એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th August 2022

ઝમકુના જલસા : અમેરિકાના ન્યૂજર્સીમાં ભજવાઈ ગયેલું નાટક : એશિયન અમેરિકન સીનીઅર સેન્ટર સેરવીલ ન્યુજર્સી ના ઉપક્રમે 10 ઓગસ્ટના રોજ રજૂ થયેલા નાટકમાં સુખી જીવન જીવવાનો સંદેશ અપાયો : પ્રાર્થના ,સુંદર ભજન ,સભ્યોના શારીરિક તથા માંદગીને લગતા પ્રશ્નો ,તેમજ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ધ્વજ વંદન કરાયું


 દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : એશિયન અમેરિકન સીનીઅર સેન્ટર સેરવીલ ન્યુજર્સી દ્વારા તારીખ 10 ઓગસ્ટના રોજ એક સુંદર કાર્યક્રમ -વાત અમારી સ્ટાઇલ તમારી -યોજાઈ ગયો .જેમાં ઝમકુનાં ઝલસા નાટક રજૂ થયું. કાર્યક્રમની શરૂઆત શ્રી સુભાષ દોશી દ્વારા સહુના સ્વાગતથી કરવામાં આવી.

ત્યારબાદ સુશ્રી  રૂપાબેન ગાાંધી દ્વારા પ્રાર્થના તથા સુંદર ભજન રજૂ થયા.જેને સહુએ ખુબ વધાવ્યા .ગુજરાત દર્પણના શ્રી સુભાષ શાહ દ્વારા સોશિઅલ વર્કર તથા
લેખક સ્વ.જોસેફ પરમારને યાદ કરી તેમને મૌન અંજલિ આપી.

કાર્યક્રમના પ્રથમ ભાગમાં ડો.કેતન વૈદ્ય સાથે ચર્ચા રજૂ થઇ.સભ્યોના શારીરિક પ્રશ્નો ,માંદગીને લગતા પ્રશ્નોને ડો.કેતનભાઈએ સરળ રીતે સમજાવ્યા.ડો.કેતનભાઈએ પ્રાઈમરી કેર અને જેરીયટ્રીક કેર વચ્ચેનો તફાવત સમજાવ્યો .સાથે સેન્ટરમાં યોગ દ્વારા તંદુરસ્તીના અભિયાનમાં કામ કરતા સુશ્રી દેવાંગીબેને શરીરને કેમ સાચવવું તેની સુંદર માહિતી આપી .

કાર્યક્રમનો બીજો ભાગ હતો ભવાઈ શૈલીમાં નાટક -વાત અમારી સ્ટાઈલની -જેની રજુઆત શ્રી શૈલેષ તથા સુશ્રી રૂપલ દ્વારા થઇ .તેમણે ભવાઈ નાટક ઝમકુનાં ઝલસા રજૂ કર્યું. જાણીતા પત્રકાર તથા લેખક શ્રી કૌશિક અમીને એમની શૈલીમાં રંગભૂમિ પર વર્ષોથી સક્રિય શ્રી શૈલેષ ત્રિવેદી લિખિત નાટક ઝમકુનાં જલસાની વાત કરી .શ્રી શૈલેષ સુશ્રી રૂપલ પહેલા વડોદરા ગુજરાતમાં ,ત્યારબાદ કેનેડામાં અને હાલમાં અમેરિકામાં રંગલા રંગલી તરીકેનો ભવાઈનો પ્રયોગ કરે છે.શ્રી કૌશિકભાઈ અસાઈત ઠાકોરે શરૂ કરેલી ભવાઈની વાતો અને ત્યારબાદ આજકાલના પ્રશ્નોને લઈને થઇરહેલી ભવાઈની વાતો કરી.પછી ભવાઈ શૈલીમાં ઝમકુનાં જલ્સાની રજુઆત થઇ.જીવનના 75 વર્ષનો અમૃત મહોત્સવ જેમાં પતિની 75 મી વર્ષગાંઠ પર પત્ની એની કલ્પનામાં પણ ન આવે તેવી ગિફ્ટ એક પછી એક આપતી જાય છે.

