Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020
નવાગઢ પટેલ સમાજના શ્રેષ્ડી રામજીભાઇ જાગાણીનું અવસાન

નવાગઢ : પટેલ સમાજના શ્રેષ્ઠી રામજીભાઇ શીવાભાઇ જાગાણી (ઉ.૮૦) નું હૃદયરોગનો હુમલો આવતા અવસાન થતા નવાગઢમાં શોક છવાયો હતો. દુખીયાના બેલીને કાયમ માટે નવાગઢના હોકારા સમા રામજીભાઇ પટેલ ચોકના જાગૃત નાગરીક હતાં. તેઓ તેમની પાછળ વિશાળ પરીવારને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓ કીશોરભાઇ તથા કીરીટભાઇના પિતાશ્રીને સાગરને મેહુલ જાગાણીના દાદા થાય છે. ટેલીફોનીક બેસણુ શનીવારે રાખેલ છે.

જંકશન પ્લોટ સ્થા.જૈન સંઘના પ્રમુખ ભિખુભાઈ ભરવાડા અરિહંત શરણ પામ્યા

રાજકોટઃ મોટા સંઘ સંચાલિત શ્રી જંકશન પ્લોટ સ્થા.જૈન સંઘના સેવાભાવી પ્રમુખ ભિખ્ખુભાઈ ભરવાડા ( ઉં.વ.૬૯ )નું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે તેમ હિતેનભાઈ મહેતાએ જણાવ્યું હતું. ભીખુભાઈએ ઘણા વર્ષો સુધી શ્રી જંકશન પ્લોટ સંઘમાં પ્રશંસનીય સેવા પ્રદાન કરેલ.તેમના સુપુત્ર જયદીપભાઈને પણ સેવાના સંસ્કારોનું બીજારોપણ તેઓએ કરેલું છે.

તેઓ જીવદયા સહિત અનેક સેવાકીય કાર્યોમાં અગ્રેસર હોય છે. જંકશન પ્લોટ યુવક મંડળમાં ચતુર્વિધ સંઘની સેવા માટે પણ ભરવાડા પરિવાર સદા તત્પર હોય છે.

શામળદાસજી દુધરેજીયા

રાજકોટ : શામળદાસજી મોહનદાસજી દુધરેજીયા (ઉ.વ.૭પ) તે સ્વ. રમણિકદાસજી, વિનોદભાઇ, હસમુખભાઇ તથા સ્વ. કાળિદાસભાઇના ભાઇ તેમજ પરાગભાઇ તથા (મો. નં. ૯૮૯૮ર ૮૪૮૦૦), હસમુખભાઇ (મો.નં.૯૭ર૭ર ૮ર૯પ૮) ના પિતાશ્રીનું તા. ૧૬ને બુધવારના અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે.

કુતિયાણાના પાન મસાલાના હોલસેલર વેપારી અગ્રણી ચન્દ્રકાંતભાઇનું અવસાન

કુતિયાણાઃ પાન મસાલાના હોલસેલર અને વેપારી અગ્રણી ચન્દ્રકાંતભાઇ (ચંદુભાઇ) વાસુદેવભાઇ પારવાણીનું ૧૬મીએ અવસાન થયું છે.

સેવાભાવી અને રામધૂન પ્રેમી તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ચન્દ્રકાંતભાઇ મિલનસાર સ્વભાવથી લોકોમાં જાણીતા બન્યા હતા તેઓ સિંધી સમાજના મોભી હતા. સદ્દગતના માનમાં ગાંધી રોડ મેઇન રોડ, સરડિયા રોડ બસ સ્ટેશન રોડ સહિત અન્ય વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને અંજલી અર્પી હતી તેમની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં વેપારીઓ સહિત લોકો જોડાયા હતા.

પુષ્પાબેન ઠાકર

રાજકોટ : પુષ્પાબેન ચંદ્રકાંતભાઇ ઠાકર તે દિલીપભાઇ હિતેષભાઇ, મનિષભાઇ, નિકુંજભાઇ અને જગદિપભાઇ તથા દિવ્યાબેન હેમાબેન, ભાવનાબેનના માતૃશ્રી તા. ૧૬ને બુધવારનાં રોજ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૮ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાસ્કરભાઇ ઘઘડા

રાજકોટઃ મુળ મતવાવાળા હાલ રાજકોટ ભાસ્કરભાઇ ગોરધનભાઇ ઘઘડા (ઉ.વ.પ૪) તે ગોરધનભાઇ ડાયાભાઇ ઘઘડાના પુત્ર તથા સ્વ. લલીતભાઇ અને ભાવનાબેનના મોટાભાઇ તથા મયુરભાઇ અને સમીરભાઇના પિતાશ્રી તેમજ ઝુંડાળાવાળા ગીરધરભાઇ પોપટભાઇ થડેશ્વર, ત્રંબકભાઇ પોપટભાઇ થડેશ્વરના ભાણેજનું તા. ૧પના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ સમીરભાઇ મો. ૯૪૬૦પ પપપ૯૦ ખાતે રાખેલ છે.

