એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th October 2020

ઇન્ડિયન અમેરિકન શ્રી હરીશ કોટેચાને રાષ્ટ્રીય એવોર્ડ : ' હિન્દૂ ચેરિટીઝ ફોર અમેરિકા ' ના માધ્યમથી વંચિત બાળકોની સેવા માટે કરાયેલી કદર

વોશિંગટન :  ' હિન્દૂ ચેરિટીઝ ફોર અમેરિકા ' ના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ શ્રી  હરીશ કોટેચાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો છે.જે તેઓની વંચિત બાળકોની સેવા માટે આપવામાં આવ્યો છે.જે નેશનલ એશોશિએશન ફોર  એજ્યુકેશનલ ઓફ હોમલેસ ચિલ્ડ્રન એન્ડ યુથ ની 32 મી વાર્ષિક કોન્ફરન્સમાં આપવામાં આવ્યો હતો.
આ તકે વિડિઓ કોન્ફરન્સમાં ઉપસ્થિત શ્રી કોટેચાએ જણાવ્યું હતું કે એવોર્ડ વોલન્ટિયર્સ ,ડોનર્સ ,સ્પોન્સર્સ ,સહિતના લોકોના પુરુષાર્થ તથા જહેમત અને શુભેચ્છાને આભારી  છે.
હિન્દૂ ચેરિટીઝના ઉપક્રમે આગામી નવેમ્બર માસમાં વંચિત બાળકોને વોકેશનલ કોર્સ માટે સ્કોલરશીપ આપવા વર્ચ્યુઅલ ગાલા પ્રોગ્રામનું આયોજન થઇ રહ્યું છે.

(1:43 pm IST)