એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th August 2022

અમેરિકામાં ભૂદેવોએ જનોઈ બદલી : બહેનોએ પોતાના ભાઈઓને રક્ષા ( રાખડી ) બાંધી : કેલિફોર્નિયાના એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર ) માં ૨૫ જેટલા ભૂદેવોએ વિધી-વિધાન પૂર્વક નવી જનોઈ બદલી : બહેનોએ ભાઈઓને રક્ષા ( રાખડી ) બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : શ્રાવણ માસ એટલે તહેવારો નો માસ.અને શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધન.

રક્ષાબંધન એટલે બહેનો પોતાના ભાઈઓ ને રાખડી બાધે તેમજ ભૂદેવો આ દિવસે એમની જનોઈ બદલી ને નવી જનોઈ ધારણ કરે છે. આવી જ રીતે અત્રેના એનાહેમ ના ગાયત્રી મંદિરમાં શ્રી મહેશભાઈ ભટ્ટ ના યજમાન પદે સંપૂર્ણ વિધી વિધાન પૂર્વક લગભગ ૨૫ જેટલા ભૂદેવોને નવી જનોઈ ધારણ કરાવવાનો કાર્યક્રમ સંપન્ન થયો. તેમજ સાયં આરતી બાદ અત્રે હાજર બહેનોએ તેમના ભાઈઓ ને રાખડી પણ બાંધી રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરી હતી.તેવું માહિતી અને તસ્વિર :-શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(2:39 pm IST)