Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021
અવસાન નોંધ

હિરેનભાઇ અગ્રાવત

પોરબંદર : હિરેનભાઇ અગ્રાવત (ઉ.વ.૩૩) તે પ્રભુદાસ ભાણજીભાઇ અગ્રાવત (ખાંભોદરવાળા)નાં પુત્ર તથા જેઠાલાલભાઇ, દ્વારકાદાસભાઇ અને મુકુંદભાઇના ભત્રીજા તથા હેતલબેન હાદિૃકભાઇ વૈષ્ણવ (અમદાવાદ)નાં ભાઇનું તા.૧૩ના બુધવારના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણુ તા.૧૬ને શનિવારે બપોરે ૪ થીપ તેમના નિવાસસ્થાને, નવા ફુવારા સર્કલ યુનિયન બેંકની બાજુમાં રાખેલ છે. (ફોન મો.૯૪ર૭૧ ૦૪૮૧૪)

રમણીકલાલ કકકડ

મોરબી : સ્વ. ધનજીભાઇ દેવચંદભાઇ કકકડના પુત્ર રમણીકલાલ (ઉ.વ.૭ર) તે રાજકોટ નિવાસી સ્વ. દેવકરણ ધરમશીભાઇ પોપટનાજમાઇ તેમજ દુર્લભજીભાઇ, પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, સ્વ. પ્રફુલભાઇ, રસીલાબેન અને ઉષાબેનના મોટાભાઇ તથા રીન્કુભાઇ, તેજસભાઇ, નિતાબેન, અવનીબેન અને પુનમબેનના પિતાશ્રી તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી પ રામેશ્વર મહાદેવમંદિર, ગુ.હા. બોર્ડ સામાકાંઠે મોરબી-ર (મો.૯૮રપ૯ ૧૩૪પ૬, ૬૩પ૩૭ પ૬૧૬૮) રાખેલ છે.

નિર્મળાબેન ટાંક

રાજકોટઃ નિર્મળાબેન મનસુખભાઇ ટાંક તે સ્વ. નટુભાઇ તથા રમેશભાઇના ભાભી તેમજ સ્વ. મનસુખલાલ નારણભાઇ વેગડ, આર્કિટેકટ, ગીરધરભાઇ, સ્વ. ભરતભાઇ તથા ધીરજલાલભાઇના બહેન તેમજ શૈલેષભાઇ, હિતેષભાઇ, દર્ર્શનાબેન તથા વર્ષાબેનના માતુશ્રી તા.૧૪ના અક્ષર નિવાસી થયા છે. તેમનું બેસણું તા.૧૬ના  ૪:૩૦ થી ૬:૩૦ ભવનાથ મહાદેવ આનંદનગર રાજકોટ ખાતે રાખેલ છે. શૈલેષભાઇ ૬૩૫૨૬ ૬૮૪૫૩, હિતેષભાઇ ૯૯૨૫૦ ૨૧૦૮૫

રાધેશ્યામભાઇ દવે

રાજકોટઃ ચા.મ મોઢ બ્રાહમણ મુળ હરીપર કેરાળા હાલ રાજકોટ નિવાસી વાઘેશ્વરી મંદીરવાળા સ્વ. હેમશંકરભાઇ કાનજીભાઇ દવેના જયેષ્ઠ પુત્ર શાસ્ત્રી રાધેશ્યામભાઇ દવે  તે શાસ્ત્રી  રમાકાન્તભાઇ દવે (મો. ૮૪૬૯૯ ૮૩૭૩૭), સ્વ. પ્રવીણચંદ્રભાઇ દવેના મોટાભાઇ, હિરેનભાઇ દવે શાસ્ત્રી(મો. ૯૪ર૬ર ૫૮૬ર૭)ના પિતાશ્રી તથા શાસ્ત્રી જીજ્ઞેશભાઇ દવે (મો. ૯૮ર૪૩ ૬૪૧૧૧) શાસ્ત્રી મોહીતભાઇ દવે (મો. ૭૦૪૧૦ ૪૯૫૮૪), નિકુંજભાઇ દવે (મો. ૯૦૩૩૮ ૩૪૦૩૫) ના ભાઇજી તથા જામવણથલી વાળા હાલ જામનગર નિવાસી  સ્વ. મનસુખલાલભાઇ પ્રભાશંકરભાઇ દવેના જમાઇ તેમજ ડો. ભાસ્કરભાઇ દવે (મો. ૬૩પર૯ ૦૮૬૮૬) તથા મનોજભાઇ દવે (મો. ૯૮ર૪૮ ૪૯૮૭૮) ના બનેવીનું તા.૧૪  ને ગુરૂવારે  અવસાન થયેલ છે. જેનું બન્ને પક્ષનુ ટેલીફોનીક બેસણું તા.૧૬ ને શનીવારે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

તખ્તસિંહ ચૌહાણ

રાજકોટઃ તખ્તસિંહ નાગજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૧) તે હિરેન્દ્રસિંહ, જલ્પાબેન, ઉર્વશીબેનના પિતાશ્રી તથા ચંદ્રકાન્તભાઈના મોટાભાઈ તથા જેન્તીભાઈ જેશીંગભાઈ ચૌહાણના કાકાનું તા.૧૩ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે, સ્થળ- શ્રી લક્ષ્મણ ટાઉનશીપ, ફલેટ નં.એફ-૧૧૪, સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ, જીવરાજ પાર્ક, રાજકોટ, મો.૭૮૭૮૪ ૭૮૮૬૫, મો.૮૮૬૬૬ ૦૩૮૨૯

કાંતાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. કનકરાય વિશ્વનાથ ત્રિવેદીના ધર્મપત્નિ કાંતાબેન કનકરાય ત્રિવેદી (ઉ.વ.૮૦) તે ઇલાબેન અને અંજુબેનના માતુશ્રી અશોકભાઇ ભટ્ટ ધનંજયભાઇ ઉપાધ્યાયના સાસુ તેમજ સ્વ. ગુણવંતરાય સ્વ. બળવંતરાય, સ્વ. કિશોરભાઇના ભાભી તેમજ પ્રાણલાલભાઇ (નાથુભાઇ),  છગનભાઇ, ગણપતભાઇના બેનનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષનું બેસણું તા.૧૬ના શનિવારે સાંજે ૫ થી ૬ સાથે રાખેલ છે. સ્થળઃ કારેશ્વર મહાદેવ મંદિર ચંદન પાર્ક ગુ.હા.સ.ચા. મોઢબ્રાહ્મણવાડીની રૈયા ચોકડી રોડ રાજકોટ મો.૯૯૨૫૫ ૨૮૯૧૧, ૯૪૨૯૨ ૪૭૯૦૫ 

ડો. પ્રતિમાબેન શાહ

રાજકોટઃ ડો. પ્રતિમાબેન બ્રિજરત્નદાસ શાહ (સીનીયર ગાયનેકોલોજીસ્ટ) (ઉ.વ.૭૬) તે સ્વ. સુબોધભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. અશોકભાઇના બહેન તથા નીલભાઇ (વ્રજ લેબ મોરબી), સિધ્ધાર્થભાઇ તથા રાહુલભાઇ (મુંબઇ) અને નેહાબેન દોશી, નિપાબેન પટેલ તથા નિરાલીબેન શાહના ફૈબા તા.૧૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.