Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એલટે.. આનંદપૂર્ણ થવું

જીવન, (ઉદ્દેશ) હેતુ રહિત છે, આશ્ચર્યના પામો, (ઉદેશ) હતુનો પૂરો વિચાર જ ખોટો છે, આ લાલચને કારણે જ હોય છે. જીવન તો કેવળ એક આનંદ છે, રમત છે, એક મજાક, એક હાસ્ય રસ છે, જેનો કોઇ ઉદ્દેશ નથી જીવન સ્વયં ઉદ્દેશ જ છે, એનો બીજો કોઇ ઉદ્દેશ નથી. જીવન સ્વયં ઉદ્દેશ જ છે, એનો બીજો કોઇ ઉદ્દેશ નથી.

જે ક્ષપે તમે આ સમજી લો છો, તો સમજો, તમે ધ્યાન વિશે બધું જ સમજી લીધું તમારા જીવનની જીવન-શૈલી છે, આનંદપૂર્ણ, રમતિયાળ અને જીવનના અંતિમ છેડા સુધી કોઇપણ ઉદ્દેશ વિના, દૃષ્ટિમાં પણ કોઇ પણ લક્ષ્ય વિના. સમગ્રતાથી જીવો, જેનું પૂરી રીતે કોઇ લક્ષ્ય હોય જ નહિ.

બરાબર એ બાળકોની જેમ જે સમુદ્ર તટ ઉપર રમતા-રમતા છીપલા, કોડી અને રંગીન પથ્થર એકઠા કરીને રાખે છે.

આખરે (રાખ) કયા લક્ષ્ય માટે ? એનો કોઇ ઉદ્દેશ જ હોતો નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(9:38 am IST)