાં નાગદેવને અગ્રસ્થાન, આપવામાં આવ્યું છે. નાગપંચમી દિને બહેનો સામુહિક રીતે પુજન કરે છ.ે

ઉત્તર ભારતમાં શ્રાવણ સુદ પાંચમ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ વદ પાંચમની તીથી નાગપંચમી કહેવાય છે.

ગુજરાતમાં નાગ પંચમીના દિને ઘેર ઘેર બહેનો પાણીયારાની દિવાલ પર નાગનું ચિત્ર દોરી, તેના ઉપર રૂનો હાર બનાવે છે. જેને ''નાગલા'' કહે છે. તે હાર ચુંદડી, અક્ષત, કંકુ અબિલ ગલાલ અને પુષ્પથી ચિત્રનું પુજન કરે છે. તેમન નૈવેદ્યમાં  તલવટ, કુલેર, બાજરાનો લોટ ઘી તથા ગોળ મેળવીને ઘરેછે. જે પ્રસાદ ખાવાથી મીઠો લાગે છે. આ છે આપણી મહિલાઓ બહેનોની નાગપુજાની વિધિ.

પુરાણોમાં નાગ મહત્વનું સ્થાન ધરાવે છે. કહે છેકે બાળકૃષ્ણે કાળીનાગને હરાવ્યો...!! નાથ્યો.. તે દિન શ્રાવણ વદ પાંચમનો હતો. નાગ જાતી કથા મહાભારતમાં છે. તે અનુસાર વાસુકી, તક્ષક, કાળીનાગ, શેષનાગ, એવા નાગના નવ કુળ છે. તેનો નિવાસ પાતાળમાં છે. પરીક્ષત રાજાને તક્ષક નાગે કરડીને માર્યા હતા તેથી તેના પુત્ર  જયે જેસાયિજ્ઞ કર્યો તે નાગયજ્ઞ કહેવાયો.

નાગયજ્ઞમાં ઋષિઓના મંત્રો દ્વારા સપેડી હોમાવા લાગ્યા, એ વખતે વાસુકી નાગના ભાણેજ જગદકારૂલ ઋષિનો પુત્ર આસ્તિક, જન્મ જય રાજા પાસે યજ્ઞમાં ગયા.

બ્રહ્મતેજ વિદ્વાતાના પ્રભાવે ઋષિપુત્રે જન્મ જય રાજા પાસે સર્પ યજ્ઞ બંધ કરાવીને નાગજાતીને બચાવી લીધો... એવી કથા મહાભારતમાં છે.

સર્પની પૂજા ભયથી થાય છે ઘરમાં સાપ નીકળે તો ઉંઘ હરામ થઇ જાય, પણ જયાં સર્પ નીકળે ત્યાં ઘીનો દિવો કરી તેના મુળ સ્થાને જવાની મનોમન પ્રાર્થના કરવા આવે છે. આમ એક તરફ સર્પનો ભય આપણને સતાવે છે.  તો બીજી તરફ આપણે તેને દેવસ્થાન આપીને પુજીએ છીએ આ તો છે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા...!

વારાહ પુરાણમાં એક પ્રસંગનું વર્ણન છે કપીલ અને કદ્રથી ઉત્પન્ન થયેલા વાસુકી, શંખ, કૃતિક પપરાજીલ, નામના સર્પો દ્વારા સર્પ સૃષ્ટિ વધતી હતી સંસારના બીજા જીવોને ડંખ મારી મારીને સર્પો મારી નાખતા હતા ત્યારે બ્રહ્માજીને ભય લાગ્યો કે મેં ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો નાશ કરી રહ્યા છે. હુ તમને શ્રાપ આપીશ...!!

ત્યારે નાગ જવાબ આપે છે, પ્રભુ ?! આપ સ્વયં વિધાતા છો આપે અમને એવી જાતીમાં જન્મ આપ્યો છે કે ઝેર ઓકવું, ડંખ દેવો અને જે વસ્તુ દેખીએ એને નષ્ટ કરવી, આ અમારો સ્વભાવ આપે  આપેલો છે તો તેંથી આપજ ઉધ્ધાર કરો.

બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું તમે પૃથ્વી ઉપર નહી પાતાળમાં રહો જેનો કાળ તમારા દ્વારા નિમિતે થશે તેનેજ ડંખથી મારજો અને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગયા....! શ્રાવણ વદ પાંચમને દિને આ પ્રસંગે બન્યો હતો તેથી નાગપાંચમ તિથિ ધન્યપ્રિય, પવિત્ર અને સંપૂર્ણ પાપનો નાશ કરનારી સિધ્ધ થઇ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:08 am IST)
  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST