એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 25th November 2020

અમેરિકાના અડધી સદી જુના લોકપ્રિય મેગેઝીન ' ફોરેન પોલિસી ' ના ચીફ એડિટર તરીકે શ્રી રવિ અગ્રવાલની નિમણુંક : સી.એન.એન.માં 11 વર્ષ સુધી કામ કર્યા પછી 2018 ની સાલમાં ફોરેન પોલિસી મેગેઝીનમાં સંપાદક તરીકે જોડાયા હતા

વોશિંગટન : અમેરિકાના અડધી સદી જુના લોકપ્રિય મેગેઝીન ' ફોરેન પોલિસી ' ના ચીફ એડિટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી રવિ અગ્રવાલની નિમણુંક થઇ છે.તેઓ  2018 ની સાલમાં ફોરેન પોલિસી મેગેઝીનમાં સંપાદક તરીકે જોડાયા હતા .ત્યાર પહેલા તેમણે સી.એન.એન.માં 11 વર્ષ સુધી કામ કર્યું હતું.

અત્યાર સુધી ચીફ એડિટરનું પદ સાંભળી રહેલા જોનાથન ટાઇપરમેનને એડિટર એટ લાર્જના પદ ઉપર પ્રમોશન આપવામાં આવ્યું છે.ફોરેન પોલીસીના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે છઠ્ઠા દાયકામાં પ્રવેશેલા આ મેગેઝીનને  રવિ
અગ્રવાલના લેખો તથા અનુભવોનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે રવિ અગ્રવાલને અનેક પુરસ્કારો મળેલા  છે તેમજ તેમણે એક પુસ્તક પણ લખેલું છે.

 

(1:14 pm IST)