Gujarati News

Gujarati News

News of Saturday, 22nd July 2017

બોફોર્સ તોપ માટે જર્મનીના નામે ચીની સ્પેરપાર્ટસ ધાબડી દીધા

સીબીઆઇએ એફઆઇઆર નોંધી

નવી દિલ્હી તા.રર : બોફોર્સ તોપ માટે મેઇડ ઇન જર્મનીના નામે ચીનના સ્પેરપાર્ટ ધાબડી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. સીબીઆઇએ આ છેતરપીંડીમાં સિંધ સેલ્સ સીન્ડીકેટ (દિલ્હી) નામની કંપની ઉપરાંત ગનકેરેજ ફેકટરી (જીસીએફ), જબલપુરના અજાણ્યા અધિકારીઓ વિરૂધ્ધ કેસ નોંધ્યો છે. સિંધ સેલ્સને છ વાયર રેસ રોલર બેરીંગ પહોંચાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.

સીબીઆઇએ આપરાધિક ષડયંત્ર રચવા ઉપરાંત ઠગાઇ અને છેતરપીંડીના આરોપસર ફરિયાદ નોંધી છે. ભારતમાં બોફોર્સ તોપનું ઉત્પાદન ધનુષ આર્ટલરી ગનના નામે કરવામાં આવે છે. ૧૯૯૯ના કારગીલ યુધ્ધમાં આ તોપ સેના માટે અત્યંત ઉપયોગી સાબીત થઇ હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે કંપનીએ ગનકેરેજ ફેકટરીના અધિકારીઓ સાથે મીલીભગત કરી ધનુષ ૧પપ એમએમ ગન માટે ચીનમાં બનેલ નકલી સ્પેરપાર્ટસ પહોંચાડયા હતા.

એફઆઇઆર અનુસાર ગન ફેકટરીના અધિકારીઓએ ષડયંત્ર હેઠળ સિંધ સેલ્સ દ્વારા આપવામાં આવેલ ચીન નિર્મિત બેરીંગ સ્વીકાર્યા હતા. તેમના ઉપર સીઆરબી મેઇડ ઇન જર્મની લખાયુ હતુ જયારે બેરીંગને સાઇનો યુનાઇટેડ ઇન્ડ. (લુયાંગ) લીમીટેડ હેનાને બનાવ્યા હતા. સીંધ સેલ્સેએ સીઆરબી એન્ટ્રીબેસ્ટેશ્નિક કંપની જર્મનીથી બેરીંગ ખરીદવાનું નકલી પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ કરાવ્યુ હતુ. (૩-૪)

 

(10:42 am IST)