ગોંડલના નિવૃત T.D.O. પ્રફુલભાઇ રાચ્છનું અવસાન : કાલે ટેલીફોનીક ઉઠમણું

રાજકોટઃ મુળ જીયાણાવાળા  હાલ રાજકોટ નિવાસી સ્વ લાલજીભાઇ ભુરાભાઇ રાચ્છના પુત્ર પ્રફુલભાઇ (ઉ.૬પ) (નિવૃત ટી.ડી.ઓ. ગોંડલ) તે હસમુખભાઇ તથા પ્રવિણભાઇ રાચ્છ (જિ.પં. કચેરી-રાજકોટ) ના લઘુબંધુ  તથા હિતેષભાઇ, અમિતભાઇ (ઓમ બેટરી) ના કાકા તથા હેતલબેન જતિનભાઇ ચંદારાણા, નિરાલીબેન સંજયભાઇ પોપટ તથા પ્રિયંકાબેનના પિતાજી અને ગોંડલવાસી હિંમતલાલ નાથાલાલ રૂપારેલીયાના જમાઇનું તા. ૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઇ ૯૮૭૯૫  ૯૫૭૧૭, પ્રવિણભાઇ ૮૩૨૦૫ ૦૪૫૦૦, અમિતભાઇ ૯૪૨૬૨ ૫૦૬૭૧ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે મો.૯૯૭૯૫ ૫૪૫૪૫

વિસાવદરના વરિષ્ઠ અગ્રણી ડો. જયંતભાઇ પરીખના ધર્મપત્નિ કુંદનબેનનું નિધન

વિસાવદર : જૂની પેઢીના વરિષ્ઠ અગ્રણી-કેળવણીકાર-લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ-સમાજ શ્રેષ્ઠી ડો. જયંતભાઇ પરીખના ધર્મપત્નિ કુંદનબેન (ઉ.વ.૭૮)નું ભાવનગરમાં અવસાન થયેલ છે. તેઓ ડો. ધીરૂભાઇ પરીખના લઘુબંધુ ડો. જયંતભાઇ પરીખના ધર્મપત્ની, દીપકભાઇ(રાજકોટ), રાજેશભાઇ (ભાવનગર), મેહુલભાઇ (અમેરિકા), ડો. સ્વ. રાહુલભાઇ પરીખ (વિસાવદર) તેમજ વંદનાબેન રાજેશકુમાર તૈલી (રાજકોટ), કલ્પનાબેન મહેશકુમાર વસાણી (ભાવનગર)ના માતુશ્રીનું તા. ૧પના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું ભાવનગર તા. ૧૭ ગુરૂવાર બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (દિપકભાઇ પરીખ મો. ૯૪ર૮૦ પ૦૮૮૦, રાજેશભાઇ પરીખ મો. ૯૮ર૪ર ર૦૧૮પ)

અવસાન નોંધ

રાજુલા કોમી એકતા સમિતિના તરૂણભાઇ જોષીનું અવસાન

રાજુલા : બ્રહ્મસમાજના યુવા આગેવાન અને કોમી એકતા સમિતિના આગેવાન, નાગરિક સહકારી બેંકના કર્મચારી તરૂણભાઇ જોષી (ઉ.વ.પ૪) તે સ્વ. જેન્તીભાઇ ધીરજલાલ જોષી તથા પુષ્પાબેનના પુત્ર અને વિણાબહેનના પતિ, તે હર્ષવર્ધનભાઇ તથા ધૃવના પિતાશ્રી, મનસુખભાઇ ધીરજલાલ જોષી (પૂર્વ મેનેજર નાગરિક સહકારી બેંક-રાજુલા), મુકુંદરાય જોષીના ભત્રીજા અને જયોત્સનાબહેન જીતેન્દ્રકુમાર (મુંબઇ) તથા ક્રિષ્નાબહેન પંકજભાઇ જાની (મુંબઇ)ના ભાઇ અને હિંમતલાલ રેવાશંકર મહેતા (મોટા જાદરા)ના જમાઇનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે.