ઝમકુનાં  પાત્રમાં રૂપલ ત્રિવેદીએ આટલા વર્ષો જે રીતે જીવ્યા તેની ભીનાશ પોતાના અભિનયથી એવી રીતે રજૂ કરી કે લોકો ખુશ થઇ ગયા.નાટકમાં આ બંને જણે જિંદગી કેમ જીવવી અને દુઃખમાં પણ કેમ જલસા કરવા તેનો હસતા રમતા સુંદર સંદેશ આપ્યો.નાટકમાં મહત્વના પ્રશ્નો હતા અને પ્રશ્નો હોય ત્યારે તેના નિરાકરણ માટે એક્સપર્ટની જરૂર પડે.તો આ કાર્યક્રમમાં પણ પ્રખ્યાત સાયકોથેરાપીસ્ટ શ્રી આર.ડી.પટેલ હાજર હતા.જેમણે પોતાની શૈલીમાં આ નાટકના કેટલાક પાસાઓની વિસ્તાર પૂર્વક સમજણ આપી.

શ્રી આર.ડી.ના કહેવા પ્રમાણે જો આપણે સુધારવું હોય તો પહેલી શરૂઆત પોતાનાથી કરવી પડે.માણસની કથા તથા એના પ્રશ્નો પર તેઓના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે.શાકુંતલ આર્ટસ દ્વારા ન્યુજર્સી અમેરિકા કેનેડામાં નાટકો તથા ભવાઈ પ્રયોગો વારંવાર ભજવાતા રહે છે.

કાર્યક્રમના ત્રીજા તબક્કામાં શ્રી દિપક શાહ અને શ્રી મુકુંદ ઠાકરના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી વંદે માતરમ અને જન ગન મન અધિનાયક રાષ્ટ્રીય ગીતો સહુએ ઉભા રહી બુલંદ અવાજે ગાઈ રાષ્ટ્રભક્તિનો આહલાદ માણ્યો હતો.તથા વંદે માતરમ અને ભારત માતાકી જય ના નારાથી અમૃત મહોત્સવની ઉજવણી કરી આનંદ માણ્યો હતો.

પછી સેન્ટરના દરેક કાર્યક્રમમાં વિનાસંકોચ મદદ કરનાર શ્રી દીપકભાઈ તથા શ્રી મુકુંદભાઈ ની વર્ષગાંઠ નિમિત્તે કેક કાપવામાં આવી અને સહુએ શુભેચ્છા પાઠવી.ત્યારબાદ સુંદર ભોજન સાથે કાર્યક્રમની સમાપ્તિ થઇ. ન્યુજર્સીનો આ સમગ્ર કાર્યક્રમ સીનીયર સેન્ટર ફોર સેરવીલ તથા ટી.વી.એશિયાના સહકારથી યોજવામાં આવ્યો હતો. સીનીયર સેન્ટર ફોર સેરવીલ તથા ટી.વી.એશિયા દરેક કાર્યક્રમમાં વિનાસંકોચ મદદ કરે છે.

અંતમાં શ્રી સુભાષભાઈ દોશીએ આમંત્રિતો સર્વશ્રી દિપક શાહ શ્રી મુકુંદ ઠાકર શ્રી સુભાષ શાહ ,શ્રી પોપટ પટેલ ,શ્રી રમણ પટેલ ,શ્રી અમૃત હઝારી ,શ્રી હરકેશ ઠાકોર શ્રી સુરેશ શાહ ,શ્રી આર.ડી.પટેલ અને શ્રી કૌશિક અમીન તથા અન્ય સૌનો પધારવા બદલ તેમજ ડો.શ્રી કેતન વૈદ્ય તથા શ્રી શૈલેષ અને સુશ્રી રૂપાલ ત્રિવેદી સુશ્રી રૂપાબેન ગાંધી ,સુશ્રી દેવાંગીબેન અને જસ્ટ લાઈક હોમ ડે કેર સેન્ટર સેરવીલ તથા સેરવીલ સીનીઅર સેન્ટર ના સભ્યોનો ખાસ આભાર માન્યો હતો.તેવું શ્રી ગોવિંદ શાહના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:50 pm IST)