Gujarati News

Gujarati News

News of Saturday, 22nd July 2017

શિક્ષકે શાળાની તમામ વિદ્યાર્થીનીઓના કપડા ઉતાર્યા

સમગ્ર સ્ટાફ દોષિતઃ સસ્પેન્ડ

નવીદિલ્હી તા. ૨૨ : મુજફફરનગર જિલ્લાની ખતૌલી તહેસીલમાં આવેલી એક શાળાનાં ૯ કર્મચારીઓએ સમગ્ર સ્ટાફને બર્ખાસ્ત કરી દેવામાં આવ્યો છે. આ શાળામાં પ્રાધ્યાપકે ૭૦ યુવતીઓને માસિક ધર્મની તપાસ માટે કપડા ઉતારવા માટે મજબુર કરવામાં આવી હતી. ૨૫ માર્ચની ઘટનાની માહિતી સામે આવતા જ આ આવાસીય વિઘાલયનાં મુખ્ય શિક્ષકની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી.

જિલ્લા તંત્ર દ્વારા કરાવાયેલી તપાસમાં શાળાનાં સમગ્ર સ્ટાફને દોષીત ઠેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ શાળાનાં ૯ લોકોએ સ્ટાફને ફરજમુકત કરી દીધો હતો. જેમાં શિક્ષક, એકાઉન્ટેટન્ટ, રસોઇયો, ચોકીદારનો સમાવેશ થાય છે. તેમાં સ્થાયી અને અસ્થાયી બંન્ને પ્રકારનાં કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.

બેઝીક શિક્ષણ અધિકારી ચંદ્રકેશ યાદવ તરપતી સ્થાયી કર્મચારીઓને પત્ર મોકલીને સેવાઓ સમાપ્ત કરવા અંગે માહિતી આપી દીધી છે. બીજી તરફ અંશકાલિન કર્મચારીઓને ફોન પર જ છુટા કરી દેવાઇ હતી.(૨૧.૯)

 

(10:43 am IST)