એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 25th November 2020

હવે બળાત્કારીને નપુસંક બનાવી દેવાશે : પાકિસ્તાનમાં ઐતિહાસિક એવો નવો કાનૂન આવવાની તૈયારી : બળાત્કારના આરોપીનો કેસ તુરંત ચલાવાશે : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની સૈધાંતિક મંજૂરી : સત્તાવાર જાહેરાત થવાની બાકી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વધી રહેલા બળાત્કારના બનાવોને ધ્યાને લઈને નવો કાનૂન આવી રહ્યો છે.જે મુજબ  હવે બળાત્કારીને નપુસંક બનાવી દેવાશે .તેને કેમિકલ આપીને નપુસંક બનાવી દેવાશે.તેમજ બળાત્કારને લગતા કેસો તુરંત ચલાવશે.નવા આવી રહેલા કાનૂનને પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને સૈધાંતિક મંજૂરી આપી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને જણાવ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની સંખ્યા વધારાશે.જેથી બળાત્કારનો ભોગ બનેલી મહિલા ખુલીને પોતાની આપવીતી વર્ણવી શકે. જોકે હજુ  નવા કાનૂન અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

(12:20 pm IST)