News of Monday, 25th June 2018
મહિલા ભાજપ પ્રમુખ નયનાબેન વિનોદભાઇ પેઢડીયાના સાસુનું નિધનઃ આજે સાંજે બેસણું: ગુરૂવારે શાંતિ હવન

રાજકોટ : જયાબેન બાબુભાઇ પેઢડીયા (ઉ.૬૮) તે સ્વ. બાબુભાઇના ધર્મપત્ની, તથા અલ્પાબેન અને નયનાબેન પેઢડીયા આચાર્ય ચાણકય વિદ્યાલય અને રાજકોટ નગર પ્રા. શિક્ષણ સમિતિ પૂ. સદસ્ય, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મો. ૯૪ર૮ર ૩૩૧ર૬ ના સાસુમાં તથા અશોકભાઇ પેઢડીયા રાજ સાયકલ અને ઓટો સર્વિસ અને વિનોદભાઇ પેઢડીયા, મો. ૯૪ર૬૮ ૪૪૦૭૪ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રણછોડનગર સંપર્ક પ્રમુખના  માતુશ્રી, અને ધારાબેન, ધૈર્યભાઇ, ભાર્ગવભાઇ, હર્ષભાઇના દાદીમાં શનીવાર તા. ર૩ ના રોજ વૈંકુઠવાસ પામેલ છે. તેમનું બેસણું તા.રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ સુધી રણછોડનગર કોમ્યુનીટી હોલ, કડવા ભનું રોડ, (પીપળા વાળો રોડ) કુવાડવા રોડ પાસે, રાજકોટ ખાતે તેમજ તા. ર૮ ને ગુરૂવાર સવારે ૮ કલાકે શાંતિ હવન રાખેલ છે. સ્થળ વિશ્વકર્મા લુહાર જ્ઞાતીની વાડી ૧૦/૧૪ રણછોડનગર સોસાયટી, ૧પ નંબર સંકુલ પાસે, સરસ્વતી શીશુ મંદિર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ભાવેશભાઇ વ્યાસનું અવસાન-ચક્ષુદાનઃ સાંજે ધુમકેતુ હોલમાં બેસણું

રાજકોટ : સોૈરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ કરિયાણા, તા. બાબારાનાં સ્વ. લક્ષ્મીશંકરભાઇ હિરજીભાઇ વ્યાસના પુત્ર ભાવેશભાઇ વ્યાસ તે વિનોદરાય એલ. વ્યાસના લઘુબંધુ તથા દિનીબેન વ્યાસના દિયરનું તા. ૨૦નાં રોજ અવસાન થયેલ છે. બેસણું આજે તા. ૨૫ ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે ધુમકેતુ હોલ, રોયલ પાર્ક શેરી નં. ૪ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધોરાજી બારોટ સમાજના અગ્રણી ચંદુભાઈ બારોટનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણું

ધોરાજીઃ. બારોટ ચંદુભાઈ ખીમજીભાઈ (ઉ.વ.૭૨) તે નયનભાઈ ચંદુભાઈ બારોટ, હિતેશભાઈ ચંદુભાઈ બારોટના પિતાશ્રી તેમજ ચિરાગભાઈ તથા કરણના દાદાનું તા. ૨૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૨૮-૬-૨૦૧૮ અને ગુરૂવારના રોજ જૂનાગઢ રોડ સ્વામીનારાયણ મંદિર (બીએપીએસ) મંદિરે ૪ થી ૬ સાંજે રાખેલ છે.

દિવાળીબેન ડોબરીયા

વિસાવદર : લેઉવા પટેલ સ્વ. શ્રી દિવાળીબેન મનજીભાઇ ડોબરીયા (ઉ.વ.૮૫) તે સ્વ. શ્રી મનજીભાઇ કડવાભાઇ ડોબરીયાના ધર્મપત્ની અને પ્રો.ડો. રતિલાલ મનજીભાઇ ડોબરીયા (સ્વ.શ્રી એમ.જે. કુંડલીયા મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ-રાજકોટ) તથા વૃજલાલ મનજીભાઇ ડોબરીયા, રમેશભાઇ મનજીભાઇ ડોબરીયા અને કિશોરભાઇ મનજીભાઇ ડોબરીયા-વિસાવદરના માતુશ્રી જેઠ સુદ બારસ તા. ૨૪-૦૬-૨૦૧૮ ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.સદ્દગતનું બેસણું તા. ૨૮-૦૬-૧૮, ગુરૂવાર જેઠ સુદ એકમ ના રોજ વિસાવદર ખાતે ડોબરીયા પ્લોટ વિસ્તારાં આવેલ ગાયત્રીમંદિર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હંસરાજભાઇ ચૌહાણ

મોરબી તા.૨૪: મ.ક.સ.સુ. જ્ઞાતિના  હંસરાજભાઇ કુંવરજીભાઇ ચૌહાણ (ઉ.વ.૮૨) મિતેષભાઇના પિતા તેમજ વિજયભાઇ (સિકવેરા ટ્રેઇલર) ના કાકા તેમજ અજયભાઇ ચૌહાણના ભાઇજીનું તા.૨૪ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.૨પ ને સોમવારે સાંજે ૦પ થી પઃ૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

