એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th January 2018

‘‘આ તે માણસ કે રાક્ષસ ? '' : બ્રિટન સ્‍થિત પાકિસ્‍તાની મૂળના યુવાને ભારતીય મૂળની ભત્રીજીનું અપહરણ કર્યુ : બળાત્‍કાર ગુજારી, હત્‍યા કરી, લાશને ફ્રિઝરમાં મૂકી દીધી : કોર્ટમાં હાજર કરાશે

લંડન : બ્રિટન સ્‍થિત પાકિસ્‍તાની મૂળના બિલ્‍ડર મુજાહિદ અરશદ ઉ.વ.૩૩ એ પોતાની ભત્રીજી ભારતીય મૂળની ૨૦ વર્ષની યુવતિ તથા અન્‍ય એક ૨૧ વર્ષીય યુવતિનું અપહરણ કરી તેના ઉપર બળાત્‍કાર ગુર્જાયાની ઘટના બહાર આવી છે. એટલું જ નહિં રેપ કર્યા બાદ તેણે ભારતીય મૂળની ભત્રીજીની હત્‍યા કરી નાખી હતી. તથા તેનો મૃતદેહ ફ્રિજરમાં રાખી દીધો હતો. તેમજ બીજી ૨૧ વર્ષીય યુવતિની પણ હત્‍યા કરવાની કોશિષ કરી હતી પરંતુ તે ઇજાગ્રસ્‍ત હોવા છતાં  તાત્‍કાલિક હોસ્‍પિટલે પહોંચી જતા બચી ગઇ હતી. અને પોલીસને જાણ કરી હતી.

અપહરણ તથા બળાત્‍કારના પ્રયાસમાં તેણે પોતાને ત્‍યાં મજુર તરીકે કામ કરતા ૨૮ વર્ષીય યુવાન ટપ્‍યુનો સાથ લીધો હતો. આ આરોપીનું કોઇ સ્‍થાયી ઠેકાણું નથી. તેને ગુરૂવારે કોર્ટમાં રજુ કરાશે  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:06 am IST)