એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 19th September 2020

યુ.એસ.માં બર્કલે કેલિફોર્નિયાની એક સ્ટ્રીટને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ' કાલા બગાઈ ' નું નામ અપાયું : 1892 ની સાલમાં પંજાબના અમૃતસરમાં જન્મેલા આ મહિલા અમેરિકાની ધરતી ઉપર પગ મુકનાર સૌપ્રથમ ભારતીય મૂળના મહિલા હતા

કેલિફોર્નિયા : ભારતથી હજારો જોજન દૂર અમેરિકાની ધરતી ઉપર પગ મુકનાર ભારતીય મૂળના મહિલા સુશ્રી કાલા બગાઈ ની યાદ કાયમ રાખવા બર્કલે કેલિફોર્નિયા કાઉન્સિલે એક સ્ટ્રીટનું નામ આ મહિલાના નામે રાખી તેની યાદી કાયમ કરી છે.સ્ટ્રીટના નામને કાલા બગાઈ નામ સાથે જોડવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી મળી હતી.તથા શહેરના વિકાસ માટે  એશિયન કોમ્યુનિટીની સંસ્કૃતિને બિરદાવી હતી.
સુશ્રી કાલા બગાઈના પતિ શ્રી વૈષ્નો દાસ 1915 સાલમાં ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવ્યા હતા.તથા ભારતની સ્વતંત્રતા ચળવળના કાર્ય માટે ચાલી રહેલી ગદર ચળવળ સાથે તેઓ જોડાયેલા હતા.તેથી પોતાના પતિને સાથ આપનાર મહિલા તરીકે સુશ્રી કાલા બગાઇએ પણ આ ચળવળને પુરેપુરો સહયોગ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ન્યુયોર્કની જેક્સન હાઈટ્સને કલ્પના ચાવલા નામ અપાયું છે.

(7:57 pm IST)