એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 17th August 2022

અમેરિકામાં વેન હિન્દૂ ટેમ્પલ ન્યુજર્સી મુકામે 19 ઓગસ્ટના રોજ ' જન્માષ્ટમી ' ઉત્સવ ઉજવાશે : રાત્રે 12 -00 વાગ્યે કૃષ્ણ જન્મ બાદ મટકી ફોડ કાર્યક્રમ : 22 ઓગસ્ટના રોજ શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજે 5 વાગ્યે મહા મૃત્યુંજયના અખંડ જાપ શરૂ થશે

 

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં વેન હિન્દૂ ટેમ્પલ તથા મહાત્મા ગાંધી સેન્ટર ઇન્ડિયા કલચરલ સોસાયટી 714 ,પ્રિકનેસ એવ.વેન ન્યુજર્સીના સંયુક્ત ઉપક્રમે મુકામે 19 ઓગસ્ટ શુક્રવારના રોજ ' જન્માષ્ટમી ' ઉત્સવ ઉજવાશે .જે અંતર્ગત રાત્રે 12 -00 વાગ્યે કૃષ્ણ જન્મ થશે.બાદમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

22 ઓગસ્ટના રોજ શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજે 5 વાગ્યે મહા મૃત્યુંજયના અખંડ જાપ શરૂ થશે રુદ્રાભિષેક તથા શિવ મહાપુજા સાંજે 5 -30 વાગ્યે થશે.મહા આરતીનો સમય સાંજે 7 -30 કલાકનો રાખવામાં આવ્યો છે.આરતી બાદ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.જેનો સમય રાત્રે 8 -00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

પૂજા માટે આપ ફળ ,ફૂલ, તથા પ્રસાદની વસ્તુઓ લાવી શકો છો.
શિવ પૂજા તથા પ્રસાદ માટે યજમાન થવા ઈચ્છુકોને શ્રી શૈલેષ પટેલના કોન્ટેક નંબર (201) 281 -5826 દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.તથા સપરિવાર મિત્રમંડળ સહીત શિવ આશીર્વાદ લેવા પધારવા જણાવાયું છે.

(3:16 pm IST)