ઝિયારત શરીફ

રાજકોટઃ. વાસાવડવાળા મો. હારૂનમીંયા હાજી સિદિકમીંયા શેખ નૂરી, રઝવી તે ઈકબાલભાઈ, અ. રઝઝાકભાઈ, ફારૂકભાઈ તથા રફીકભાઈના ભાઈ તથા હામિદ રઝા (આફ્રિકા) અને રઈશ અહેમદના પિતાજી તા. ૨૪ના વફાત થયા છે. તેમની ઝિયારત તા. ૨૬ના કાલે સવારે ૧૦ વાગ્યે ઉસ્માનીયા મસ્જીદ (બજરંગવાડી) ખાતે તથા મહિલાઓ માટે નિવાસ સ્થાન મોચીનગર-૧, ગુજરાત બેકરીની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશભાઇ વિષ્ણુસ્વામી

લોધીકાઃ નીકાવા નિવાસી હાલ મેટોડા, સુરેશભાઇ અમરદાસ વિષ્ણુસ્વામી તે શૈલેષભાઇ તથા હસમુખભાઇના ભાઇ તથા કૃણાલ તથા કૌશિકના પિતાશ્રી તા.ર૧ના રામચરણ પામેલ છે.

બંસીલાલભાઇ ભટ્ટ

રાજકોટઃ વિસનગરા નાગર બંસીલાલ વૃજલાલ ભટ્ટ (સિંચાઇ વિભાગ) (નિવૃત) (ઉ.વ.૮૧) તે સ્વ.ભાવેશભાઇ ભટ્ટ તથા જાગૃતીબેન પ્રિતીબેનના પિતાશ્રી તે પાર્થભાઇ ભટ્ટ (પંજાબ નેશનલ બેંક)ના દાદાનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, બ્રાહ્મણ વાડી, ૯-ગોપાલનગર, ડો.રાજાણીના દવાખાના પાસે, રાખેલ છે.

મનહરલાલ કુબાવત

મોરબીઃ શકતશનાળા નિવાસી સ્વ. વલ્લભદાસ જેકૃષ્ણદાસજી કુબાવતનાં જયેષ્ઠ પુત્ર મનહરલાલ કુબાવત (લેખક) તે શ્રી ઇશ્વરભાઇનાં મોટાભાઇ તથા હિરેનભાઇ અને ધર્મેશભાઇનાં પિતાનું તા.ર૩ને શનિવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રપને સોમવારે સાંજના ૪ થી ૬ શ્રી રામજી મંદિર માધાપર મોરબી મુકામે રાખેલ છે.

જીતેશભાઇ ગોહેલ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિના જીતેશભાઇ (ઉ.વ.૪૯) તે જગદીશભાઇ રમણીકલાલ ગોહેલના નાના ભાઇ, ગૌરવના પિતાશ્રી, અજયભાઇના કાકા તથા અનિલભાઇ જીવરાજભાઇ ચૌહાણ (સદર બજાર વાળા)ના જમાઇનું તા.ર૩મીએ અવસાન થયું છે. બેસણું આજે તા.રપમીને સોમવારે સાંજે ૪ થી ૬, દરજી જ્ઞાતિની વાડી, કમળ ગંગા, ર૪,વિજય પ્લોટ, ગોંડલ રોડ, ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

ઉર્મીલાબેન વસાણી

રાજકોટઃ સ્વ.ભોગીલાલ મોહનલાલ વસાણી (ધરાઇ વાળા)ના પત્ની ઉર્મીલાબેન (ઉ.વ.૮૬) તે સંજયભાઇના માતુશ્રી તથા રવિભાઇના દાદીમાં અનસુયાબેન તથા ઇલાબેનના માતુશ્રીનું તા.ર૪ના રોજ અવસાન થથયું છે. તેઓ બાબુલાલ જીવરાજભાઇ વણઝારાના બહેનનું ઉઠમણું તા.રપને સોમવારે રામ મંદિર, રામનગર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શામજીભાઇ કાચા

રાજકોટઃ કડિયા જ્ઞાતિના (શ્રીનાથગઢ વાળા) શામજીભાઇ દેવજીભાઇ કાચા (ઉ.વ.૯ર) તે વિઠ્ઠલભાઇ, મનસુખભાઇ અને જગદિશભાઇના પિતાશ્રીનું તા.ર૪ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.ર૮ને ગુરૂવારે ૪ થી ૬ મિલન હોલ ૮૦ ફુટ રોડ નહેરૂનગર ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ચુડાસમા

