Gujarati News

Gujarati News

News of Saturday, 22nd July 2017

બચ્ચન પરિવાર ફોરેકસ ટ્રાન્ઝેકશનની વિગત આપેઃ ED

મુંબઇ તા. ૨૨ : બોલિવૂડ સ્ટાર્સના ફોરેકસ રેમિટન્સ અંગે એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ (ED)એ સઘન તપાસ શરૂ કરી છે. EDએ શાહરૂખ ખાન ઉપરાંત, બચ્ચન પરિવારના તમામ સભ્યોને છેલ્લા ૧૩ વર્ષના વિદેશી હૂંડિયામણના રેમિટન્સની વિગત આપવા જણાવ્યું છે. અજય દેવગનને પણ ક્રોસ-બોર્ડર રેમિટન્સની માહિતી આપવા બાબતે નોટિસ મળી છે.

અમિતાભ બચ્ચન, પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા અને દેવગનને એક મહિના પહેલાં ફોરેન એકસ્ચેન્જ મેનેજમેન્ટ એકટ (FEMA)ની કલમ ૩૭ હેઠળ નોટિસ આપવામાં આવી હતી. FEMAમાં ED તપાસ શરૂ કરતા પહેલાં પ્રારંભિક માહિતી મેળવવા પૂછપરછ કરી શકે છે. ફિલ્મ ઉદ્યોગના સૂત્રએ જણાવ્યું હતું કે, અમિતાભ અને તેમના પરિવારના સભ્યોએ ૨૦૦૪થી દેશની બહાર મોકલેલા નાણાંની વિગત આપવી પડશે. ૨૦૦૪માં રિઝર્વ બેન્કે લિબરલાઇઝડ રેમિન્ટસ સ્કીમ (LRS) શરૂ કરી હતી. ED કદાચ LRS હેઠળના અને બિઝનેસ ટ્રિપ્સ માટે કરવામાં આવેલા ટ્રાન્ઝેકશનને ચકાસવા માંગે છે.

 

(10:41 am IST)