એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 9th August 2022

પવિત્ર શ્રાવણ માસમાં મંદિર યાત્રા : યુ.એસ.ના કેલિફોર્નિયા સ્થિત ' અમેરીકન ઈન્ડીયન સિનીયર એસોસીએશન 'ના સભ્યો માટે મંદિર યાત્રા યોજાઈ : ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર ) ,અષ્ઠલક્ષ્મી મંદિર, હિંદુ વેલી ટેમ્પલ ,બેકરફિલ્ડ સ્થિત હિંદુ ટેમ્પલ ,તથા શ્રી સ્વામિનારાયણ મંદિર ( મણીનગર સંસ્થાન ) ની મુલાકાત લઇ દર્શન આરતી તથા પ્રસાદના લાભથી સહુ ધન્ય બન્યા

કેલિફોર્નિયા : અમેરીકાના કેલિફોર્નિયા સ્થિત ' અમેરીકન ઈન્ડીયન સિનીયર એસોસીએશન ' ( AISA ) ના સિનીયર સભ્યો માટે પવિત્ર શ્રાવણ માસ અંતરગત્ત મંદિર યાત્રા યોજાઈ હતી.

 " અમેરીકન ઈન્ડીયન સિનીયર એસોસીએશન " AISA ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ની દોરવણી થી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ રવિવાર તારીખ ૭ મી ઓગસ્ટના દિવસે સદર ગ્રુપના સિનીયર સભ્યો માટે સર્ઘન કેલિફોર્નિયામાં ૨૦૦ માઈલના વિસ્તાર માં આવેલ વિવિધ મંદિરોના દર્શન માટે યાત્રા ગોઠવાઈ હતી.

આ મંદિર યાત્રા ફુલાર્ટન ખાતેના પાર્ક એન્ડ રાઈડ સેન્ટર ખાતેથી બસ મારફતે  સવારે ૭-૦૦ વાગે શરૂ થવાની હોઈ સૌ સભ્યો સવારે ૬-૩૦ થી આવવાના ચાલુ થયા હતા અને બસ આવી ગયા બાદ સૌ બસમાં પોત-પોતાની જગ્યા પર ગોઠવાયા હતા.

બરાબર ૭-૦૦ વાગે  બસ પ્રથમ એનાહેમ ખાતેના ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર ) જવા રવાના થઈ હતી... લગભગ ૭-૩૦ વાગે સૌ ગાયત્રી મંદિર પહોચ્યા હતા, મંદિરના શ્રી ભાનુંભાઈ પંડયા અને અન્ય સૌ એ યાત્રીકોને આવકાર્યા હતા... પ્રથમ મંદિરમાં પ્રાતઃ આરતીમાં સૌ જોડાયા હતા અને આરતી બાદ મંદિર તરફથી ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા ને સૌ એ ન્યાય આપ્યો હતો.

હવે આજનું બીજુ મંદિર નોર્થ હોલીવુડ ખાતે આવેલ અષ્ઠલક્ષ્મિ મંદિર હતું લગભગ એક કલાકના ડ્રાઇવ પછી સૌ અષ્ઠલક્ષ્મિ મંદિર પહોંચિ ગયા બાદ અત્રેના મહંતશ્રી એ સૌને વ્યક્તિગત પુંજા કરાવી હતી અને ત્યાર બાદ સૌને પ્રસાદ પણ આપ્યો.

ત્યાર બાદ નોર્થ રાઈડ ખાતે આવેલ હિંદુ વેલી ટેમ્પલ પહોંચ્યા હતા અને અત્રે શ્રાવણ માસ તથા ઓગસ્ટ માસ નિમિત્તે મંદિરની લગભગ ૩૦ જેટલી મુર્તિઓ ને આપણા રાસ્ટ્ર ધ્વજ તિરંગા જેવા વસ્ત્રો ધારણ કરાવ્યા હતા... અત્રે પણ આરતી અને દર્શન કરી સૌ એ ધન્યતા અનુંભવી હતી..ત્યાર બાદ સૌ દોઢ કલાક ના ડ્રાઇવ બાદ બેકરફિલ્ડ ખાતેના હિંદુ ટેમ્પલ પહોચ્યા હતા... અત્રે અગાઉ થી નક્કી થયેલ કાર્યક્રમ મુજબ અત્રેના જ્યોતિબેન અમીન અને અન્ય સૌના સહકારથી સૌ સિનિયર ભક્તો માટે સુંદર મહા-પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી ... જે સૌ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી સંતુપ્ત થયા અને ત્યાર બાદ મંદિરના ગર્ભગૃહ માં અત્રેની સિનિયર બહેનો તથા જ્યોતિબેન તરફની બહેનોએ એક પછી એક સુંદર ભજનો રજુ કરી સમગ્ર વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધું..

ત્યાર બાદ અત્રેથી ભાવ ભરી વિદાય સાથે સૌ પરત થયા અને ' વેન નાઈસ ' ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ( મણીનગર સંસ્થાન ) પહોચ્યા હતા... અત્રે પહોચવામાં થોડો વિલંબ થયો હોવા છતાં અત્રેના સતસંગીઓ અને કાર્યકર્તા ઓ એ મંદિર ની આરતી માટે યાત્રીકોની રાહ જોઈ હતી અત્રે પણ સતસંગ અને આરતી બાદ પ્રસાદ ગ્રહણ કરી સૌ પરત ' પાર્ક એન્ડ રાઈડ સેન્ટર ખાતે પહોંચી પોત-પોતાના ઘેર જવા રવાના થયા.

આ મંદિર યાત્રા દરમ્યાન  ' આઈસા 'ના શ્રી નરેશ પટેલ-સુશ્રી જયશ્રીબેન પટેલ તથા શ્રી જીતેન્દ્ર પટેલ - સુશ્રી ભારતીબેન પટેલ તથા શ્રી જય શાહ-સુશ્રી હીરાબેન શાહ એ ખૂબ જહેમત ઉઠાવેલ... સૌને જયશ્રી કૃષ્ણ... ( તસ્વિર અને માહિતી :- શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

(7:17 pm IST)