Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022
અવસાન નોંધ

વસંતરાય મહેતા

વાંકાનેર : વાંકાનેર નિવાસી (મુળ લુણસર) વાળા વસંતરાય ચુનીલાલ મહેતા (ઉ.૭૯) તે કિરીટભાઇ, હેમેન્‍દ્રભાઇ (બાલાજી ઇલેકટ્રોનિકસ) પારૂલબેન કમલભાઇ જોષી સુરતના પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન અરૂણોદય સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.

દિનેશભાઇ ટાઢાણી

મોટી કુંકાવાવ : ગોરધનભાઇ કાનજીભાઇ ટાઢાણીનાં પુત્ર દિનેશભાઇ (ઉ.વ.પ૬) તે અરવિંદભાઇના મોટા ભાઇ તથા મીરાજભાઇ યુએસએ ચિંતનભાઇ (ઓસ્‍ટ્રેલીયા) તથા ચિરાગભાઇના પિતાશ્રીનું તા. રર રવિવારના રોજ અવસાન થયેલ છે. 

રૂપલબેન મહેતા

વાંકાનેર : વાંકાનેર નિવાસી સ્‍વ. ધીરજલાલ રૂપચંદ મહેતા (દોઢીવાળા)ના પુત્ર હસમુખરાય (રમુભાઇ) ની પુત્રી રૂપલબેન (ઉ.વ.૪પ) તે કૌશીકભાઇ, કુમારભાઇ તથા દેવાંગભાઇના બેન તેમજ ઉપેન્‍દ્રભાઇ મહેતાની ભત્રીજીનું તા. ર૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

સદગતનું ઉઠમણું તા. ર૬ ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સ્‍થા. જૈન ઉપાશ્રય - ઉપાશ્રય શેરી, મેઇન બજાર વાંકાનેર ખાતે રાખેલ છે.

જયાબેન ખાચર

રાજકોટઃ જયાબેન ખાચર, તે અનકભાઇ ખાચરના પત્‍ની, તથા ભૂપતભાઇ અનકભાઇ ખાચરના માતુશ્રી તથા રવિભાઇ ખાચરના દાદીમાંનું તા.૨૩ના અવસાન થયેલ છે. સદ્‌ગતની ઉત્તરક્રિયા (પાણીવાર) તા.૩૧ના રોજ નવા થોરાળા, શેરી નં.૧ સબ સ્‍ટેશન વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશભાઈ જોશી

રાજકોટઃ મુળ ટંકારા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.ગોવિંદજી રેવાશંકર જોષીના પુત્ર રાજેશભાઈ (રાજુ) તે લાભશંકર ત્રિવેદી, ક્રષ્‍નકાન્‍ત ત્રિવેદી, પ્રકાશભાઈ મહેતા, બીપીનભાઈ વી.ભટ્ટ તથા રમેશભાઈ ત્રિવેદીના સાળાનું દુઃખદ અવસાન તા.૨૩ના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ બીપીનભાઈ વી. ભટ્ટને ત્‍યાં ગુ.હા.બોર્ડ દુધસાગર માર્ગ, એચ.જે.સ્‍ટીલ સામે ૭, રિધ્‍ધી- સિધ્‍ધી સોસાયટી બ્‍લોક નં.૧૦૭૩ ખાતે રાખેલ છે. બિપીનભાઈ ભટ્ટ મો.૭૬૯૮૫ ૭૬૦૦૭, મીનાબેન ભટ્ટ મો.૯૯૭૯૦ ૬૪૬૮૧ 

વસંતભાઈ પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. મૂળગામ ખંભાળાવારા હાલ રાજકોટ સ્‍વ.વસંતભાઈ પ્રભુદાસ પીઠડિયા (ઉ.વ.૭૪) તે નરેન્‍દ્રભાઈ તથા કમલેશભાઈ તથા મીનાબેનના પિતાશ્રી તેમજ ચીમનલાલ પ્રભુદાસ પીઠડિયા (અમદાવાદ)ના મોટાભાઈ તથા વનાળીયાવારા સ્‍વ.વનમાળીભાઈ રણછોડભાઈ રાઠોડના જમાઈનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૬ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ કલાકે એસ.કે. ચોક ગંગેશ્વર મહાદેવના મંદિરે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રમેશભાઈ માંડવીયા

 રાજકટઃ વાણંદ સ્‍વ.મગનભાઈ સુંદરજીભાઈ માંડવીયા (ગારીયાવાળા)નાં પુત્ર રમેશભાઈ મગનભાઈ માંડવીયા (ઉ.વ.૬૨) તેઓ પ્રવિણભાઈ મગનભાઈ માંડવીયા તથા નિતીનભાઈ મગનભાઈ માંડવીયાનાં મોટાભાઈ તેમજ જયેશભાઈનાં પિતાશ્રીનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે.  બેસણું તા.૨૬ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાક દરમ્‍યાન તેમના નિવાસસ્‍થાને  ગાંધીગ્રામ,  બટુકમહારાજની ગૌશાળા પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન પિત્રોડા

રાજકોટઃ કચ્‍છી લુહાર મુળ ગામ ભુજ હાલ રાજકોટ કચ્‍છી લુહાર અ.સૌ.રમાબેન જેઠાલાલ પિત્રોડા (ઉ.વ.૭૩) તે જેઠલાલ ગુલુભાઈના ધર્મપત્‍નિ, આશાબેન, શિતલબેન, નિલેશભાઈના માતુશ્રી, જગદિશકુમાર, નિલેશકુમાર, દિપ્‍તીબેનના સાસુ તેમજ અર્થવના દાદીમાં, સ્‍વ.મનહરલાલ પિત્રોડાના કાકીનું તા.૨૩ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાન એ-૧૪, વિરસાવરકર ટાઉનશીપ, પેટ્રોલ પંપ સામે, રેલનગર ખાતે રાખેલ છે. રાજેશભાઈ મનહરલાલ પિત્રોડા, પ્રતિક રાજેશભાઈ પિત્રોડા.

