Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2016


સાથી હાથ બઢાના

દિપકભાઇ ગોહેલને કાનની સારવાર માટે રૂ. ૬ લાખની જરૂર

 રાજકોટ તા. ૧૫ : કડીયાકામ કરી પ સભ્‍યોના પરિવારના નિભાવમાં મદદરૂપ બનતા રાજકોટના દિપકભાઇ અમૃતલાલ ગોહેલ (ઉ.વ.૨૬) ને છએક માસ પહેલા કાનમાંથી લોહી વહી જવાની સમસ્‍યા શરૂ થતા સ્‍થાનીક કક્ષાએ તપાસ કરાવ્‍યા બાદ અમદાવાદ ખાતે નિદાન કરાવ્‍યુ હતુ. બ્‍લડીંગ બંધ થતુ ન હોવાની આ સમસ્‍યા વધી જતા હાલ રાજકોટ વોકહાર્ટ હોસ્‍પિટલમાં ડો. વિકાસ જૈન પાસે સારવાર શરૂ કરાવી છે. જયાં ત્‍વરીત ઓપરેશન કરાવવા જણાવાયુ છે. એક સીટીંગના રૂ. બે લાખ લેખે કુલ ચાર સીટીંગનો રૂ. ૬ લાખ ખર્ચ થાય તેમ હોવાનો તબીબી અભિપ્રાય અપાયો છે. આટલા મોટા ખર્ચને પહોંચી વળવા દિપકભાઇનો પરિવાર સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્‍ન લોકો દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. દિપકભાઇના પિતાશ્રી અમૃતલાલ ગણેશ નામથી દેનાબેંક, કેનાલરોડ શાખા, રાજકોટ ખાતે બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૦૧૯૬૧૦૦૦૨૨૨૪ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્‍થાન ન્‍યુ મેઘાણીનગર શેરી નં. ૬, સહકાર મેઇનરોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મોટાભાઇ રમેશભાઇ ગોહેલ (મો.૯૯૧૩૩ ૩૩૮૯૯) નો સંપર્ક કરી શકાય છે.

 

(11:32 am IST)