એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 29th October 2020

માલદીવમાં અમેરિકાનું દૂતાવાસ ખુલશે : હાલમાં શ્રીલંકાના કોલંબોથી સંચાલિત દૂતાવાસ હવે માલદીવની રાજધાની માલેમાં ખુલ્લું મુકાશે : હિન્દ મહાસાગરમાં રણનીતિના અનુસંધાને લેવાયેલો નિર્ણય : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓની ઘોષણાં

માલે : માલદીવની રાજધાની માલેમાં અમેરિકાનું દૂતાવાસ ખોલવાનો નિર્ણય લેવાયો છે.તેવી ઘોષણાં તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ  મુલાકાત દરમિયાન કરી છે.
પોમ્પીઓએ જણાવ્યું હતું કે માલદિવએ ઘણી આર્થિક પ્રગતિ કરી છે.તેની સુરક્ષા માટે ના કરાર માટે અમોને ગર્વ છે.અમારા માલદીવ સાથે 1966 ની સાલથી રાજનૈતિક સબંધો છે.માલદિવનાં લોકતંત્રની સુરક્ષા માટે અમારા શ્રીલંકાના કોલંબો ખાતેના દૂતાવાસથી કાર્યવાહી થઇ રહી છે.તેને બદલે હવે રાજધાની માલેમાં અમારું દૂતાવાસ ખુલ્લું મુકવાનો નિર્ણય લેવાયો છે.

(1:04 pm IST)