એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનમાં વસતા 20,000 ઉપરાંત હિન્દુઓ અને શીખો કેનેડામાં વસવાટ કરી શકશે : અમારી ટીમ, શક્ય તેટલા વધુ લોકોને આશ્રય આપવા ચોવીસ કલાક કામ કરી રહી છે : કેનેડા સરકારની ઘોષણાં

ટોરોન્ટો : અફઘાનિસ્તાનમાં વિધર્મીઓની હૃદયદ્રાવક પરિસ્થિતિ વચ્ચે કેનેડા સરકારે 13 ઓગસ્ટના રોજ ઘોષણાં કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં વસતા 20,000 ઉપરાંત હિન્દુઓ અને શીખો કેનેડામાં વસવાટ કરી શકશે .અમારી ટીમ, શક્ય તેટલા વધુ લોકોને આશ્રય આપવા ચોવીસ કલાક કામ કરી રહી છે .

ઇમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોએ જણાવ્યું હતું કે અમે 20,000 અફઘાન શરણાર્થીઓને મદદ કરવાના અમારા પ્રયત્નોને બમણા કરી રહ્યા છીએ -  અહીં સલામતી મેળવી શકશો.અફઘાનિસ્તાનની સ્થિતિ હૃદયદ્રાવક છે આ સંજોગોની કેનેડા અવગણના કરી શકશે નહીં. તથા આળસથી બેસી રહેશે નહીં.

કેનેડાની સરકારે કહ્યું કે તે કેનેડામાં સતાવણી પામેલા સેંકડો અફઘાન હિન્દુઓ અને શીખોને ફરી વસાવવા માટે આલ્બર્ટામાં મનમીત સિંહ ભુલ્લર ફાઉન્ડેશન સાથેની ભાગીદારીને વિસ્તૃત કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે 2014 ની સાલમાં આલ્બર્ટાના સ્વર્ગસ્થ મંત્રી મનમીત સિંહ ભુલ્લરે, જેનું 2015 માં 35 વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તેમણે ઈન્ડો-કેનેડિયન સમુદાયના સહયોગથી કેનેડામાં અફઘાન શીખ અને હિન્દુ પરિવારોને પુનસ્થાપિત કરવા માટે ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:41 pm IST)