News of Thursday, 18th January 2018
અમેરિકાના આઇ.ટી.ઉદ્યોગના હબ ગણાતા શહેરોમાં અડધોઅડધ જેટલા કર્મચારીઓ વિદેશી મૂળનાઃ સિલીકોન વેલીમાં ૭૦ ટકા તથા સિએટલમાં ૪૦ ટકા ઉપરાંત કર્મચારીઓ ઇમીગ્રન્ટસઃ આ કર્મચારીઓમાં પણ ૪૦ ટકા જેટલો હિસ્સો ભારતીય કર્મચારીઓનો
વોશીંગ્ટનઃ અમેરિકાના આઇ.ટી.ઉદ્યોગ માટેના હળ ગણાતા શહેરોમાં અર્ધા જેટલા કર્મચારીઓ વિદેશી મૂળના છે. ખાસ કરીને સિલીકોન વેલીમાં ૭૦ ટકા જેટલા કર્મચારી તથા સિએટલમાં ૪૦ ટકા જેટલા કર્મચારીઓ વિદેશી મૂળના છે. આ કર્મચારીