Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2016

આવકવેરા ખાતું વ્યાજ ચુકવે છે તેનાં કરતાં ડબલ વ્યાજ કરદાતા પાસેથી વસુલ કરે છે

કરદાતાને ૬% વ્યાજ ચુકવે તેની સામે ૧ર% લેખે ઉઘરાવે છે

રાજકોટ,: ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ જો કોઇ કરદાતાએ તેની જવાબદારીથી ઓછો આવકવેરો ભર્યો હોય, ટી.ડી.એસ. અથવા ટી.સી.એસ. ઓછો ભર્યો હોય અથવા મુદતથી મોડો ભર્યો હોય તો માસીક ૧% લેખે વ્યાજ ચુકવવાની ફરજ પાડે છે. આમ વાર્ષિક ૧ર% લેખે કરદાતાઓએ વ્યાજ ચુકવવાનું રહે છે જેની સામે કરદાતાઓએ વધુ ભરેલ રકમ ઉપરનાં રીફંડમાં વાર્ષીક ફકત ૬% લેખેજ વ્યાજ ચુકવે છે. આ ઉપરાંત મોડો ટેક્ષ ભરાયેલ હોય અથવા ન ભર્યો હોય તેની ઉપર પેનલ્ટી દંડ તો જુદો. આવાકવેરા કાયદામાં જ આવી જોગવાઇ હોય, કોઇપણ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કરદાતાઓને આ બાબત ન્યાય આપી શકતા નથી.

આવકવેરા કાયદા હેઠળ જુદી-જુદી કલમોમાં નીચે મુજબ ટેક્ષ ઓછા ભરવા, અથવા ન કરવા કે ભરવાનું ભૂલાઇ ગયેલ હોય તો વ્યાજ ભરવાનું થાય તેની સંક્ષિપ્તમાં વિગત નીચે મુજબ છે.

(૧) કલમ-૧૧પ કોઇપણ કંપની અથવા મ્યુચ્યુઅલ ફંડો ડીવીડન્ડ રકમ ચુકવે તે દિવસે ટેક્ષ ભરવાનો થાય. વિલંબીત ચુકવણી ઉપર માસીક ૧% વ્યાજ સાથે ભરવાનું રહે છે.

(ર) કલમ-૧પ૮ કરદાતાને ત્યાં રેડ પડેલ હોય તથા તેમણે જાહેર કરેલી આવક ઉપર નિયત સમયમાં ટેક્ષની ચુકવણી કરેલ હોય અથવા તેનું આવકવેરાનું રીર્ટન સમયસર નીયત ટાઇમમાં ન ભરેલ હોય તો

(૩) કલમ-ર૦૧ ટી.ડી.એસ. તથા ટી.સી.એસ.માં કર કપાત કરવાની જવાબદારી કરદાતાની છે. આ કર ઓછો ભરાય અથવા ન ભરાય - મોડો ભરાય ત્યારે.

(૪) કલમ-ર૦૬ કર ઉઘરાવવાનું ભૂલી ગયેલ હોય અથવા કર ઉઘરાવીને ભરેલ ન હોય, કે ઓછો ભરેલ હોય.

(પ) કલમ-રર૦ કરદાતાનું સ્કુટીની એસેસમેન્ટ આવકવેરા અધિકારી જે ડીમાન્ડ નોટીસ આપે તે કર ૩૦ દિવસમાં ન ભરાય ત્યારે.

(૬) કલમ-ર૩૪ દરેક કરદાતાઓએ પોતાનું આવકવેરા રીર્ટન સમયસર નિયત તારીખ પહેલા ટેક્ષની ચૂકવણી સાથે ભરવાનું ફરજીયાત છે. જો તેમાં વિલંબ કરે, મોડું ભરે અથવા ન ભરે અને આવકવેરાની નોટીસ આવ્યે ત્યાર ભરે તેવા સંજોગોમાં.

(૭) કલમ-ર૩૪ એડવાન્સ ટેક્ષઃ આવકવેરા ખાતાએ એડવાન્સ ટેક્ષ ભરવા માટે વર્ષ દરમીયાન ચાર તારીખો ફીકસ કરેલ છે અને તેમાં કુલ અંદાજીત આવક ઉપરની ગણત્રી કરી એડવાન્સ ટેક્ષ ભરવાનો રહે છે. જો એડવાન્સ ટેક્ષનો હપ્તો ઓછો ભરાય અથવા વર્ષને અંતે રીર્ટન ભરતા સમયે સેલ્ફ-એસસમેન્ટ ટેક્ષ કુલ ટેક્ષના ૧૦%થી વધુ હોય તો તમામ એડન્વાસ ટેક્ષની ઓછી ભરાયેલ રકમ ઉપર તેમજ સેલ્ફ એસસમેન્ટ ટેક્ષ ઉપર માસીક ૧% લેખે વ્યાજ તથા દંડ સાથે ભરવાનો રહે છે.

