એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 23rd January 2018

અમેરિકાના ટ્રમ્‍પ વહીવટી તંત્રમાં આસી. સેક્રેટરી ઓફ સ્‍ટેટ તરીકે નિમાયેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી મનિષા સિંઘનો સોગંદવિધિ સંપન્‍ન : ઇકોનોમિક એન્‍ડ બિઝનેસ અફેર્સ ડીપાર્ટમેન્‍ટમાં આસી. સેક્રેટરી તરીકે નિમણુંક મેળવનાર સૌપ્રથમ મહિલા તરીકેનો વિક્રમ

વોશીંગ્‍ટન : અમેરિકામાં ટ્રમ્‍પ વહીવટી તંત્રમાં ‘‘આસીસ્‍ટન્‍ટ સેક્રેટરી ઓફ સ્‍ટેટ ફોર ઇકોનોમિક એન્‍ડ બિઝનેસ અફેર્સ''  તરીકે નિમાયેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી મનીષા સિંઘનો સોગંદવિધિ સંપન્‍ન થઇ ગયો છે. આ હોદા ઉપર નિમાયેલા તેઓ સૌપ્રથમ મહિલા છે. જેઓને ૧૯ જાન્‍યુ. ના રોજ સેક્રેટરી ઓફ સ્‍ટેટએ સોગંદ લેવડાવ્‍યા.

ભારતમાં જન્‍મેલા અને અમેરિકામાં સ્‍થાયી થયેલા સુશ્રી સિંઘ આ અગાઉ રિપબ્‍લીકન સેનેટર ડેના સુલ્લિવરના ચિફ લોયર તથા પોલીસી એડવાઇઝર તરીકે સેવાઓ આપી ચૂકયા છે તેમજ પૂર્વ પ્રેસિડન્‍ટ જયોર્જ વી. બુશના સતાકાળ દરમિયાન ‘ડેપ્‍યુટી આસી. સેક્રેટરી ઓફ સ્‍ટેટ ઇન ઇકોનોમિક બ્‍યુરો' માં પણ ફરજ બજાવી ચૂકયા છે.

(11:04 pm IST)