એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th August 2022

ગુજરાત પબ્લિક અફેરસ કાઉન્સિલ ઓફ કેનેડાએ ઉત્સાહ પૂર્વક ભારતનો ૭૬મો સ્વાતંત્ર્ય દિન અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો : કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ ચોટાઈએ ત્રિરંગો લહેરાવ્યો : ભારતના રાષ્ટ્રગીત "જન ગણ મન" અને કેનેડાના રાષ્ટ્રગીત "ઓ કેનેડાનું" આદરપૂર્વક ગાન કરાયું : દેશભક્તિ સભર ગીતો ,શહીદોને શ્રદ્ધાંજલિ ,ઉદ્દબોધનો ,તથા મહેમાનોનું પુષગુચ્છથી સ્વાગત,સહિતના કાર્યક્રમમાં કોમ્યુનિટી અગ્રણીઓ તેમજ ૨૦૦ જેટલા દેશપ્રેમી લોકોની ઉપસ્થિતિ

કેનેડા : ગુજરાત પબ્લિક અફેરસ કાઉન્સિલ ઓફ કેનેડા તે સદાય કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયના હિત અને અવાજ માટે કાર્ય કરતી સંસ્થાના  સહયોગ તથા નેતૃત્વ હેઠળ ૧૪ ઓગસ્ટ ૨૦૨૨, રવિવારના દિવસે સવારે ૧૦:૦૦ કલાકે ભારત નો ૭૬મો સ્વાતંત્ર  દિન ઉત્સાહ અને ભરપુર દેશદાઝ સહિત આશરે ૨૦૦ જેટલા દેશપ્રેમી લોકોની અને GPAC ના હોદ્દેદારો ની સુવર્ણ હાજરી મા Highfield Park, Etobicoke ખાતે સંપન્ન થયો!

કાર્યક્રમની શુભ શરૂઆત હેરિભાઈ પટેલે દેશભક્તિના ગીતો સાથે કરી ત્યાર બાદ સેક્રેટરી શ્રી આનંદ શાહે ભારતનું યશોગાન તેની સદીઓ જૂની જાહોજલાલી યાદ કરાવી કર્યું અને ત્યારબાદ વિદેશી આક્રમણો અને વિદેશી રાજમા ભારતે ભોગવવી પડેલી હાલાકી અને અર્થતંત્રને ખોખલું બનાવી દેતી અનેક નીતિઓ વિશે લોકોને અવગત  કર્યા,પણ હવે ભારત વિશ્વના ૩ મોટા અર્થતંત્રમાં સામેલ થવા જઈ રહ્યું છે તેમાં સૌ ભારતીયોના યોગદાનને બિરદાવ્યું. સાથે સાથે ભારતે આઝાદી મેળવવા કેટલા જુલ્મો અને કષ્ટો સહન કરી સુવર્ણ પ્રભાત લઇ આવનાર અનેક શહીદો અને ક્રાંતિકારીઓને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પી.

આ કાર્યક્રમ અંતર્ગત GPAC ના પ્રેસિડેન્ટ શ્રી રજની પટેલ દ્વારા સંસ્થાનો સવિશેષ પરિચય આપી સંસ્થાનો ઉદ્દેશ સમજાવ્યો તથા આજે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા તે દિવસને શુભ અવસર ગણાવી સૌને ગૌરવાન્વિત કર્યા અને સાથે સાથે અનેક સંતો ના આશિર્વચન અને શુભ સંદેશ વાંચનમાં લીધા. કાર્યક્રમ એટલા માટે સવિશેષ કહી શકાય કે આજે ઑન્ટેરિઓના   પ્રીમિયર માનનીય ડગ ફોર્ડ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અને ઇટોબીકો નીર્થના MP ક્રીસ્ટી ડંકન દ્વારા પ્રસંગોચિત સંદેશા પાઠવ્યા હતા તે વિશે માહિતી આપી.

ત્યારબાદ પ્રેસિડેન્ટ શ્રીએ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ શાહની કામગીરી બિરદાવી અને કાર્યક્રમના આયોજનથી માંડી સફળ બનાવવા સુધી ની સફર  નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમને કરેલ અભૂતપૂર્વ કામગીરી કરેલ તે યાદ કરાવ્યું અને પુષ્ગુચ્છથી અભિવાદન કર્યું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રીરમેશભાઈ ચોટાઇ  કે જે ગુજરાતી સમાજ માટે આશરે ૫૦ વર્ષથી કાર્યરત છે અને સફળ ઉધોગપતિ પણ છે તથા અનેકવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમના દ્વારા સેંકડો લોકોની હાજરીમાં રાષ્ટ્રઘ્વજ ફરકાવી સૌને ગૌરવાન્વિત કર્યા અને હાજર સૌએ રાષ્ટ્રધ્વજને સન્માન સહિત સલામી આપી.

કાર્યક્રમને આગળ ધપાવતા ભારતના રાષ્ટ્રગીત "જન ગણ મન"અને કેનેડા ના રાષ્ટ્રગીત "ઓ કેનેડાનું" આદરપૂર્વક ગાન કરી બંને રાષ્ટ્રના ધ્વજને સલામ કરી.

પ્રેસિડેન્ટ શ્રી રજની પટેલ દ્વારા GPAC ના અન્ય હોદ્દેદારો વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ શાહ, સેક્રેટરી આનંદ શાહ, ખજાનચી દશરથ ચૌધરી, ડાયરેકટર (ઇવેન્ટ ) પૂર્વિન પટેલ, ડાયરેકટર મિલિન્દ દવે, મલય સેરશિયા અને એડવાસરી કમિટી ના સભ્ય જીગ્નેશ ઠક્કર સર્વેનું પુષ્ગુચ્છથી અભિવાદન કર્યું અને ઋષિકેશ ભટ્ટ તથા ભાવિક પરીખ તેઓ હાજર ન રહી શક્યા તેમનો પણ આભાર માન્યો. વધુમાં GPAC ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફેનીલ પટેલનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

અતિથિ વિશેષ નવલ બજાજ અને સુદીપભાઈ વર્મા અને VYO Canada ના ટ્રસ્ટીશ્રી કૃષ્ણકાંત શાહ પણ કાર્યક્રમમાં haajar રહ્યા હતા જેમનું પણ પ્રેસિડેન્ટ શ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની પૂર્ણાહુતિ વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ શાહે; હાજર રહેલ સૌનો અભાર માની કરી હતી. દેશભક્તિ ના ગીતો ગાઈ સ્વાતંત્ર્ય સેનાની ઓ અને ભારત ની રક્ષા કાજે શહિદ થયેલા સૈનિકો ને યાદ કરી સૌ અલ્પાહાર લઈ છૂટા પડ્યા. સેક્રેટરી આનદ શાહે હરકાંતભાઈ પટેલનો અને આશિષ કવિનો સાઉન્ડ અને ફોટોગ્રાફી માટે સવિશેષ આભાર માન્યો હતો.તેવું શ્રી કેતન ખત્રીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)