ફુલછાબના કર્મચારી ધર્મેશ પંડયાના ભાઈનું અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ પિનાકીનભાઈ (એલ.આઈ.સી.ડી. ઓ., અમરેલી), તે જયંતીભાઈ કે.પંડયાના પુત્ર, ધર્મેશભાઈ (ફુલછાબ) અને પંકજભાઈના નાનાભાઈ, માધવના પિતાશ્રી તે અમરેલીવાળા સ્વ.રમેશચંદ્ર ડી.ભટ્ટના જમાઈનું તા.૧૪મીએ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઈ પંડયા મો.૯૮૯૮૦ ૪૨૨૩૪, પંકજભાઈ પંડયા મો.૮૧૬૦૪ ૦૧૧૧૦, માધવ પંડયા મો.૯૪૮૪૬ ૭૯૫૧૦

પ્રવિણસિંહ રાઠોડ

રાજકોટઃ પ્રવિણસિંહ ઉમેદસિંહ રાઠોડ તે પ્રશાંતસિંહના પિતાશ્રી તથા પ્રફુલસિંહ, સ્વ.સુરેશસિંહ, મુકેશસિંહ, રમણીકસિંહના ભાઇનું તા.૧૬ ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

દિલીપભાઇ મહેતા

રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી હાલ રાજકોટ મોઢ વણીક દિલીપભાઇ ગોરધનદાસ મહેતા (મહેતા ઇંગ્લીશ કલાસીસ/ઇન્સ્ટીટયુટ) તે સ્વ.જયોત્સનાબેન દિલીપભાઇ મહેતાના પતિ, સ્વ. આનંદ દિલીપભાઇ મહેતાના પિતા, ચેતાલી આનંદ મહેતા (સૌરાષ્ટ્ર યુનિ. એડમીન ડિપા.)ના સસરા તથા સ્વ.યોગેન્દ્રભાઇ, બદ્રીશભાઇ, શૈલેષભાઇ નટવરલાલ મહેતાના બનેવીનું તા. ૧૩ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. આપનો દિલાશો ટેલીફોન દ્વારા તા.૧૮ શુક્રવારના રોજ સાંજે પ થી ૬  રાખેલ છે. વિભાબેન એસ.મહેતા-૮૦૦૦૯ ૦૪૭૧૩, બદ્રીશભાઇ એન. મહેતા-૯૯રપ૮ ૧૯૯૯૧.

મનસુખલાલ ચારોલા

રાજકોટઃ વાળંદ મનસુખલાલ વનમાળીદાસ ચારોલા (ઉ.૬૬) (નિવૃત અધિકારી એસ.બી.આઇ. રાજકોટ), તે શ્રી કિરીટભાઇ, શ્રી જયંતિભાઇ, શ્રી મહેશભાઇના મોટાભાઇ તથા શ્રી મુકેશભાઇ અને દિનિશાબેનના પિતાશ્રી તથા (ધ્રોલવાળા) જગદીશભાઇ ધામેલીયાના બનેવી તા.૧૬ને બુધવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૧૮ને શુક્રવારના રોજ ટેલિફોનીક બેસણું રાખેલ છે મુકેશભાઇ ૯૦૩૩૪ ૮૧૭૧૮, મહેશભાઇ ૭૦૪૬૬ ર૧૧૭૦

શારદાબેન ભટ્ટ

રાજકોટઃ ચા.મ.મો.બ્રાહ્મણ શારદાબેન મુળશંકરભાઇ ભટ્ટ (ઉ.૮૩) મૂળ ગામ નશિતપરા (રામપર), હાલ રાજકોટ, તે સ્વ. મુળશંકરભાઇ, દેવશંકરભાઇ ભટ્ટના ધર્મપત્ની અને અરવિંદભાઇ ભટ્ટ, હસમુખભાઇ ભટ્ટ, ચંદ્રકાંતભાઇ ભટ્ટ તથા અનસૂયાબેન વિનોદકુમાર જાનીના માતુશ્રી અને દિગ્નેશભાઇ એ.ભટ્ટ, કૌશિકભાઇ એ.ભટ્ટ, દુષ્યંતભાઇ એચ.ભટ્ટના દાદીમાં તેમજ સ્વર્યસ્થ, મણિશંકર ગૌરીશંકર પંડયા અને સ્વ. ઉમિયાશંકર ગૌરીશંકર પંડયા (રાજકોટ) ના બહેનનું તા.૧૬ના રોજ કૈલાશવાસ પામેલ છે.હાલની પરિસ્થિતિ અને કોરોનાની મહામારીને હિસાબે સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું (ટેલીફોનીક) તા૧૮ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઇ એમ.ભટ્ટ (૯૪ર૮ર ૭પપ૩૭, ૯૩૧૩ર ૦પ૩૩૦), હસમુખભાઇ એમ.ભટ્ટ (૮૯૮૦૭ ર૦૦૮૧), ચંદ્રકાંત એમ.ભટ્ટ (૯૪ર૬૪ ર૯ર૦પ), દીગ્નેશ અરવિંદભાઇ ભટ્ટ (૯૮ર૪૮ ૩૦ર૪ર), કૌશિક અરવિંદભાઇ ભટ્ટ, (૮૩ર૦૧ ર૯૪૯૮), અનંતરાય રમણીકલાલ પંડયા (૯૪ર૯૦ ૪૭૮૦૦), અજયભાઇ યુ.પંડયા (૯૭૧ર૪ ૩૪પ૦૦)

અલ્તાફભાઈ ખોખર

રાજકોટઃ નિવાસી મર્હુમ અલ્તાફભાઈ મહંમદભાઈ ખોખર (વાયરમેન) જે અહેમદભાઈ (બોદુભાઈ)ના નાનાભાઈ તેમજ જાકીરભાઈના મોટાભાનું ઈતકાલ તા.૧૬ બધુવારના રોજ થયેલ છે. તેમની જીયારતની તા.૧૮ શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે શહેર જુમ્મા મસ્જીદમાં રાખેલ છે અને ઔરતોની જીયારત તેમના ઘરે રાખેલ છે.