(૯) રી-ઓપન કલમ ૧૪૮ નીચે અથવા અન્ય કોઇ પણ આવકવેરા કાયદા નીચે કરદાતાનું એસસમેન્ટ પ્રોસીંડીંગ-રી ઓપન એટલે કે ફેર તપાસણી થાય તો તેવા સંજોગોમાં કરદાતાને ઇન્ટીમેટેશન ઓર્ડર તથા રીફંડ આવી ગયેલ હોય - તે સંજોગોમાં  રીફંડ ઉપર વધારા અડધા ટકાનો તથા વધારાી નાવક ઉપર માસીક ૧% લેખે ટેક્ષ કરદાતાએ ભરવાની જવાબદારી ઊભી થાય છે.

(૯) રીફંડ ઉપર વ્યાજ : જો કોઇ કરદાતાએ એડવાન્સ ટેક્ષ વધુ ભર્યો હોય તેમજ તેનો ટી.ડી.એસ. પણ વધુ કપાયેલ હોય અને કરપાત્ર આવક ઉપરનો ટેક્ષ ઓછો થતો હોય તેવા સંજોગોમાં આવકવેરા ખાતુ, જો સમયસર રીર્ટન ભરાયેલ હોય તો રીફંડ ઉપર ૧લી એપ્રીલ એટલે કે એસસમેન્ટ વર્ષ શરૂ થયાની તારીખથી રીફંડ ઉપર વાર્ષીક ૬% એટલે કે માસીક ફકત અડધા ટકા લેખે વ્યાજ ચુકવવાને પાત્ર બને છે.

આમ આવકવેરા ખાતુ ટેક્ષ ઓછો ભરાયેલ હોય, ન ભરાયેલ હોય અથવા ભરવાનું ભૂલી ગયેલ હોય તો કરદાતાઓ પાસેથી માસીક ૧% એટલે કે વાર્ષિક ૧ર% લેખે વસુલ કરે છે. જયારે રીફંડ ઉપર અડધો ટકો એટલે કે વાર્ષિક ૬% વ્યાજ ચુકવે છે. માટે સમયસર થોડો વધુ ટેક્ષ ભરી વાર્ષીક ૧ર% ચુકવવાને બદલે ૬% લેખે રીફંડ ઉપર વ્યાજ લેવું હીતકારક છે. હવે તો રીફંડ પણ સામાન્ય રીતે ત્રણ-ચાર મહીનાનાં સમયમાં જ સીધુ કરદાતાનાં ખાતામાં વ્યાજ સાથે જમા થાય છે.

મુકત બજાર આધારિત અર્થતંત્રમાં આર.બી.આઇ.નો અભિગમ

રાજકોટ,: - ભારતીય અર્થતંત્રને વેગ આપવા તેમજ મુકત બજાર આધારિત અર્થતંત્રમાં આદર્શ સ્થિતિ એવી હોઇ શકે જેમાં ધંધો કરવા માટે નિયંત્રણો ઓછામાં ઓછા હોય અને બધુ સાંગોપાંગ ચાલી રહ્યુ છે, તે જોવાની વ્યવસ્થા વધારે સારી રીતે મુડી બજારમાં ગોઠવાયેલી રહે તે જોવાનું મુખ્ય ઉદેશ આર.બી.આઇ. દ્વારા છેલ્લા પાંચ-છ વર્ષથી આ અભિગમનાં અમલીકરણની દિશામાં આગળ વધી રહી છે અને તેની સાથે-સાથે કેટલાંક શાણપણ ભરેલા પગલાઓ સતત લેવામાં આવી રહ્યા છે. જેમકે ગયા વર્ષે તમામ સરકારી તથા પ્રાયવેટ બેંકોનાં સરવૈયામાં મિલ્કતોની વાસ્તવિકતા પ્રતિબિંબિત થતી હોય અને કંપનીમાં  એકસપોઝર પર એક મર્યાદાઓ ધિરાણ ઉપર લાવવાની પ્રતિક્રિયા આર.બી.આઇ. દ્વારા પ્રસંશનીય પગલું ભર્યું. આ પ્રતિક્રીયાથી બેન્કોનાં સાચા પાકા સરવૈયાઓ રજુ થયા. અનેક એન.પી.એ તથા લોસ ખાતાઓ માંડી વાળતા બેંકોનાં નફાને સારી એવી નુકશાની ભોગવવી પડી. તેની સામે સરવૈયાઓ સ્વચ્છ કરવાની બેન્કોએ અનેક કસરતો કરવી પડી.

