Gujarati News

Gujarati News

News of Tuesday, 7th November 2017

વડતાલ સ્વામીનારાયણ મંદિરે 'કાર્તિકી સમૈયો' અવસરે ગુંજ્યા મેઘાણી ગીતો

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામને આંગણે 'કાર્તિકી સમૈયો'નાં અવસરે મેઘાણી-ગીતો ગુંજયાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત અમર ગીતો 'કસુંબીનો રંગ', 'મોર બની થનગાટ કરે', 'શિવાજીનું હાલરડું'ની ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ દ્વારા ઝમકદાર રજૂઆતથી ઉપસ્થિત સહુ સંતો અને હરિભકતો ડોલી ઊઠયાં હતાં. સ્વામીનારાયણ સંપ્રદાયનાં પ્રચલિત પદ 'આજ સખી આનંદની હેલી', 'ગઢપુર જોતાં શ્રીજી મને સાંભરે', 'વડતાલની ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ' રજૂ થયાં. હાસ્યકલાકાર ધનસુખભાઈ ટાંક (રાજકોટ)એ કલા રજૂ કરી હતી. વૃત્ત્।ાલય ગાદીના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી (મુખ્ય કોઠારી), સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી (ચેરમેન), સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી (કોઠારી – કલાકુંજ, સુરત), શ્રીમદ્ સત્સંગીજીવન કથાના વિદ્વાન વકતા શાસ્ત્રી સ્વામી નિલકંઠચરણદાસજી, શાસ્ત્રી સ્વામી ડો. સંતવલ્લભદાસજી (આસી. કોઠારી), સ્વામી શ્રી શ્યામવલ્લભદાસજી (ભંડારી) સહિત મોટી સંખ્યામાં સંતોની પ્રેરક ઉપસ્થિતિ હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, યજમાન ગાબાણી પરિવાર અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શૈલેશભાઈ સાવલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. દેશ-વિદેશમાંથી આવેલા હરિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(11:13 am IST)