એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 23rd January 2018

તમારા ભારત ખાતેના વીઝાની મુદત ૧ મહિનો લંબાવી આપીશ : યુ.કે.નું નાગરિકત્‍વ ધરાવતી તથા વીઝા લઇ ભારત આવેલી ભારતીય મૂળની મહિલા જસપાલ બંસલ સાથે છેતરપીંડી : ૨ લાખ રૂપિયા લઇ ગુમ થઇ ગયેલી મુંબઇની મહિલા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ

મુંબઇ : યુ.કે.નું નાગરિકત્‍વ ધરાવતી ભારતીય મૂળની મહિલા જસપાલ બસંલની ભારતની મુલાકાત વખતે તેના વીઝાની મુદત પુરી થઇ ગયા બાદ ૧ માસ માટે લંબાવી દેવાની લાલચ આપી ૨ લાખ રૂપિયા લઇ ગુમ થઇ જવા બદલ મુંબઇ પોલીસમાં એક મહિલા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ જુલાઇ ૨૦૧૭માં ભારત આવેલી યુ.કે.ની નાગરિક ભારતીય મૂળની જસપાલ વંસતને વીઝાની મુદત પૂરી થઇ ગયા બાદ ૧ મહિનો રોકાવાની જરૂર જણાઇ હતી. આથી તેના સંપર્કમાં આવેલી એક મહિલાએ પોતાને દૂતાવાસના અધિકારીઓ સાથે નાતો છે તેથી તે મુદત લંબાવી આપશે તેવી લાલચ આપી હતી. તથા તે માટે ૨ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્‍યું હતું.

આ મહિલાની વાતમાં ભોળવાઇ જનાર જસપાલના વીઝાની મુદત લંબાવાઇ શકી નહોતી તેથી તેણે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ ચાલુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:31 pm IST)