તા. ૧૯ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૭ ગુરૂવાર
તા. ૧૬ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૪ સોમવાર
તા. ૧૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૪ ગુરૂવાર
તા. ૯ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૧ સોમવાર
તા. ૫ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૭ ગુરૂવાર
તા. ૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૪ સોમવાર
તા. ૨૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - પૂનમ ગુરૂવાર
તા. ૨૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧૩ સોમવાર
તા. ૨૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૯ ગુરૂવાર
તા. ૧૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૫ સોમવાર
તા. ૧૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧ ગુરૂવાર
તા. ૧૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૨ સોમવાર
તા. ૭ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૮ ગુરૂવાર
તા. ૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૫ સોમવાર
તા. ૩૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૨ ગુરૂવાર
  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST