Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020
સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ્સ ટ્રેડીંગ એસો.ના પ્રમુખ હિંમતભાઇ ભાતિયાનું અવસાન

દામનગર,તા.૨૮ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના મેનેજિંગ કમિટી સભ્ય સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ્સ ટ્રેડિગ એસોસિએશન ના પ્રમુખ હિમતભાઈ ભાતિયાનું સુરત ખાતે તા૨૫ના રોજ દેહાંવસાન થયું છે. બાબરા તાલુકા ના નવાણિયાના હાલ સુરત ખાતે એસ એસ એ સૌરાષ્ટ્ર ટેકસટાઇલ એસોના પ્રમુખ તરીકે સેવારત સ્વ હિંમતભાઈ ભાતિયા કાપડ ઉત્પાદક વેપારી ક્રિશ ફેશન બ્રાન્ડના સ્થાપક અનેક વિધ સામાજિક સેવા સંસ્થા માં તેમની દીર્દ્યદ્રષ્ટિના કારણે એક અદાના આગેવાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં  ચાહક વર્ગ ધરાવે છે પ્રબુદ્ઘ વૈચારિક અને વકતા મિતભાષી અગ્રણી ઉવ ૬૦ ના અચાનક અવસાનથી સૌરાષ્ટ્ર સુરતના કાપડ ઉદ્યોગ ને પુરી ન શકાય તેવી ખોટ પડી છે.

વેરહાઉસીંગ કોર્પોરેશનના સિનિયર ઓફિસર નરેન્દ્રસિંહ પરમારનું નિધનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

જામનગરઃ મૂળ પાંડવરા હાલ જામનગર નિવાસી નરેન્દ્રસિંહ આણંદસિંહ પરમાર (ઉ.વ.૬૬) (ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના સિનિયર ડિવિઝનલ ઓફીસર- સૌરાષ્ટ્ર- કચ્છ રીજન તથા ઓનર હોટેલ રોયલ સ્ટે, જામનગર) તે ભરતસિંહ પરમારના મોટાભાઈ, રવિરાજસિંહ પરમારના પિતાશ્રી તથા બ્રિજદેવસિંહના દાદાનું તા.૨૭મીના દુઃખદ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. ભરતસિંહ પરમાર (મો.૯૮૭૯૦ ૦૬૦૩૧), રવિરાજસિંહ પરમાર (મો.૭૫૬૭૮ ૮૮૦૮૮)

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના સદસ્ય : કિર્તીભાઇ ઉનાગરના માતૃશ્રીનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

પીપળલગ નિવાસી હાલ રાજકોટ  પુષ્પાબેન મનજીભાઇ ઉનાગર ઉ. વર્ષ ૭પ તે સ્વ. મનજીભાઇ મોહનભાઇ ઉનાગરના ધર્મપત્ની તથા કિર્તીભાઇ, ચેતનભાઇ, ઉમેશભાઇ તથા ભારતીબેન, ભાવનાબેનના માતુશ્રી અને નીર્મલાબેન, હેમાલીબેન, મીતલબેનના સાસુનો તા. ર૬/૧૧/ર૦ર૦ ગુરૂવારે કૈલાસવાસ થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. હાલની પરિસ્થિતી મુજબ ટેલીફોનીક બેસણું તા. ૩૦-૧૧-ર૦ર૦ સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. સ્થળઃ ''કર્મયોગ'' શિવશકિત કોલોની શેરી નં-૧૬,  બ્લોક નં.-૧૯૦,   કીડની    હોસ્પીટલ  પાસે   યુનિવર્સિટી   રોડ, રાજકોટ. કિર્તીભાઇ - મો. ૯૩ર૮૪ ૮૧૬૯૭ / ૯૩ર૮૩ ૮૧૬૯૭ ચેતનભાઇ - મો.   ૬૩પર૮ ૧૪પ૩૪   /   ૮૧૬૦૦ ૮૯૧૧૩   ઉમેશભાઇ - મો. ૯૦૩૩ર ૩ર૮૪૧ / ૯૯૧૩૩ ૬૯ર૧૮

અવસાન નોંધ

ખંભાળીયા રાજય પુરોહિત જ્ઞાતિ પૂર્વ પ્રમુખ જગુભાઇ ખેતિયાનું અવસાન

ખંભાળીયા : હાપીવાડી વાળા રાજય પુરોહિત બ્રાહ્મણ ઘેલા મહારાજના પુત્ર જગદીશચંદ્ર દયાશંકર ખેતિયા ઉ.૬૪ (પૂર્વ પ્રમુખ રાજય પુરોહિત જ્ઞાતિ ખંભાળીયા પાલિકા સદસ્ય) તે તેજસ, રાજા, ધૈર્ય, કાનો ના પિતા તેમજ જોશનાબેન (નાની બચત પોસ્ટ) ના પતિ તથા સ્વ. અમૃતલાલ દયાશંકર એજન્ટ) ખેતિયા, નવીનચંદ્ર દયાશંકર ખેતિયા, જયંતિલાલ દયાશંકર ખેતિયા, શાંતાબેન વિઠ્ઠલજી ભટ્ટ (નાઘેડીવાળા), સ્વ. મંજૂલાબેન ગીરધરભાઇ બારોટ (ડબાસંગ) સ્વ.ચંદ્રીકાબેન હસમુખરાય નાકર, કાંતાબેન લાલજીભાઇ જોશી (મોરબી) તથા પ્રફુલ્લાબેન (બેબીબેન) ના ભાઇ તા. ર૭-૧૧-ર૦ ના રોજ અવસાન પામ્યા છે. સદ્ગતની પ્રાર્થના સભા ટેલીફોનિક રાખી છે. તા. ર૮-૧૧ ના સાંજે ૪ થી પ, નવીનભાઇ ખંતીયા ૯૮રપ૭ ૯૬૮૩૧, તેજસ ખેતિયા ૮૭પ૮૭ ૮ર૪૩૧,  ધૈર્ય ખેતિયા મો. ૮૧૪૦૦ ૧૬૧૬૦

વાલજીભાઈ બારેવડીયા

રાજકોટઃ મૂળ ગામ પચ્છમ (ભાલ) હાલ રાજકોટનાં વતની અને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ તથા ચૌધરી  હાઈસ્કૂલનાં ભૂ.પૂ.શિક્ષક તેમજ અમારા પરિવારનાં મોભી તેમજ ગુરૂકુલ પરિવારનાં સંનિષ્ઠ સેવક વાલજીભાઈ ગોવિંદભાઈ બારેવડીયા (ઉ.વ.૭૧) તે જશવંતીબેનના પતિ, હિમાંશુ (સ્વસ્તિક પ્રીન્ટ મીડિયા- રાજકોટ- અમદાવાદ) તથા શ્વેતા અંકુરભાઈ સોરઠિયા (મુંબઈ)ના પિતાશ્રી, ઘનશ્યામભાઈ તથા લાલજીભાઈના ભાઈ તથા માર્મિક અને શ્લેષાના દાદાનું ટૂંકી બિમારી બાદ તા.૨૭ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને સોમવારે ૩ થી ૬ રાખેલ છે.

શશીકાંત સંઘરાજકા

રાજકોટ : શ્રી શશીકાંત હિરાલાલ સંઘરાજકા (પ્રદિપ ઇલેકટ્રીક સ્ટોર્સ, રાજકોટ) ઉ.૮૮, તે રાજેશભાઇ મનોજભાઇ અને હિનાબેન શૈલેષભાઇ શાહના પિતાશ્રી તથા અ.સૌ.દર્શિતા શ્રેણીક, રિશિતા અને ખુશીના દાદાશ્રી તા.ર૭/૧૧/ર૦ર૦ શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંજયભાઈ રાઠોડ

રાજકોટઃ સંજયભાઈ અમૃતલાલ રાઠોડ તે જ્યોતિબેન અને સાધનાબેનના નાના ભાઈ તથા પંકજભાઈ, નીતેષભાઈ અને સંધ્યાબેન એ. રાઠોડ (એડવોકેટ-નોટરી)ના મોટા ભાઈ તા. ૨૭-૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ તા. ૩૦-૧૧ના સોમવારે સમય ૪ થી ૬ના રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. મોબાઈલ નં. ૯૪૦૮૧ ૮૨૦૭૯, ૯૪૨૭૪ ૧૦૦૭૯, ૯૪૨૬૯ ૩૭૫૫૯, ૯૪૨૮૨ ૮૮૮૪૪, ૯૪૨૬૯ ૬૦૮૫૯

કનૈયાલાલ નિમાવત

રાજકોટઃ મોટા દડવા નિવાસી રામાનંદી સાધુ કર્નૈયાલાલ ભવાનીદાસ નિમાવત (કનું સાહેબ) (ઉ.વ.૭૮) તે અનિલભાઈ તથા અનંતભાઈ તથા દિનકરભાઈના પિતાશ્રીનું તા.૨૬ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સમય સંજોગોને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. અનંતભાઈ મો.૯૯૯૮૧ ૧૮૩૭૪, અનીલભાઈ મો.૯૯૯૮૧ ૦૬૪૦૭, દિનકરભાઈ મો.૯૯૯૮૧ ૨૦૮૪૭

ભાઈલાલભાઈ નાગ્રેચા

રાજકોટઃ મૂળ- આટકોટ, હાલ રાજકોટ નિવાસી ભાઈલાલભાઈ ધરમશીભાઈ નાગ્રેચા (ઉ.વ.૮૪) તેઓ નિતીનભાઈ, હર્ષદભાઈ અને પ્રિતીબેનના પિતા તેમજ ધર્માંગ, રાજેશ, દર્પણના દાદા તથા ચોટીલા નિવાસી મુકેશકુમાર દયાળજીભાઈ પુજારાના સસરાનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૨૮ સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૭૯૮૪૪ ૦૩૯૭૧ / ૯૯૨૫૩ ૬૦૪૬૪

નાનુભાઈ લંગારીયા

રાજકોટઃ સ્વ.નારણભાઈ વશરામભાઈ લંગારીયાના પુત્ર નાનુભાઈ નારણભાઈ લંગારીયા (ઉ.વ.૭૨) તે સ્વ.ભીમજીભાઈ, સ્વ.પ્રેમજીભાઈ, સ્વ.બાબુભાઈ, હેમંતભાઈ, મનસુખભાઈ, મુકુંદભાઈના ભાઈ તથા રાજેશભાઈના પિતાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૯૭૯૭ ૦૧૯૭૬, મો.૯૭૧૪૧ ૮૦૯૨૭

વિજયભાઈ વસાણી

રાજકોટઃ વિજયભાઈ નટવરલાલ વસાણી જે સ્વ.નટવરલાલ ડાયાલાલ વસાણીના પુત્ર, તે પ્રફુલભાઈ, જીતુભાઈ, સાધનાબેન તથા સ્વ.ઈન્દીરાબેનના ભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના રોજ રાખેલ છે. મો.૯૬૬૪૬ ૩૧૦૬૨

જીતેન્દ્રભાઈ પડીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.હરજીવનદાસ નારણદાસ પડીયાના પુત્ર જીતેન્દ્રભાઈ પડીયા તે જય પડીયા તથા રિકિતા નિર્મલના પિતાશ્રી દિનેશભાઈના નાનાભાઈ, હેમંતભાઈના મોટાભાઈ, તેમજ જેતપુર વાળા રમેશભાઈ જોગીના જમાઈ તેમજ જય અરૂણભાઈ નિર્મલના સસરાનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અનંતરાય ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગોડ માળવીયા બ્રાહ્મણ અનંતરાય ગુણવંતરાય ભટ્ટ (ઉ.વ.૬૭) (લોધિકાવાળા) અને સ્વ.ગુણવંતરાય રવિશંકર ભટ્ટના પુત્ર તેઓ પ્રણવભાઈ, વૈભવભાઈ, પ્રતીકભાઈના પિતાશ્રી તથા સ્વ.ભાસ્કરભાઈ, ચંદ્રકાન્તભાઈ, કીર્તિભાઈ, જગદીશભાઈ તથા તરલિકાબેનના મોટાભાઈઅને જયેન્દ્રકુમાર મહેતાના સાળા તેમજ નારાયણપ્રસાદ રાજારામ ભટ્ટના જમાઈનું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેણસું તા.૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે.

બાલકૃષ્ણ વખારીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક મુળ જુનાગઢ નિવાસ હાલ લંડન (યુ.કે.) બાલકૃષ્ણ પ્રભુદાસ વખારીયા (નિવૃત આસી. કમીશનર ઓફ સેલ્સટેક્ષ ઓફિસર) તે સ્વ.વકીલ પ્રભુદાસ નાગજીભાઈ વખારીયાના પુત્ર સ્વ.કનૈયાલાલ પ્રભુદાસ વખારીયા (મુંબઈ)ના નાનાભાઈ અને હેમંતભાઈ (યુ.કે.), જયેશભાઈ (બરોડા) અને હિતેનભાઈ (યુ.કે.)ના પિતા તથા સ્વ.હિંમતલાલ વિરચંદ શેઠ (યુ.કે.)ના જમાઈ તા.૨૬ના (યુ.કે.) મુકામે શ્રીજીચરણ પામેલ છે.

રાજેશભાઇ પતિરા

કાલાવડઃ સ્વ. પતિરા ચમનલાલ ન્યાલચંદભાઇના પુત્ર રાજેશભાઇ પતિરા (સિધ્ધી એજન્સી) તે સોનલબેનના પતિ, રશ્મિનભાઇ, હિતેષભાઇ, બીનાબેન અને હીનાબેનના મોટાભાઇ તથા વિશાલ, વ્રિાજ, સિધ્ધી શ્રેણીકુમાર વોરાના પિતાશ્રી તેમજ સ્વ. ગુણવંતરાયત અમૃતલાલ પારેખના જમાઇ અને અતુલભાઇ, પંકજભાઇના બનેવીનુ તાં ૨૬/૧૧ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૭૬૯૮૫ ૧૩૪૧૦, ૯૮૨૫૮ ૨૭૦૮૪) આજે શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કનૈયાલાલ નિમાવત

મોટા દડવાઃ રામાનંદી સાધુ કનૈયાલાલ ભવાનીદાસ નિમાવત (કનું સાહેબ) (ઉ.વ.૭૮) તે અનિલભાઇ તથા અનંતભાઇ તથા દિનકરભાઇના પિતાશ્રીનું તા.૨૬ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે. અનંતભાઇ મો.નં.૯૯૯૮૧ ૧૮૩૭૪ અનીલભાઇ મો.નં.૯૯૯૮૧૦૬૪૦૭, દિનકરભાઇ મો.નં.૯૯૯૮૧૨૦૮૪૭ છે.