પરીમલભાઈ ત્રિવેદી

રાજકોટઃ હાલ રાજકોટ ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતિ બ્રાહ્મણ સ્‍વ.કિશોરભાઈ જયંતિલાલ ત્રિવેદીના મોટા પુત્ર પરીમલભાઈ (પિન્‍ટુભાઈ) કિશોરભાઈ ત્રિવેદી (ઉ.વ.૪૨) તેઓ સ્‍વ.ભાસ્‍કરભાઈના ભત્રીજા તથા જયેશભાઈ ભાસ્‍કરભાઈના નાનાભાઈ તથા સ્‍વ.મીરાબેન વિપુલકુમાર પંચોલીના નાનાભાઈ તથા મયંકભાઈના મોટાભાઈ તથા પ્રથમના પિતાશ્રી તથા મુકુંદભાઈ દેવશંકર જાનીના જમાઈ તથા મોડપર નિવાસી સ્‍વ.બળવંતભાઈ ભાઈશંકરભાઈ જાની (દકુબાપા)ના દોહિત્રનું તા.૨૨ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન રાણપરા

રાજકોટઃ ગો.વા.સોની ચમનલાલ ધનજીભાઇ રાણપરાના ધર્મપત્‍ની હંસાબેન (ઉ.વ.૭૩) તે ગો.વા. સંજયભાઇ, જયેશભાઇ, ભરતભાઇ તથા નિતાબેનના માતૃશ્રી તથા (બગથરાવાળા) સ્‍વ. સોની હિરાલાલભાઇ સુંદરભાઇ પાટડીયાના પુત્રી તથાગો.વા.નવનીતભાઇ,ગો.વા.રમેશભાઇના બહેન સદગતનું સોમવાર તા.૨૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બન્નેપક્ષનું બેસણું: તા ૨૬ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧૨ શ્રી વાઘેશ્વરીની વાડી, રામનાથપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

ગીતાબેન નૈનુજી

રાજકોટઃ મુળગામ ગણોદ, હાલ રાજકોટ નિવાસી જગદીશભાઇ પ્રભુદાસ નૈનજીના ધર્મપત્‍ની અને ધવલકુમાર જગદીશભાઇ નૈનુજીના માતુશ્રી ગીતાબેન નૈનુજી (ઉ.વ.૫૧)નું તા.૨૩ સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૭ને શુક્રવાર સાંજે ૫થી ૭ કલાકે ‘રાધાકૃષ્‍ણ' મંદિર અક્ષરનગર મેઇન રોડ, એરપોર્ટ દિવાલ પાસે, ગાંધીગ્રામ, રાજકોટ. ધવલભાઇ-મો. ૯૭૧૪૯ ૦૭૪૧૨

ઇન્‍દિરાબેન તન્‍ના

રાજકોટ : ઇન્‍દિરાબેન મોહનલાલ તન્‍ના તે જયોતિબેન, દીપકભાઇ, જગદીશભાઇના માતુશ્રીનું તા. ર૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ના સાંજે ૪ થી ૬ કલાકે ગાંધીગ્રામ લાખના બંગલા સામે રાજકોટમાં રાખ્‍યું છે.

રામજીભાઇ મોડાસીયા

રાજકોટઃ રામજીભાઇ જુઠાભાઇ મોડાસીયા તે જીવણભાઇ તથા ત્રિકમભાઇના ભાઇ તેમજ ધિરેનભાઇ મોડાસીયાના પિતા તથા જીતુભાઇ, ભાવેશભાઇના કાકા તેમજ ચેતનભાઇ, હાર્દિકભાઇના મોટા બાપાનું અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. ર૬ ગુરૂવારના રોજોજો સાંજે પ થી ૬ અટિકા ધોબી સમાજની વાડી ખાતે રાખેલ છે.

પુષ્‍પાબેન ચૌહાણ

રાજકોટઃ પુષ્‍પાબેન ભાઇજીભાઇ ચૌહાણ (ઉ. વર્ષ ૭ર) તે વિજયભાઇ અને સંજયભાઇના માતૃશ્રીનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ર૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગુણેશ્‍વર મહાદેવ મંદિર, શ્રીનગર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે. (૭.૪૦)

વિઠ્ઠલદાસ (દાસભાઇ)

જુનાગઢ :.. નેશનલ પ્‍લાસ્‍ટિકવાળા વિઠ્ઠલદાસ (દાસભાઇ) લીલાધર ભાઇ રૂપાભીંડા (ઉ.વ.૬ર) તે સ્‍વ. વલ્લભભાઇ સ્‍વ. બટુકભાઇ જગદીશભાઇ અને દિનેશભાઇ ના ભાઇ તેમજ દિવ્‍યેશભાઇ અને પિયુષભાઇના પિતા તેમજ માળીયા હાટીના વાળા સ્‍વ. અમૃતલાલ જમનાદાસ કાનાબારના જમાઇ અને રાજેશભાઇ તથા વિનોદભાઇના બનેવીનું તા. ર૪ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું અને બંને પક્ષની સાદડી તા. ર૬ ગુરૂવારે સાંજે પ થી ૬, સિધ્‍ધનાથ મહાદેવ મંદિર જાંજરડા રોડ જુનાગઢ રાખેલ છે.