એન. આર. આઈ. સમાચાર
News of Monday, 12th February 2018

૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી

વોશીંગ્‍ટનઃ ૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલર જેટલો થઇ ગયાનો અંદાજ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ જણાવ્‍યું હતું.

આગલા વર્ષે એટલે કે ૨૦૧૬ની સાલમાં આ વ્‍યાપાર ૧૧૮ બિલીયન ડોલર જેટલો હતો.જેમાં ખાસ્‍સો ઉછાળો આવ્‍યો હોવાનું તેમણે સમાચાર સૂત્રોને જણાવ્‍યું હતું.

 

(9:53 pm IST)