રાજકોટઃ ધોબી પ્રવિણભાઇ દેવજીભાઇ ચુડાસમા તેઓ સ્વ. દેવજીભાઇ દામજીભાઇ ચુડાસમાના મોટા દિકરા તથા સ્વ.ગોવિંદભાઇ તથા સ્વ. મોહનભાઇ તેમજ જીવાભાઇ, કરશનભાઇના ભત્રીજા થાય તથા મિતેશભાઇ, સાગરભાઇના પિતાશ્રી તેમજ પ્રકાશભાઇ અને ચુનીલાલના મોટાભાઇનું તા.રરના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું સોમવાર તા.રપના સાંજે પ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ, સાધુ વાસવાણી રોડ, જનકપુરી, ગંગોત્રી ડેરીની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે. (૧૧.ર)

કિશોરભાઇ મારૂ

ગોંડલઃ ગુર્જર ક્ષત્રિય કડિયા કિશોરભાઇ દેવરાજભાઇ મારૂ (ઉ.વ.૬૦) તે સ્વ. દેવાભાઇ માધવજીભાઇ મારૂના પુત્ર, નિમુબેન દિલીપભાઇ ટાંકના ભાઇ તથા ભરતભાઇ ડી મારૂ ના મોટાભાઇનું તા. ૨૨ ના અવસાન થયેલ છે, બેસણું તા. ૨૫ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ભગવતપરા-૯, ગોંડલ ખાતે રાખેલ છે.

વિજયાબા લાલુભા વાળા

ધોરાજીઃ સ્વ. વિજયાબા લાલુભા વાળા (ઉ.વ. ૭૮) તે નિરૂભા વાળા (એ.એસ.આઈ.-ધોરાજી), નરેન્દ્રસિંહ અને અશોકસિંહના માતુશ્રી તથા પ્રતિપાલસિંહ વાળા (પોલીસ કોન્સ્ટેબલ), સત્યપાલસિંહ અને અભયસિંહના દાદીમાનું તા. ૨૩-૬-૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ગોપેશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી,   શેરી  નં. ૩   જેતપુર   ખાતે  રાખેલ છે.

મીનાબેન સાયાણી

જામખંભાળીયાઃ સ્વ. મોહનલાલ મથુરાદાસ સાયાણી (સલાયાવાળા)ના પુત્રવધુ મીનાબેન પ્રદિપભાઈ સાયાણી (ઉ.વ. ૫૦) તે મનોજભાઈ, વિમલભાઈ, મયુરભાઈ, રૂપેનભાઈ અને જીજ્ઞેશભાઈ (જીજ્ઞેશકુમાર એન્ડ કંપની-ખંભાળીયા)ના ભાભી તેમજ સ્વીટીબેન અને બંસીબેનના માતુશ્રી તથા જયકુમાર ચંદુલાલ ધોકાઈ (દ્વારકા)ના સાસુ તેમજ છોટાલાલ દુર્લભજી સોઢા (રાજકોટ)ના સુપુત્રી તા. ૨૪મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૫મીના રોજ સાંજે ૪ થી ૪.૩૦ સુધી ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખેલ છે.

 દિનેશભાઇ રાઠોડ

રાજકોટઃ સ્વ. ગોવિંદજી ચત્રભુજભાઇ રાઠોડના પુત્ર દિનેશભાઇ (કાનો) તે સ્વ. સુરેશભાઇ, સતીસભાઇ તથા નિર્મળાબેન ચંદુલાલ પીઠડીયાના ભાઇ તા.૨૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ સાંજે ૫ થી ૬ ગંગેશ્વર મહાદેવનું મંદીર ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

લાભુબેન ગોહેલ

રાજકોટઃ ઢોલરાવાળા હાલ રાજકોટ સ્વ. મગનભાઇ જીવરાજભાઇ ગોહેલના ધર્મપત્નિ તથા મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, કિશોરભાઇ, મુકેશભાઇ તથા પરેશભાઇના માતૃશ્રી લાભુબેન મગનભાઇ ગોહેલનું તા.૨૪ને રવિવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ને ગુરુવારના રોજ સોરઠીયા દરજીની વાડી ગુંદાવાડી દરજી મંદીરે સાંજે ૪ થી ૬ ખાતે રાખેલ છે.

  • ભાવનગર જિલ્લાનાં 9 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા કલેક્ટરની દરેક અધીકારીઓને સૂચના access_time 12:59 am IST

  • તેલંગણા અને મધ્યપ્રદેશમાં રવિવારે થયેલા બે રોડ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગયા. 19 લોકો ઘાયલ છે. તેલંગણામાં એક બાઇકને બચાવવામાં ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં પડી ગઈ. તેમાં 13 મહિલાઓના મોત થઇ ગયા, 17 ઘાયલ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ઇંદોરથી આવી રહેલી એક કાર ટ્રક સાથે અથડાઇ ગઇ, જેમાં 2 બાળકો સહિત 4 લોકોનાં મોત થઈ ગયા. બે ઘાયલ છે. access_time 12:18 am IST

  • રાજકોટમાં વિશ્વ યોગ દિને ચાલુ યોગ દરમિયાન મઝાક-મસ્તી કરતાં ગ્રામ રક્ષક દળના 16 જવાનોને સસ્પેન્ડ કરતાં ઇન્ચાર્જ પોલીસ વડા access_time 12:58 am IST