News of Friday, 20th November 2020
કેલિફોર્નિયાના સૂટર કાઉન્ટીમાં સુપરવાઈઝર તરીકે ઇન્ડિયન અમેરિકન ખેડૂત શ્રી કર્મ બેઈન્સ વિજેતા : 61 ટકા મતો મેળવી આસાન વિજય હાંસલ કર્યો
કેલિફોર્નિયા : નોર્ધર્ન કેલિફોર્નિયાના સૂટર કાઉન્ટીમાં 4 થા ડિસ્ટ્રીક્ટમાંથી સુપરવાઈઝર તરીકેની બેઠક ઉપર ઇન્ડિયન અમેરિકન ખેડૂત શ્રી કર્મ બેઈન્સ વિજેતા થયા છે.
તેમણે આ બેઠક ઉપર 61 ટકા એટલેકે 5242 મતો મેળવી આસાન વિજય હાંસલ કરી લીધો હતો.જયારે તેમના નજીકના હરીફ 39 ટકા એટલેકે 3380 મતો મેળવ્યા હતા.
શ્રી કર્મ કોવિદ -19 કહેરમાંથી લોકોને મુક્ત કરાવવા માટે શટડાઉન , ઘરવિહોણા લોકો માટે આશ્રય ,બેરોજગારોને નોકરી ,ઇન્ફાસ્ટ્રકચર ,તથા તમામ કોમ્યુનિટીને સમાન હક્કો માટે કામ કરવા માંગે છે તેમ જણાવ્યું હતું.
(7:49 pm IST)