પ્રજ્ઞાબેન પરમાર

રાજકોટઃ પ્રજ્ઞાબેન પ્રતાપભાઈ પરમાર (ઉ.વ.૪૯), તે હસુભાઈ વાલજીભાઈ પરમાર (વાસાવડવાળા) (મો.૯૯૯૮૭ ૬૬૫૨૯)ના પુત્રવધુ, ધનજીભાઈ વી.પરમાર (મો.૯૩૨૮૮ ૯૩૧૮૪)ના ભત્રીજા વહુ, રાજુભાઈ એચ.પરમાર (મો.૯૭૧૨૮ ૮૯૦૮૮)ના નાનાભાઈના ધર્મપત્નિ તથા મહેન્દ્રભાઈ પરમાર (મો.૯૯૯૮૭ ૧૧૮૦૦), પ્રવિણભાઈ પરમાર (સોપારીવાળા) (મો.૭૪૯૦૮ ૫૪૫૮૦)ના ભાભી, ધ્રુવીકભાઈ પરમારના કાકી, હર્ષિત પરમાર (મો.૮૨૦૦૯ ૨૩૧૪૦)ના માતુશ્રી, હર્ષાબેન તથા ક્રિષ્નાબેનના ભાભી, તનિષ પરમાર તથા ધનસ્વી પરમારના ભાભુ, તમન્નાના મામીનું તા.૧૬ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.૧૮ રોજ (મો.૯૯૯૮૭ ૬૬૫૨૯) રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પ્રવિણચંદ્ર મોરઝરીયા

જામનગર : પ્રવિણચંદ્ર પરસોતમભાઇ મોરઝરીયા (ઉ.૭૮) કોર્ટવાળા તે સ્વ. હરિલાલ પી. મોરઝરીયા, (જિ. પં.), સ્વ. કાંતિભાઇ (જિ.પં.) તથા કિશોરભાઇ (અંબર ઇન્ઙ, મો. ૭૦૬૯ર ૧૩ર૦૭) ના ભાઇ તેમજ કલ્પેશભાઇ પી. મોરઝરીયા (કાયનેટીક મેટલ ઇન્ઙ મો. ૮૭૮૦૧ ૪૩પ૬૦), ધરતીબેન એચ. કારિયા (મો. ૮૮૬૬૩ ૩૭૭૧૩) સપનાબેન પી. કોટેચા (મો. ૯૮૯૮ર પપર૬૮) ના પિતાજી તથા અમનના દાદા તા. ૧૬ મીએ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૭ મીએ સાંજે પ થી ૭ રાખેલ છે. 

રમેશભાઇ શિશાંગીયા

રાજકોટ :  ઇંદોર નિવાસી (હાલ રાજકોટ) રમેશભાઇ લખુભાઇ શિશાંગીયા તે સ્વ. વજુભાઇ, અશ્વિનભાઇ ના નાના ભાઇ, તથા  હિતેશભાઇ, સંજયભાઇ, રાજુભાઇના પિતાશ્રી તેમજ વિજયભાઇ, દિપકભાઇના કાકા તથા સ્વ. મનસુખભાઇ રતિભાઇ બગથરીયાના બનેવી તા. ૧૬ ને બુધવારના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્ગત ટેલીફોનિક બેસણું ૧૮ ને શુક્રવારના રોજ રાખેલ છે. મો. ૯૯ર૪૮ ર૬રર૮

ભરતભાઈ આશર

રાજકોટઃ નવગામ ભાટિયા સ્વ.કનૈયાલાલ પ્રાગજી આશર, ગં.સ્વ.શાન્તાબેન કે.આશરના પુત્ર ભરતભાઈ કે.આશર (ઉ.વ.૬૦) તે સ્વ.જેન્તીલાલ કે.આશર, પ્રવિણાબેન સુરેશભાઈ આશરના ભાઈ તેમજ વર્ષાબેન કે.આશરના દિયર, બીનાબેનના પતિ તેમજ મકનદાસ (ગોંડલ) ભગવાનદાસ સંપટના જમાઈ તા.૧૫ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના રોજ રાખેલ છે. મો.૯૨૨૮૨ ૧૭૬૧૯ / ૯૮૨૫૪ ૮૭૩૪૦

