એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th November 2020

યુ.કે.સ્થિત ભારતીય મૂળના લોર્ડ મેઘનાદ દેસાઈનું લેબર પાર્ટીમાંથી રાજીનામુ : રંગભેદ મામલે માનવ અધિકારનો ભંગ કરનાર વ્યક્તિને પાર્ટીમાં ફરીથી પ્રવેશ અપાતા નારાજ : 49 વર્ષ જૂની મેમ્બરશિપ ફગાવી દીધી

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળના 80 વર્ષીય  લોર્ડ મેઘનાદ દેસાઈએ લેબર પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ રંગભેદ મામલે માનવ અધિકારનો ભંગ કરનાર પૂર્વ પાર્ટી લીડર ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પછી 19 દિવસમાં જ ફરીથી પ્રવેશ આપવાના નિર્ણયથી તેઓ નારાજ થયા છે.અને પાર્ટીની 49 વર્ષ જૂની મેંમ્બર્ટશિપ ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે તેઓ સુવિખ્યાત અર્થશાસ્ત્રી ,તથા લેખક છે.અને વિરોધ પક્ષ લેબર પાર્ટીની મેમ્બરશિપ ધરાવતા હતા.

 

(8:46 pm IST)