એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th January 2018

અમેરિકામાં ૩૦ જાન્‍યુ. ના રોજ પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પ આયોજીત ‘‘સ્‍ટેટ ઓફ ધ યુ.એસ. '' ફંકશનમાં સુશ્રી પ્રમિલા જયપાલ હાજરી નહીં આપે : ટ્રમ્‍પની નીતિ રીતિઓ વિરૂધ્‍ધ અહિંસાત્‍મક વિરોધ તથા નારાજથી વ્‍યકત કરવાનો ઇન્‍ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસમેન સુશ્રી પ્રમિલાનો નિર્ણય

વોશીંગ્‍ટન : યુ.એસ.માં ૩૦ જાન્‍યુ. ના રોજ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આયોજીત સ્‍ટેટ ઓફ ધ યુ.એસ. ફંકશનમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડેમોક્રેટ સાંસદ સુશ્રી પ્રમિલા જયપાલ હાજર નહીં રહે તેવું તેમણે જણાવ્‍યું છે.

આ ફંકશનમાં પ્રેસિડન્‍ટ દ્વારા કોંગ્રેસ સમક્ષ સરકારની કામગીરીનો અહેવાલ રજુ કરવાની વર્ષો જુની પ્રણાલિકા છે. તેમાં પોતે હાજરી નહીં આપે તેના કારણમાં સુશ્રી પ્રમિલાએ જણાવ્‍યું હતું કે તેઓ ટ્રમ્‍પની નીતિ રીતિઓના વિરોધી છે.તેમના રસ્‍તે ચાલવાથી દેશને બહુ મોટુ નુકસાન થઇ શકે છે. તેથી તેમનો વિરોધ દર્શાવવા આ અહિંસાત્‍મક પગલુ લીધુ છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી પ્રમિલા અમેરિકાના સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસમેન છે.જેઓ અમેરિકાના પાવરલીસ્‍ટમાં સ્‍થાન પામેલા ૧૮ લોકોમાં પાંચમું સ્‍થાન ધરાવે છે. 

(9:38 pm IST)