કંચનબેન પઢીયાર

રાજકોટઃ જય હિન્દ મેટલ મોલ્ડીગ વર્કસવાળા દિનેશભાઇ માધુભાઇ પઢીયારના ધર્મપત્નિ કંચનબેન પઢીયાર તે ચંદુભાઇ તથા મહેન્દ્રભાઇ તથા સ્વઃ કિશોરભાઇના ભાભી તથા રસિકભાઇ તથા જયેશભાઇ તથા ભરતભાઇનાં માતૃશ્રી તથા પરેશભાઇ, પ્રદીપભાઇ, મિતેશભાઇ, ધર્મેન્દ્રનાં ભાભુ તથા આશિકભાઇ, રાજનભાઇ, કિશનભાઇ, ઋષિરાજ તથા અભિષેકનાં મોટાબાનું તા.૧૬ના બુધવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્નેહીજનો ફોન પર શોક સંદેશો પાઠવી શકશે.

સનતકુમાર પરમાર

રાજકોટઃ સનતકુમાર ભીખાભાઇ પરમાર તે તેજસ પરમારનાં પિતાજી, કમલેશ, રામસિંહભાઇ પરમાર, જયેશ રામસિંહભાઇ પરમારનાં કાકા, હસુભાઇ વિજયસિંહ ચૌહાણનાં બનેવીનું તા.૧૬ના અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.   કમલેશ રામસિંહ પરમાર મો. ૯૪ર૬૭ ૩૭ર૦૬, તેજસ સનતકુમાર પરમાર મો. ૯પ૮૬૬ ૦૦૩૦૩, જયેશ રામસિંહભાઇ પરમાર મો. ૯૪ર૮ર પ૦૭૩૦, હસુભાઇ વિજયસિંહ ચૌહાણ મો. ૯૯૭૯૩ ૯૦૯૦૯ છે.

રમેશચંદ્ર જાની

રાજકોટઃ રમેશચંદ્ર લાભશંકર જાની (ઉ.વ.૬૩) નિવૃત શિક્ષણ ખાતુ, રાજકોટ, ઔદિચ્ય ઝાલાવાડી, હળવદ નિવાસી, તે ચંદ્રીકાબેન જાનીના પતિ, હાર્દિક જાનીના પિતાશ્રી, ગં. સ્વ. કનકબેન લાભશંકર જાનીના દિકરા, રાજેન્દ્રભાઇ જાનીના ભાઇ, કલ્પનાબેન આચાર્ય, કોકીલાબેન રાવલ તથા દર્શનાબેન રાવલના ભાઇ, પ્રભુલાલ ભાનુશંકર ઠાકર તથા જશવંતરાય ભાનુશંકર ઠાકરના બનેવી, ભુપતભાઇ મણીશંકર પાણેરીના વેવાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. દરેક લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભગુભાઇ ચાવડા

રાજકોટઃ (ખાંટ) ચાવડા ભગુભાઇ રૂખડભાઇ (ઉ.વ.૭૪) તે નિર્મળાબેનના પતિ તથા હિરેનભાઇ અને કેતનભાઇ તથા નિલાબેનના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા૧૮ના, ૪ થી ૬ રાખેલ છે.

દયાબેન ચાવડા

રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી સોરઠીયા રાજપૂત સ્વ.શંકરભાઇ છગનભાઇ ચાવડાનાં પુત્ર મુકેશભાઇ હાલ રાજકોટના ધર્મપત્ની દયાબેન મુકેશભાઇ ચાવડા (ઉ.વ.પ૮) તેમજ ભરતભાઇ શંકરભાઇ ચાવડા, સ્વ.સુનિલભાઇ શંકરભાઇ ચાવડાનાં નાનાભાઇનાં પત્ની તેમજ પંકજભાઇ શંકરભાઇ ચાવડાનાં ભાભી તેમજ અશ્વિનભાઇ તેમજ ભાવિકભાઇનાં માતુશ્રી, ભાવેશ, સતિષ, ધર્મેન્દ્ર, વિપુલના કાકી તેમજ  અલ્પેશભાઇનાં મોટા બા તેમજ સોહમનાં દાદીમાંનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, બ્લોક નં.૧૬, અમૃત સરીત સોસાયટી, છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાછળ, રેલનગર, ખાતે રાખલ છે. ફોન અશ્વિન મો. ૯૬૩૮ર ર૧૩રર, ભાવિક મો.  ૭૪૩પ૯૦પ૭૬૯ તથા મો. ૯૬ર૪૦ ૯ર૯ર૧ છે.

