એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th July 2021

કોરોના મહામારી વચ્ચે પણ વધુ અભ્યાસ માટે બ્રિટન જવાનો ચસ્કો : ગયા વર્ષની સરખામણીમાં બ્રિટન જવા ઇચ્છુક ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 30 ટકા વધારો

લંડન : કોરોના મહામારી વચ્ચે પણ વધુ અભ્યાસ માટે બ્રિટન જવાનો ચસ્કો ભારતીય સ્ટુડન્ટ્સમાં જોવા મળ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસ માટે બ્રિટન જવા ઇચ્છુક ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 30 ટકા વધારો નોંધાયો છે.

વધુ અભ્યાસ માટે બ્રિટન જવાની અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 હતી.આ તારીખ સુધીમાં આવેલી ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા 2020 ની સાલ કરતા  વધુ જોવા મળી છે. જે મુજબ ગયા વર્ષે 7640 સ્ટુડન્ટ્સે અરજી કરી હતી. જેની સરખામણીમાં આ વર્ષે 9930 અરજીઓ આવતા 30 ટકા જેટલો વધારો નોંધાયો છે.

જોકે માત્ર  ભારત જ નહીં અન્ય દેશોમાંથી પણ વધુ અભ્યાસ માટે બ્રિટન જવા ઇચ્છુક સ્ટુડન્ટ્સની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે.જે તમામનું સ્વાગત કરવા બ્રિટન શિક્ષણ ડિપાર્ટમેન્ટ તૈયાર છે. તમામ સ્ટુડન્ટ્સે 10 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.તેવું પી.કે. દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)