યુ.એસ.માં કેલિફોર્નિયા સ્ટેટ ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી વિવેક વિશ્વનાથનઃ ભાવિ પેઢીના બોલ્ડ તથા પ્રોગ્રેસિવ લીડર તરીકે ઊભરી આવવાની નેમ
કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયા સ્ટેટ ટ્રેઝરર તરીકે ઇન્ડિયન અમેરિકન ૩૦ વર્ષીય શ્રી વિવેક વિશ્વનાથનએ ઉમેદવારી નોંધાવી છે.
શ્રી વિવેક આ અગાઉ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી હિલેરી કિલન્ટનના કમ્પેનમાં પણ ભાગ લઇ ચૂકયા છે. તેમણે કેલિફોર્નિયા ગવર્નર જરી બ્રાઉનના સ્પેશીયલ એડવાઇઝર તરીકે સેવાઓ આપેલી છે. ભાવિ પેઢીના બોલ્ડ તથા પ્રોગ્રેસિવ લીડર તરીકે કામગીરી બજાવવા માટે તેઓને સ્ટેટ્ર ટ્રેઝરરની પોસ્ટ યોગ્ય લાગતા તેમણે ૧૭ જાન્યુ ૨૦૧૭ના રોજ આ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.
તેઓ હાઉસીંગ લોન ઉપરના વ્યાજ ઘટાડવાની, સ્ટેટની રેવન્યુ આવક વધારવાની, તથા હાઉસીંગ લોન માટે ૩ બિલીયન ડોલરની રકમની રકમ ફાળવવાની, વિદ્યાર્થીઓ ઉપરના દેણાંનું ભારણ ઘટાડવાની, બાળકો માટે સેવિંગ એકાઉન્ટ ખોલાવી તેમના કોલેજ અભ્યાસની વ્યવસ્થા કરવાની, સ્ટેટનું રેઇની ડે ફંડ વધારવાની, સહિતની નેમ ધરાવે છે તેઓ ભારતના તામિલનાડુના વતની છે.