મંજુલાબેન રાઠોડ

રાજકોટઃ સ્વ.મંજુલાબેન મોહનભાઇ રાઠોડ તેઓ અશોકભાઇ, જગદીશભાઇ, અશ્વિનભાઇ, સ્વ.મનોજભાઇ, કેતનભાઇના માતુશ્રી તેમજ કમલેશકુમાર સાપરીયાના સાસુ તા.૧૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭મીએ સાંજે ૪ થી ૬, ગુરૂવારે રાખેલ છે. મો. અશોકભાઇ ૯૦૯૯૬ ૯૯૩ર૦, જગદીશભાઇ ૯૮૯૮૧ ૮૦૪૮ર, (ઘર) મો. ૯૭૧૪૭ ૬૧૯રર.

ગીતાબેન વ્યાસ

ધોરાજીઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ગીતાબેન મનહરલાલ વ્યાસ (ઉ.વ.૭૦) તે મનહરલાલ એમ. વ્યાસના ધર્મપત્ની તેમજ સીમાબેન, ભાવિકાબેનના માતુશ્રી અને ધીરૂભાઇ વ્યાસ તથા સ્વ.ગુણવંતીબેન ભટ્ટ - (અમરેલી) તથા સ્વ.શારદાબેન રાવલ (વંથલી) તથા રમાબેન રાવલ (જુનાગઢ) તથા દમુબેન જોષી (જુનાગઢ)ના ભાભી તેમજ સ્વ.ડો.વસંતરાય કે. શુકલ (કાલાવડ)નાં પુત્રીનું તા.૧પના રોજ મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૮ શુક્રવારના રોજ સાંજના સમયે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ લાઠીગરા

રાજકોટઃ સોની ચંદ્રકાંત હરીદાસ લાઠીગરા (ઉ.વ.૭૩) તે વિપુલભાઇ, દીપાબેન, ઇલાબેન, પ્રીતીબેનના પિતાશ્રી તથા સુરેશભાઇ, રાજુભાઇ, મુકેશભાઇ તથા બીપીનભાઇના મોટાભાઇ તે સ્વ.જીવનદાસ ઝવેરચંદ રાજપરા ઇંદોરના જમાઇ તા.૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.  વિપુલભાઇ મો. ૯૪૦૮૪ ૮૮૭૦પ તથા સુરેશભાઇ મો. ૯૬૦૧૬ ૯૬૭પ૦, રાજુભાઇ મો. ૯૮૭૯૦ ૭૪૬૧૬ તથા મુકેશભાઇ મો. ૯૭ર૪પ રપ૯૯૭, બીપીનભાઇ મો. ૯૮૭૯૪ ૮૮૦પ૮ છે.

ગોરધનભાઇ મહેતા

ચલાલાઃ ચલાલા નિવાસી મુળ ગોરધનભાઇ માવજીભાઇ મહેતા (ઉ.વ.૧૦૧) જેઓ કનુભાઇ, ગૌરીશંકરભાઇ ભરતભાઇ, શારદાબેન અને કંચનબેનના પિતાશ્રી તથા હિમાંશુભાઇ કે. મહેતા, દર્શીતભાઇ જી. મહેતા અને શાશ્વત બી. મહેતાના દાદા તા.૧પ ને મંગળવારના રોજ કૈલાસવાસી થયેલ છે.  જ્ઞાતિબંધુ સગાવહાલા - મિત્રમંડળને ટેલીફોનીક દિલાસો પાઠવવા વિનંતી.

અનસુયાબેન સિંધવા

કાલાવડઃ મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ કાલાવડ વાળા અનસુયાબેન અશોકભાઇ સિંધવા તે સ્વ.અશોકભાઇ ડાયાલાલ સિંધવાના પત્ની તથા પુનિતભાઇ નેહલબેન રેનાબેનના માતુશ્રી તથા નરોતમભાઇ અરવિંદભાઇ પ્રવીણભાઇ સ્વ.હરેશભાઇ સ્વ.નવીનભાઇના બેનશ્રીનું તા.૧પના ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ ૪ થી૬ રાખેલ છે.

વિભૂતીબેન બુધ્ધદેવ

રાજકોટ : સ્વ. ઠા. હેમરાજભાઇ ઓધવજીભાઇ બુધ્ધદેવના પૌત્રવધુ તે હસમુખલાલ હેમરાજભાઇના પુત્રવધુ કીર્તિભાઇના પત્ની વિભૂતીબેન (કુંજલબેન) (ઉ.વ.પપ) તે કૈલેશભાઇ, અમીતભાઇના ભાભી તે જય તથા શ્રેયના માતુશ્રી તે જે ભકત શ્રી દવારામ ત્રિકમજીની જગ્યાના ગાદીપતિ સ્વ. કનુભાઇ મોહનલાલ બથીયા (ભગત) ભાણવડના દિકરીનું તા. ૧પ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૭-ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિર્તીભાઇ મો. ૯૪૦૮૭ પ૧ર૦૧, જયભાઇ મો. ૯૪૦૮પ ૮૮રર૮, શ્રેય મો. ૯૪ર૭૭ ૭૦૮૮૦

લાખાભાઇ હેરભા

ધોરાજી : છોડવાવદર નિવાસી લાખાભાઇ હેરભા (ઉ.૯૮) તે સ્વ. રામજીભાઇ, ભગવાનજીભાઇ, હીરાભાઇ ભીમાભાઇ અને અરજણભાઇના પિતાજીનું તા. ૧૬ બુધવારના રોજ અવસાન થયું છે. સદ્ગતની ઉત્તરક્રિયા છોડવાવદર મુકામે તા. ૧૯  ના રોજ રાખેલ છે.

