Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

તમારી સાથે બળાજરીથી કશું જ કરી ન શકાય. આ વાત તો તમારી સમજથી, સહજતાથી અને તમારા બોધથી સંભવી શકે.

સમ્યક દૃષ્ટિ વર્તમાનમાં હોય છે. સમ્યક દૃષ્ટિ વર્તમાનમાં હોવા છતાં ભવિષ્ય પ્રત્યે ઉન્મુખ હોય છે. ભવિષ્ય જ પ્રતિપળ વર્તમાન બની રહ્યુ઼છે. પરંતુ માત્ર ભવિષ્ય પર આંખો માંડવાની નથી.

ભુતકાળ સ્મૃતિ છે. ભવિષ્યકાળ કલ્પના છે; વર્તમાન કાળ યથાર્થ છે. યથાર્થ જુઓ. કારણ કે યથાર્થમાંથી જ સત્ય તરફ જવાનું દ્વાર છે.

તર્કનો વ્યાપ વિશાળ હોય છે. આકાશ જેટલો વિરાટ હોય છ.ે તેથીપરમાત્મા પ્રકાશ પણ હોઇ શકે અને અંધકાર પણ. પરમાત્મા જ જીવન હોઇ શકે અને મૃત્યુ પણ.

મૃત્યુ તો જીવનનો જ ચરમ ઉત્કર્ષ છે, જીવનની જ સમાપ્તિ છે. મૃત્યુનંુ ફુલ જીવનની જ સમાપ્તિ છે. મૃત્યુનું ફુલ જીવનની બહાર નથી. જીવનમાં જ છે.ે જીવનની રસધાર જ તેમાં વહે છે. માટે જો પરમાત્મા જીવન હોય તો પછી તેણે મૃત્યુ પણ બનવું પડશે.

ફુલ પણ પરમાત્માનું સર્જન છે અને કાંટા પણ, સ્વર્ગ પણ પરમારત્માનું સર્જન અને નરક પણ પરંતુ આ સ્વીકૃતિ માટે વિશાળ હૃદય જોઇએ. ગહન પરિપકવતા જોઇએ.

તર્ક કહે છે કે જેેને પ્રેમ કર્યો હોય, તેને માત્ર  પ્રેમ જ કરો. પરંતુ જીવન તો તર્કાતિત છે. જેને પ્રેમ કર્યો હોય તેનાં પ્રત્યે જ ધૃણા થશે. જેમની સાથે મિત્રતા કરી હશે. તેમની સાથે ઝઘડો પણ થશે. કરૂણા અને ક્રોધ ભિન્ન નથી, એકજ ઉર્જાના તરંગો છે.

જયાં સર્જન છે. ત્યાં વિધ્વંસ નિશ્ચિત હશે, વિધ્વંસ વગર કોઇ કરી શકયો નથી. દા.ત.તમે એક ચિત્ર દોરી રહ્યા છો. કેનવાસ ખાલી છે. પરંતુ જયારે તમે ચિત્ર દોરશો ત્યારે કેનવાસની રિકતતા નષ્ટ થઇ જશે. કેનવાસના કોરામપણાને નષ્ટ કર્યા વગર ચિત્ર દોરી ન શકાય.

મુસલમાન અને ખ્રિસ્તી કરતા હિન્દુઓ વધુ પરિપકવ, પ્રૌઢ છે. માટે જ હિન્દુઓને શેતાનની ધારણાને નિર્મિત કરવાની જરૂર ન રહી. તેમણે તો પરમાત્માની ત્રિમૂર્તિ બનાવી લીધી-બ્રહ્મા સર્જન કરનાર, વિષ્ણુ પાલન કરનાર, અને શિવ વિધ્વંસ કરનાર, આ એક જ પરમાત્માના ત્રણ ચહેરા છે.

તર્ક અનુસાર તો જે નિર્મિત કરે તે નષ્ટ શા માટે કરે ? જયારે અતર્ક અનુસાર જે નિર્મિત કરે છે તેણે નષ્ટ પણ કરવું પડશે. નહિ તો સર્જન કઇ રીતે શકય બનશે? જેના દ્વારા જન્મ થાય છે. તેના દ્વારા જ મૃત્યુ આવે છે.જે તમને સંસારમાં મોકલે છે તે જે એક દિવસ તમને ત્યાંથી બોલાવી લે છે. સર્વ કંઇ તેના દ્વારા થઇ રહ્યું છે. તર્કને આ વાત સમજવામાંં ખૂબ તકલીફ પડે છે. કારણ કે કોઇ પણ વાત સ્પષ્ટ નથી રહેતી.

માર્ગ રોકાઇ જવા માટે હોતો નથી,

માર્ગને પાર કરવામાં જ તેની સાર્થકતા છે.

જયાં સંયમ હોય છે ત્યાં જીવન સંગીતપૂર્ણ બને છે, સંગીત સંયમનું ફળ છે.

પ્રાર્થના શું છે ?

પ્રેમ અને સમર્પણ

જયા પ્રેમ નથી ત્યાં પ્રાર્થના નથી.

એકેક બિંદુથી સાગર બને છે અને એક ક્ષણથી જીવન. જે બિંદુને પિછાની લે તે સાગરને જાણી લે છે અને જે ક્ષણને પ્રાપ્ત કરી લે તે જીવનને પ્રાપ્ત કરી લે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:51 am IST)