દિલીપભાઇ ગાવા

રાજકોટઃ રાજકોટ નિવાસી ભાવસાર જ્ઞાતિના માજી પ્રમુખ દિલીપભાઇ સૌભાગ્યચંદ ગાવા (ઉ.વ.૭૨) તા.૨૭ના શ્રીજી ચરણ પામેલ છે. તે જયાબેન સૌભાગ્યચંદ ગાવાના જયેષ્ઠ પુત્ર તથા ગૌ.વા.કુંદનબેન દિલીપભાઇ ગાવાના પતિ તેમજ હસમુખભાઇ, હરગોવિંદભાઇ, ધનસુખભાઇ અને નીલુબેન ધર્મેન્દ્રભાઇ સોલંકીના મોટા ભાઇનું ટેલીફોનીક બેસણું તા.૨૮ના શનિવારે સાંજે ૪થી ૫ રાખેલ છે. ધનસુખભાઇ ગાવા મો.નં.૯૮૨૪૪ ૫૧૪૮૦ તથા કશ્યપભાઇ ગાવા-મો.નં.૯૯૨૫૫ ૦૦૦૩૯ તેમજ તેજસભાઇ ગાવા મો.નં.૯૮૨૫૨ ૪૨૭૫૬ અને જીગરભાઇ ગાવા મો.નં.૯૭૧૪૨ ૦૧૩૧૩ તેમજ પ્રિયાંકભાઇ ગાવા મો.નં.૯૯૭૮૯ ૬૬૯૭૭ છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર, ગઢિયાનગર, ગોકુલ વાળી શેરી, સંતકબીર રોડ

ચનાભાઇ થોરીયા

રાજકોટઃ ખોખડદડવાળા હાલ રાજકોટ ચનાભાઇ કેશાભાઇ થોરીયા તે ભુપેન્દ્રભાઇ, જીતુભાઇ, ગોપાલભાઇના પિતાશ્રી તા.૨૭ના  શ્રીજી ચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩૦ના ૪ થી ૬ સાંજે રાખેલ છે. મો.નં.૮૧૬૦૩૭૫૭૫૬ તથા મો.નં.૯૨૨૭૫૫૦૫૫૬ તથા મો.નં. ૭૦૪૮૮ ૭૦૮૮૮ મો.નં.૭૦૪૮૦ ૦૦૦૭૦ છે.

નરેશભાઇ દવે

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રીગોડ માળવીય બ્રાહ્મણ મૂળ બુટાવદર હાલ રાજકોટ શ્રી હરસુખલાલ જયકૃષ્ણ દવેના પુત્ર નરેશભાઇ હરસુખલાલ દવે( ઉ.વ.૬૦)નું તા.૨૬ના અવસાન થયેલ છે તેઓ શ્રી વિરેનભાઇ, રમેશભાઇના મોટાભાઇ, સરોજબેન મહેશકુમાર ભટ્ટ (બગસરા), કુસુમબેન કિરીટકુમાર દવે (અમદાવાદ)ના ભાઇ, ધ્વનીત, કૌશલ અને હિરલબેન શૌનકુમાર ભટ્ટના પિતાશ્રી તેમજ મૂળ મોણીયા હાલ રાજકોટ સ્વ.ત્ર્યંબકલાલ મંગળજી ભટ્ટના જમાઇનું ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૨૮ના શનિવારે બપોરે ૩ થી ૫ ટેલિફોનીક રાખેલ છે. વિરેનભાઇ ૭૯૮૪૬ ૩૩૩૦૮, રમેશભાઇ ૯૩૨૮૦ ૦૪૮૫૬/ ૯૪૦૯૪ ૦૪૭૯૯ તેમજ ધ્વનિતભાઇ ૯૯૦૪૧ ૨૮૪૫૨ અને અશોકભાઇ પૂરોહિત ૯૪૨૯૭૬૫૯૬૯ છે

અનિરૂધ્ધસિંહ વાળા

વાંકાનેર : ગારીયાવાળા હાલ વાંકાનેર અનિરૂધ્ધસિંહ કનુભા વાળા (ઉ.૬૭), તે મહીપતસિંહના નાનાભાઇ તથા ઇન્દ્રસિંહ, બળદેવસિંહ, છત્રસિંહ અને યોગીરાજસિંહના કાકા તથા હરપાલસિંહ અને પ્રતિપાલસિંહના પિતાશ્રીનું તા. ર૬ ના અવસાન થયેલ છે.