એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 17th August 2022

સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ નોર્થ અમેરિકાના લાઈફ મેમ્બર શ્રી મનુભાઈ કસનજી પટેલના પત્ની શ્રીમતી જ્યોતિબેન મનુભાઈ પટેલનું દુઃખદ અવસાન : મોર્ગનવિલે ન્યુજર્સી મુકામે આવેલા નિવાસ સ્થાને 16 ઓગસ્ટ 2022 મંગળવારે અંતિમ શ્વાસ લીધા :18 ઓગસ્ટ 2022 ગુરુવારે સ્મશાન યાત્રા : પટેલ પ્રગતિ મંડળની શ્રદ્ધાંજલિ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ નોર્થ અમેરિકાના લાઈફ મેમ્બર શ્રી મનુભાઈ કસનજી પટેલ ( ચાંગા ગામ ) ના પત્ની શ્રીમતી જ્યોતિબેન મનુભાઈ પટેલનું 16 ઓગસ્ટ 2022 મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે .મોર્ગનવિલે ન્યુજર્સી મુકામે આવેલા નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સદ્દગતની સ્મશાન યાત્રા 18 ઓગસ્ટ 2022 ગુરુવારના રોજ બપોરે 4 -00 થી 8 -00 વાગ્યા દરમિયાન વેઇટ ફ્યુનરલ હોમ ,501 રૂટ 79 મોર્ગનવિલે ન્યુજર્સી મુકામે રાખવામાં આવી છે.

પ્રાઇવેટ ફ્યુનરલ સર્વિસ હોવાથી લિમિટેડ ફેમિલી મેમ્બર્સ માટે જ પ્રવેશ છે તેની નોંધ લેવા જણાવાયું છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે પટેલ પ્રગતિ મંડળ વતી પ્રેસિડન્ટ શ્રી વીરુ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે.

વિશેષ માહિતી માટે શ્રી મનુભાઈ પટેલનો કોન્ટેક નંબર 732 -970 -8992 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 

(3:18 pm IST)