Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ - 11

 

જાગરણ કે ધ્‍યાન, પરમાત્‍મા અને તમારા વચ્‍ચે સેતુ છે, અને જેટલું તમારા જીવનમાં ધ્‍યાન હશે, એટલો જ તમારા જીવનમાં પ્રેમ હશે. કારણ કે પ્રેમ ધ્‍યાનનું પરિણામ છે.

ખોલો ઘરના દ્વાર ખોલો.

હું જીવનનો સૂર્ય તમારે ઘેર આવું છું.

ખોટા રસ્‍તાઓ પણ ઠીક મંઝિલ સુધી પહોંચી જાય છે- ખરો માણસ જોઇએ. ચાલનાર પર બધુ જ આભારી છે. રસ્‍તો નથી. પહોંચાડતો, ચાલવાવાળો જ પહોંચે છ.ે

હું તમારી પાસે ઇચ્‍છું છું કે તમે દુઃખ છોડી દો, તમે દુઃખનો ત્‍યાગ કરી દો. કોઇ તમારી પાસે દુઃખ માંગતું નથી, હું તમારી પાસે દુઃખ માગું છું અને જો તમે દુઃખ આપી શકો, તો આનંદ માટે રસ્‍તો નિર્મિત થઇ શકે.

હસવું ધાર્મિક ઘટના છે. હસવું માનવજીવનની સર્વાધિક વિકસેલી ઘટના છે. એકલો માણસ જ છે જે હસી શકે છ.ે બીજું કોઇ પ્રાણી સહી નથી શકતું. હસવું હસાવવું મારી ઉપાસના છ.ે

ધર્મ જયારે કુંઠિત હોય છેત્‍યારે હસવું મુશ્‍કેલ થઇ જાય છે, ધર્મ જયારે મરી જાય છે ત્‍યારે હસવાનો દુશ્‍મન બની જાય છે.

જ્ઞાની અને પંડિતમાં ભેદ છે. જેણે જાણ્‍યું, અનુભવ્‍યુ તે, તેને ઉધાર વાતોને ફરીથી કહી રહ્યો છે, તે પંડિત છે.

સત્‍ય તો સીધું-સરળ છે. સત્‍ય તો ખુલ્લા આકાશ જેવું છે, કોરા પુસ્‍તક જેવું છે, અભણ પણ ભણી શકે. કોરા પુસ્‍તકમાં ભણેલાની શી જરૂર છે. ?

હસો, બહાનું મળે તો ઠીક, બહાનું ના મળે તો શોધો ! પરંતુ તમારી જિંદગી એક હાસ્‍યની સરવાણી હોય, હાસ્‍ય તમારી સહજ અભિવ્‍યકિત બની જવી જોઇએ.

એક વખત તમારૂં હૃદય તરંગિત થવું શરૂ થઇ જાય, તો તમે જાણશો કે પરમાત્‍મા છે અને કેવલ પરમાત્‍મા છે, એના સિવાય બીજું કંઇ નથી.

આ અસ્‍તિત્‍વ રાસ છે, ઉત્‍સવ છે, મહાઉત્‍સવ છે.

મજાક જાગરણનો અદ્દભુત ઉપાય છે.

નદીની જે મ રહો, નકશાઓને લઇને ચાલવાની કોઇ જરૂર નથી, અને નદીઓ જો સાગર સુધી પહોંચી જાય છે. તો તમે કેમ નહીં પહોંચો ? તમે પણ ચૈતન્‍યની ધારા છો.

જેને બધું સ્‍વીકાર છે, એને તમે નરક નહીં મોકલી શકો. કારણ કે તેને નરક પણ સ્‍વીકાર છે, અને જેને નરક સ્‍વીકાર છે, એણે નરકને સ્‍વર્ગમાં બદલી લીધું જેને સ્‍વીકૃતિની કળા નથી આવડતી, તેને તમે સ્‍વર્ગ પણ મોકલો, તો ફરીયાદ શોધી કાઢશે, સ્‍વર્ગમાં પણ નરક બનાવી લેશે.

શીખતાં આવડવું જોઇએ, તો કયાંય પણ શીખી શકો. અને શીખતા ના આવડે, તો બુધ્‍ધોની પાસે બેસીને પણ તમે બુધ્‍ધુ જ રહી જશો.

જેવી રીતે વાંસોને, અને ફુલોને, ગુલાબોને, વાદળોને અને તારાઓને એના નામ, જાતિ, દેશ, વંશના બનાવ્‍યા વિના સ્‍વીકાર કરી લઇએ છીએ. એવો જ વ્‍યહાર મનુષ્‍યો સાથે કરાવો જોઇએ.

તમે ત્‍યારે જ જીતશો, જયારે તમે પ્રકૃતિની સાથે હશો. કારણ કે પ્રકૃતિ જ જીતી શકે છે, તમે નથી જીતી શકતા. જો પ્રકૃતિથી વિપરીત લડશો તો તમે હારશો કારણ કે તમે' કેવી રીતે જીતશો? અંશ પૂર્ણથી કેવી રીતે જીતશે?

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:27 am IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST