એન. આર. આઈ. સમાચાર
News of Friday, 16th October 2020

શીખ સજ્જન 64 વર્ષીય પરમજીત સિંઘની હત્યાનો આરોપી મુક્ત : આરોપીએ હત્યા કર્યાનું સાબિત થતું નથી : હજુ 2 વર્ષ પહેલા દીકરી સાથે રહેવા માટે ભારતથી કેલિફોર્નિયા આવ્યા હતા : ઘર નજીક આવેલા ગાર્ડનમાં સાંજે વોકિંગમાં નીકળ્યા ત્યારે પાછળથી હુમલો કરી છરીના ઘા માર્યાનો આરોપ હતો

કેલિફોર્નિયા : હજુ બે વર્ષ પહેલા પોતાની દીકરી સાથે રહેવા માટે ભારતથી કેલિફોર્નિયા આવેલા શીખ સજ્જન 64 વર્ષીય પરમજીત સિંઘની  હત્યાના આરોપી ને નામદાર કોર્ટએ 6 ઓક્ટોબરના રોજ મુક્ત કરી દીધો છે.ચુકાદામાં જણાવાયા મુજબ તેણે હત્યા કરી હોવાનું પુરવાર થતું નથી.જે માટે 3 દિવસ સુધી 17 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.
ચુકાદાથી અસ્વસ્થ થઇ ગયેલા તેમના જમાઈએ જણાવ્યું હતું કે અમે જે પુરાવાઓ રજૂ કર્યા હતા તે પર્યાપ્ત હોવાથી આરોપીને હેટ ક્રાઇમ માટે સજા થશે તેવી ધારણા હતી.
ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ 2019 ના રોજ પરમજીત સિંઘ ઘર નજીક આવેલા ગાર્ડનમાં સાંજે વોકિંગમાં નીકળ્યા ત્યારે પાછળથી હુમલો કરી છરીના ઘા માર્યાનો આરોપ હતો
પરમજીત સિંઘ તથા  તેમના પત્ની અમરજીત કૌર બે વર્ષ પહેલા તેમની દીકરી મોહિની તથા જમાઈ હાર્નેક સિંહ કેંગ સાથે રહેવા કેલિફોર્નિયા આવ્યા હતા.

 

(6:42 pm IST)