' દશેરા એન્ડ દિવાલી ધમાકા ' : એશોશિએશન ઓફ ઈન્ડો અમેરિકન ( AIA ) ના ઉપક્રમે 8 નવેમ્બરના રોજ કેલિફોર્નિયામાં મર્યાદિત સંખ્યા સાથે કરાયેલી ધમાકેદાર ઉજવણી : ફેસબુક તથા ઝૂમ સહીત જુદી જુદી ચેનલો ઉપર લાઈવ પ્રસારણ કરાયું
કેલિફોર્નિયા : યુ.એસ.માં મીલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે 8 નવેમ્બરના રોજ 35 જેટલા એશોશિએશનના સહકાર સાથે એશોશિએશન ઓફ ઈન્ડો અમેરિકન ( AIA ) ના ઉપક્રમે ' દશેરા એન્ડ દિવાલી ધમાકા 'નું ધમાકેદાર આયોજન કરાયું હતું.
વર્તમાન કોવિદ -19 ના સંજોગોને ધ્યાને લઇ મર્યાદિત સંખ્યા સાથે કરાયેલી ઉજવણીનું ફેસબુક તથા ઝૂમ સહીત જુદી જુદી ચેનલો ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું જેને હજારો દર્શકોએ જોયું હતું.
આ તકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો.ટી.વી.નાગેન્દ્ર પ્રસાદ ,તથા તેમના પત્ની સુશ્રી ટી.પદમાં , કોંગ્રેસમેન રો ખન્ના ,સ્ટેટ સેનેટર ,એસેમ્બલીમેન ,મીલ્પીટાસ મેયર ,તથા કાઉન્સિલર શ્રી રાજ સલવાન ,શ્રીધર વેરોસ ,સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.
ઉજવણી અંતર્ગત બૉલીવુડ ડાન્સ સહીત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.