એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 17th October 2020

ચીન અને કેનેડા વચ્ચેના તનાવમાં થઇ રહેલો વધારો : ચીન દ્વારા થઇ રહેલા માનવ અધિકારોના ભંગ સામે અમારી લડત ચાલુ રહેશે : પ્રાઈમ મિસ્ટર જસ્ટિન ટ્રુડો

વાનકુંવર : ચીન અને કેનેડા વચ્ચેના તનાવમાં વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા હોંગકોંગ અને શિનજિયાંગમાં થઇ રહેલા માનવ અધિકાર ભંગ બાબતે કેનેડાએ કરેલી ટીકાના અનુસંધાને કેનેડા ખાતેના ચીનના રાજદૂતે આ ટીકાનું પરિણામ ભગાવવું પડશે તેવી ચેતવણી આપી હતી.જેના જવાબમાં કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે ચીન દ્વારા થઇ રહેલા માનવ અધિકારોના ભંગ સામે અમારી લડત ચાલુ રહેશે .

ટ્રુડોએ ઉમેર્યું હતું કે ચાહે ચીનનો ઉઇગર મુસ્લિમ સમાજ હોય કે હોંગકોંગની ચિંતાજનક સ્થિતિ હોય કેનેડા તથા તેના સહયોગી દેશો અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,બ્રિટન ,તથા યુરોપીઅન દેશો માનવ અધિકારો મતે અવાજ ચોક્કસ ઉઠાવશે.

(1:12 pm IST)