મુકતાબેન

રાજકોટઃ સોની સ્વ.કાંતિલાલ અમૃતલાલ ફીચડીયાના ધર્મપત્ની (પડધરીવાળા) મુકતાબેન (ઉ.વ.૮૨) તા.૧૬ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.છોટાલાલ, લલિતભાઈ, સ્વ.હર્ષદભાઈ તેમજ નવનીતભાઈના ભાભી તેમજ યોગેશભાઈ, જગદિશભાઈ, હિનાબેન, વીણાબેનના માતુશ્રી તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવાર સમય ૪:૩૦ થી ૬ યોગેશભાઈ મો.૯૩૨૭૬ ૯૧૨૪૫

શશીકાન્તભાઈ જોશી

રાજકોટઃ અમરનગર (જેતપુર) નિવાસી સ્વ.વસુદેવ મયાશંકર જોશીના નાના પુત્ર શશીકાન્તભાઈ (ઉ.વ.૬૦) તે પ્રવિણભાઈ (મુખ્યાજી- કોડીનાર), મંજુલાબેન હસમુખરાય ભટ્ટ (રાજકોટ), મનોજભાઈ (નવસારી), દિનેશભાઈ (અમરનગર), લલીતભાઈ (રાજકોટ)ના ભાઈનું તા.૧૬ના રોજ જામનગર મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભરતભાઈ રત્નેશ્વર

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી ભરતભાઈ નટવરલાલ રત્નેશ્વર (ઉ.વ.૬૬) (રિટા.ફેડરલ બેંક) તે ચંદ્રિકાબેન રત્નેશ્વરના પતિ, શશીભાઈ, દિનેશભાઈ, સુરેશભાઈના નાનાભાઈ અને ચાર્મીસબેન મણીયારના પિતા તથા ડો.તેજસભાઈ રત્નેશ્વર, ભાવેશભાઈ, વિશાલભાઈના કાકાનું તા.૧૬ના રોજ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.૧૮ના શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. ડો.તેજસ રત્નેશ્વર (મો.૯૮૨૪૮ ૫૦૦૪૯), ચાર્મિસ મણીયાર (મો.૯૪૨૮૨ ૭૮૪૪૩), ભાવેશ રત્નેશ્વર (મો.૭૮૭૮૭ ૧૮૮૧૮), વિશાલભાઈ રત્નેશ્વર (મો.૯૯૯૮૨ ૭૮૫૪૮)

કુંદનબેન મહેતા

રાજકોટઃ લંડન નિવાસી અ.સૌ.કુંદનબેન બચુલાલ મહેતા (ઉ.વ.૭૬) તે સ્વ.ચુનીલાલ લક્ષ્મીચંદ મહેતાના પુત્રવધુ, બચુલાલ ચુનીલાલ મહેતાના ધર્મપત્નિ, તે સ્વ.દયાબેન મનહરલાલ કાગદીના પુત્રી તથા સ્વ.લલીતભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.બળવંતભાઈ, નિતીનભાઈ કાગદી, સ્વ.ભારતીબેન નિધીનભાઈ ઝવેરી, ચારૂબેન જયેન્દ્રભાઈ સંઘવી તથા ભારતીબેન જીતેન્દ્રભાઈ વોરાના બેન તા.૧૬ બુધવારના અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

બાબુલાલ ચાંપાનેરી

રાજકોટઃ બાબુલાલ ચુનીલાલ ચાંપાનેરી (ઉ.વ.૮૫) તે સ્વ.રમણીકલાલના નાનાભાઈ તથા જયંતિલાલના મોટાભાઈ તથા અશ્વિનભાઈ, રાજુભાઈ, પરેશભાઈ, નીતાબેન રમેશકુમાર પાટડીયા (રાજકોટ)ના પિતાશ્રી તથા ચિરાગ, સ્વેતા, પાર્થ, મીથીલેશ, ક્રિષ્ના, વિશાલ, સ્નેહલના દાદાશ્રી તથા સ્વ.ચુનિલાલ ચત્રભુજ રાણપરા (મોટા દહીસરા)ના જમાઈ તે સ્વ.અમૃતલાલ ચુનીલાલ રાણપરા, સ્વ.હરીલાલ ચુનીલાલ, સ્વ.મનસુખલાલ ચુનીલાલ રાણપરાના બનેવી તા.૧૪ સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ટેલીફોનિક બેસણું તા.૧૭ ગુરૂવાર સવારે ૧૦:૩૦ થી ૧૨ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અશ્વિનભાઈ મો.૯૯૦૪૯ ૫૫૦૩૯, રાજુભાઈ મો.૮૦૦૦૧ ૫૫૮૮૦, પરેશભાઈ મો.૯૬૬૨૮ ૬૬૬૯૦