તેની સાથે આર.બી.આઇ.એ એ વાતનો ખ્યાલ રાખી રહી છે કે, બેંકો માટે ધંધો કરવાનું સરળ અને પડકારજનક માહોલમાં પણ વધારેને વધારે સારી સ્પર્ધા કરી શકે. સરકારી, પ્રાયવેટ તેમજ કો-ઓપરેટીવ બેન્કોએ પોતાનાં ડીપોઝીટરોને જુદી-જુદી રોકાણ સ્કીમો, પ્લાનમાં વ્યાજ દર કેટલો આપવો કે ધિરાણ લેનાર પાસેથી તેની મિલ્કતોનાં માર્કેટ સીકયુરીટી સામે કેટલો દર વ્યાજ નકકી કરવો તે બેંકો પર છોડયું. આ ઉપરાંત બેંકો ગ્રાહકોને આકર્ષવા જુદી-જુદી ફ્રી સવલતો આપવાનું કે અમુક સવલતો ઉપર બેન્કો નકકી કરે તે દરે સવલત ચાર્જ લેવાનું જે તે બેંકો ઉપર છોડયું.

- સેવીંગ તથા કરન્ટ ખાતાઓ જે ને લો-ડીપોઝીટ ખાતાઓ ઉપર પણ કેટલું વ્યાજ કે મીનીમમ બેલેન્સ રાખવાનું પણ બેંકો ઉપર છોડેલ છે. સામાન્ય રીતે બચત ખાતાઓ ઉપર તમામ સરકારી બેંકો ફકત ૪% વાર્ષીક દરે વ્યાજ ચુકવે છે. કારણ કે તે સરકારી માલીકીની બેન્કો છે. સામાન્ય લોકો સરકારી બેંકો હોવાથી તેની સધ્ધરતા વધુ માને છે તથા તેમનો ગ્રાહકોનો વ્યાપ મોટો છે. જેની સામે સેવીંગ ખાતાઓ મેળવવા મીનીમમ બેલેન્સ રકમ નકકી કરી, ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહીન્દ્રા અને યસ બેન્ક ૬ થી ૭ ટકા વ્યાજની ઓફર કરીને વધુને વધુ સેવીંગ ખાતાઓ ખેંચવા પ્રયત્નો કરી જારી રાખે છે. આવી જ રીતે સરકારી બેંકો પોતાની સધ્ધરતા અન્ય બેંકો કરતાં ઘણી વધુ છે. તે જાણી સરકારી બેંકો થાપણો ઉપર દર ઓછા રાખીને પણ ફીકસ ડીપોઝીટો પ્રાપ્ત કરે છે. જેની સામે ખાનગી બેંકો  તથા કો-ઓપરેટીવ બેન્કોને થાપણ મેળવવા વધુ વ્યાજ ઓફર કરી થાપણો પ્રાપ્ત કરવાનાં સંઘર્ષો  કરતા રહે છે. આવી જ રીતે જો આર.બી.આ.  પરમીશન આપે  તો કરન્ટ ખાતામાં ૧ થી ર ટકા અને સેવીંગ ખાતામાં પ% થી ૬% વ્યાજ દર રાખી વધુને વધુ ભંડોળ એકઠુ કરવું જરૂરી છે.

- કો-ઓપરેટીવ બેન્કો પોતાની સધ્ધરતાની સ્પર્ધા કરી રહ્યા છે. આ ઉપરાંત સરકારી તથા ખાનગી બેંકોની સામે પ્રતિષ્ઠિત કો-ઓપરેટીવ બેન્કો પોતાની બેંકોનું ગ્રોસ આવક સામે એકદમ ઓછું અથવા ''નો એન.પી.એ.''ની પ્રતિષ્ઠા મેળવી મુડી બજારમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા સતત પ્રયત્નો કરી જાળવી રાખવા પ્રતિબંધતા કરી વિકાસ કરવા સરકારી તથા ખાનગી બેંકો સામે રણક્ષેત્રમાં કાર્ય કરે છે. - આમ  મુડી બજારમાં આર.બી.આઇ. ભલે નિયમનકાર ઓથોરીટી હોઇ છતાં બેંકોને થાપણ અને ધિરાણો પરનાં વ્યાજ દર નકકી કરવાની તથા વધુને વધુ ફ્રી સવલતો થાપણદારો તથા વેપાર-ઉદ્યોગોને આપવા છુટ આપી મુડીબજારોમાં વધુ સ્પર્ધાત્મક અને ઓછામાં ઓછા નિયંત્રણો નાખી  બધુ જ સરળતાથી કાર્યો થાય તેવા અીભગમનાં અમલીકરણની દિશામાં આગળ વધી રહી છે. સહકારી બેંકોએ સરકારી બેંકો તથા મોટી પ્રાયવેટ બેંકો સામે વધુ સ્પર્ધાતક બનવું પડશે.

:: લેખક ::

નીતિન કામદાર

સી.એ. રાજકોટ

ફોન નં. (૦ર૮૧) રરર૭૬૮૮

 

(12:08 pm IST)