યુ.એસ.ના FCC ચેરમેન શ્રી અજીત પાઇના સલાહકાર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિરાલી પટેલની નિમણુંક : FCC કમિશ્નરના પૂર્વ લીગલ એડવાઇઝર તરીકે બજાવેલી યશસ્વી કામગીરીની કદર
વોશીંગ્ટન : યુ.એસ.ના ‘‘ફેડરેશન કોમ્યુનિકેશન કમિશન(FCC)''ના ચેરમેન શ્રી અજીત પાઇના સલાહકાર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિરાલી પટેલની નિમણુંક કરવામાં આવી છે.
સુશ્રી નિરાલીને પોતાની ટીમમાં આવકારતા શ્રી પાઇએ જણાવ્યું હતું કે તેમના વિશાળ અનુભવોનો ટીમને લાભ મળશે. સુશ્રી નિરાલી આ અગાઉ ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના કમિશ્નર શ્રી બ્રેન્ડાન કારના પૂર્વ કર્મચારી તરીકે અનુભવ લઇ ચૂકયા છે. તથા શ્રી બ્રેન્ડાનના લીગલ એડવાઇઝર તરીકે મિડીયા, વાયરલેસ, પબ્લીક સેફટી, ઇન્ટરનેશનલ, કન્ઝયુમર પ્રોટેકશન તથા એન્ફોર્સમેન્ટ મેટર્સ ક્ષેત્રે કામગીરી બજાવી ચૂકયા છે.
સુશ્રી પટેલએ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના એપલ હિલમાંથી અન્ડર ગ્રેજયુએટ તથા વોશીંગ્ટન કોલેજ ઓફ લો માંથી ડીગ્રી મેળવેલી છે.