એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 26th November 2020

અમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે

વોશિંગટન : તાજેતરમાં 13 નવેમ્બરના રોજ એશિયન અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ ( AALDEF ) એ જાહેર કરેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ અમેરિકાના 4 રાજ્યોમાં  જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા હતા.

ખાસ કરીને પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ  પાસું પલટાવી દીધું હતું.તેઓનો ઝોક ટ્રમ્પ કરતા જો બિડન પ્રત્યે વધુ જણાયો હતો.

અમેરિકાના 13 રાજ્યો તથા વોશિંગટન ડી.સી.માં 5 હજાર ઉપરાંત એશિયન અમેરિકન મતદારોનો સંપર્ક કરી કરાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ 67 ટકા મતદારો ટ્રમ્પ કરતા જો બિડનને વધુ પસંદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં સ્ત્રી કે પુરુષ મતદારોના અભિપ્રાયોમાં  કોઈ તફાવત જોવા મળ્યો નહોતો .જયારે 28 ટકા એશિયન અમેરિકન મતદારોનો ઝોક ટ્રમ્પ પ્રત્યે જોવા મળ્યા હતો.આથી મોટા ભાગના એશિયન અમેરિકનોના મતો જો બિડનને મળ્યા હતા.તેવું ઉપરોક્ત સર્વે  દ્વારા જાણવા મળે છે.

(6:53 pm IST)