એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th January 2018

યુ.કે. માં શિક્ષણ માટે શ્રેષ્‍ઠ ગણાતી લંડનની સેન્‍ટ સ્‍ટિફન પ્રાઇમરી સ્‍કૂલનો ક્રાંતિકારી નિર્ણય : ૧૧ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સપ્‍ટેં. ૨૦૧૮ થી હિજાબ પહેરવાની તથા રોઝા રાખવાની મનાઇ

લંડન : લંડનમાં આવેલી યુ.કે.ની બેસ્‍ટ ગણાતી સેન્‍ટ સ્‍ટિફન સ્‍કૂલ કે જે સરકારી ફંડ સંચાલિત છે. તેમાં ૨૦૧૬ ની સાલથી ૮ વર્ષ સુધીના બાળકો માટે હિજાબ પહેરવાની તથા રમઝાન માસમાં રોઝા રાખવાની મનાઇ ફરમાવતા બાદ હવે સપ્‍ટેં. ૨૦૧૮ થી આ ઉંમર મર્યાદા ૧૧ વર્ષ સુધીના બાળકો માટે લાગુ કરવાનું નકકી કરાયું છે. તથા તે માટે ગર્વમેન્‍ટ ના શિક્ષણ વિભાગને નીતિ સ્‍પષ્‍ટ કરવા જણાવ્‍યું છે.

આ સ્‍કૂલમાં મોટા ભાગના બાળકો ભારત, પાકિસ્‍તાન તથા બાંગલાદેશથી આવેલા પરિવારોના છે. સ્‍કૂલના જણાવાયા મુજબ રમઝાન માસમાં સતત ૧૮ કલાક સુધી ભૂખ્‍યા રહેનાર બાળકોના આરોગ્‍ય ઉપર અસર થતી હોવાથી તેઓ વીક એન્‍ડમાં કે રજાના દિવસે રોઝા રાખી ધાર્મિક વિધિનું પાલન કરે તેમાં વાંધો નથી.

સ્‍કૂલના વિદ્યાર્થીઓને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવા માટે સુવિખ્‍યાત તથા બાળકોનો સર્વાંગી વિકાસ કરી તેમને આદર્શ નાગરિક બનાવતી સ્‍કૂલના આ નિર્ણય અંગે સરકારના શિક્ષણ ડીપાર્ટમેન્‍ટએ જણાવ્‍યા મુજબ દરેક સ્‍કૂલ તમામ બાળકો માટે સમાનતા રાખવાની સાથે તેઓના હિતમાં હોય તેવો નિર્ણય લઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(11:08 pm IST)