ગોદાવરીબેન ઓઘવિયા

મોરબીઃગોદાવરીબેન રતિલાલભાઈ ઓઘવિયા તે રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવીયાના પત્ની તેમજ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતા તથા ચંદ્રેશ ઓધવીયા (પત્રકાર) ના દાદીમાંનું દુખદ અવસાન થયેલ છે હાલની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક ક્રિયા રાખેલ નથી ટેલીફોનીક બેસણું જ રાખેલ છે.

રતિલાલભાઇ ઓઘવિયા

મોરબીઃરતિલાલભાઈ હંસરાજભાઈ ઓદ્યવિયા તેઓ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના પિતા તથા ચંદ્રેશ ઓધવીયા (પત્રકાર)ના દાદાનું અવસાન થયેલ છે હાલની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક ક્રિયા રાખેલ નથી ફકત ટેલીફોનીક બેસણું જ રાખેલ છે.

ડો.કુસુમબેન આચાર્ય

મોરબી : ડો. કુસુમબેન પ્રફુલચંદ્ર આચાર્ય તે ડો. પ્રફુલચંદ્ર વી આચાર્યના પત્ની તેમજ પુષ્પકભાઈ, માનસીબેન અને રચનાબેનના માતાનું તા. ૧૬ના રોજ અવસાન થયું છે હાલના સંજોગોને ધ્યાને લઈને ટેલીફોનીક બેસણું તા. ૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હરગોવિંદભાઇ માલવીયા

ગોંડલઃ શ્રી દશા સોરઠીયા વણિક છાડવાવાદરવાળા (હાલ ગોંડલ )નિવાસી સ્વ ગુલાબચંદ ગિરધરલાલના પુત્ર હરગોવિંદભાઈ (ઉ.વ ૭૫) કે જેઓ દમયંતિબેન માલવીયાના પતિ તેમજ ભાઈ ચંદભાઈ, છોટાલાલભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ જસવંતભાઈના ભાઇ તેમજ નિર્મળાબેન પ્રભુદાસ વજીર,સ્વ મધુબેન રમણિકભાઈ વખારીયાના ભાઈ તથા વજુભાઇ સ્વ પોપટભાઈ માલવીયા ના ભત્રીજા ત્થા સ્વ હરકિશનભાઈ સ્વ નગીનભાઈ પાનચંદભાઈ ધોળકીયાના ભાણેજતેમજ નગીનભાઈ, ભુપતભાઇ,અનિલભાઈ તથા મુકેશભાઈ સાંગાણીના બનેવી તેમજ હરિશકુમાર, લલિતકુમારના સાઢુભાઈ તા.૧૪ના અવસાન થયું છે. લોકિક ક્રિયા બંધ રાખેલ છે.ટેલીફોનિક બેસણું તા.૧૭ને ગુરૂવારે  સાંજે ૪ થી ૬ મો. ૭૯૯૦૯ ૦૧૯૫૮,૯૪૨૮૭ ૮૯૨૨૬, ૯૪૨૯૦ ૪૭૯૯૮ ઉપર રાખેલ છે.

અશ્વિનભાઇ હિરપરા

ગોંડલઃ અશ્વિનભાઈ નાગજીભાઈ હિરપરા (ઉ.વ.૪૮)તે જયંતિભાઈ ઓધવજીભાઈ હિરપરા ના કાકા દિનેશભાઇ, હરેશભાઇના ભાઈ તથા નિશાંતના પિતાનું તા.૧૫ને બુધવારના રોજ અવસાન થયેલ છે, તેમનું ટેલિફોનિક બેસણું તા.૧૯ ને શુક્રવાર ના રોજ સાંજે ૪ થી ૬ (મોં.૭૨૦૨૮ ૫૫૬૫૨ - ૯૧૦૬૨ ૧૪૫૩૫) રાખેલ છે.

ગોરધનદાસ નિરંજની

ગોંડલઃગોંડલના રવિ રાંદલ માતા મંદિર ના મહંત શ્રી ગોરધનદાસ મોહનદાસ નિરંજની (ઉ.વ.૬૨) તે કૌશિકભાઈ તથા હિતેષભાઇના પિતાશ્રી તથા અર્જુન , યશ , અંકિતના દાદાનું તા.૧૬ ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૧૮ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાંદલ માતા મંદિર ન્યૂ માર્કેટ યાર્ડ સામે ધરતી ઓઇલ મિલ પાસે રાખેલ છે.