એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st January 2021

સાતમા ગ્રેડમાં અભ્યાસ કરતો 12 વર્ષીય ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ અરુણ પૃથી દરિયામાં તણાયો : કેલિફોર્નિયાના દરિયામાં આવેલું 15 ફૂટ ઊંચું મોજું તાણી ગયું : દરિયાકાંઠે ઉજવણી માટે ગયેલો પરિવાર હતપ્રભ

કેલિફોર્નિયા : નોર્ધર્ન કેલિફોર્નિયામાં આવેલા દરિયા કાંઠે 18 જાન્યુઆરીના રોજ માર્ટિન લ્યુથર કિંગ જુનીઅર ડે ઉજવવા ગયેલા ઇન્ડિયન અમેરિકન પરિવારનો સાતમા ગ્રેડમાં અભ્યાસ કરતો 12 વર્ષીય પુત્ર  અરુણ પૃથી દરિયામાં તણાઈ ગયાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફ્રૅમોન્ટ કેલિફોર્નિયામાં સ્થાયી થયેલો આ પરિવાર તેમના બંને પુત્રો 12 વર્ષીય અરુણ તથા 8 વર્ષીય પુત્ર સાથે દરિયાકાંઠે ગયેલો ત્યારે બંને બાળકોના પિતા તરુણ પૃથી તથા બંને બાળકો 15 ફૂટ ઊંચા આવેલા મોજામાં તણાયા હતા.જે પૈકી પિતા તરુણ તથા નાનો પુત્ર પાછા દરિયા કાંઠે આવી શક્યા હતા.પરંતુ અરુણ નહીં આવી શકતા રેસ્ક્યુ ટીમ તેમજ હેલીકૉપટર દ્વારા પણ તપાસ કરાઈ હતી.પરંતુ હજુ સુધી પુત્રનો પત્તો નહીં મળતા પરિવાર હતપ્રભ થઇ ગયો છે.તેવું જાણવા મળે છે.

(4:09 pm IST)