એન. આર. આઈ. સમાચાર
News of Monday, 12th February 2018

બ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે

લંડનઃ બ્રિટનના લેસ્‍ટરમાંથી ગયા મહિને જેનું અપહરણ કરી હત્‍યા કરાઇ હતી તે ભારતીય મૂળના જવેલર ૭૪ વર્ષીય રમણીકલાલ જોગીઆની હત્‍યાના આરોપી તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની બ્રિટીશ પોલીસે ધરપકડ કરી છે. જે ૨૯ વર્ષીય યુવાન જુવોન રોચ છે.

આ અગાઉ ૩ મહિના પહેલા ધરપકડ કરાયેલા ૧૮,૨૨,૧૯,૨૦, તથા ૨૩ વર્ષીય તમામને ૨૮ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ કોર્ટમાં રજુ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારાજાણવા મળે છે.

(9:49 pm IST)