શ્રેષ્ઠ કામગીરી બદલ ધન્યવાદ : મને તમારાથી વધુ સારા સહાયક મળી શકત નહીં : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે જો બીડને 11 ઓગસ્ટ 2020 ના રોજ કમલા હેરિસની પસંદગી કરી હતી : 11 ઓગસ્ટ 2021 ના રોજ આ પસંદગીના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખુશી વ્યક્ત કરી
વોશિંગટન : અમેરિકામાં યોજાયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે જો બિડનની પસંદગી થઇ હતી. જેમણે પોતાના સહાયક તરીકે એટલે કે વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે 11 ઓગસ્ટ 2020 ના રોજ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસની પસંદગી કરી હતી. જેઓ આ પદ ઉપર ચૂંટાઈ આવ્યા હતા.આ પસંદગીને 11 ઓગસ્ટ 2021 ના રોજ એક વર્ષ પૂર્ણ થવા તેમણે નિમિત્તે ખુશી વ્યક્ત કરી હતી.તથા સુશ્રી હેરિસની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી તથા જણાવ્યું હતું કે મને તમારાથી વધુ સારા સહાયક મળી શકત નહીં .
ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતા અમેરિકામાં સૌપ્રથમ અશ્વેત અને ઇન્ડિયન અમેરિકન મહિલા વાઇસ પ્રેસિડન્ટ બન્યાનો વિક્રમ સર્જાયો છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.