Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે.. વૈજ્ઞાનિકતા

ધ્યાન શુધ્ધ રૂપથી એક વૈજ્ઞાનિક વિધિ છે વિજ્ઞાનમાં તમે એને નિરીક્ષણ કહો છો, વસ્તુઓનું નિરીક્ષણ કરવું જયારે તમે અંદરની તરફ જાવ છો તો તે પણ નિરીક્ષણ છે, બરાબર ૧૮૦ ડિગ્રી ફરીને તમે નિરીક્ષણ કરો છો એ એ જ છે જેને આપણે ધ્યાન કહીએ છીએે.

કોઇ પરમાત્માની જરૂરત નથી, કોઇ બાઇબલની જરૂર નથી તમારે જેવી રીતે કોઇ શરત પૂરી કરવા માટે કોઇ ચીજની જરૂરત હોય છે, તેવી જ રીતે એના માટે કોઇ વિશ્વાસની જરૂરત નથી.

એક નાસ્તિક પણ ધ્યાન કરી શકે છે એવી જ રીતે કોઇ બીજુ પણ કરી શકે છે. કારણ કે ધ્યાન તો આંતરિક જાવાની એક વિધિ  છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

 

(9:23 am IST)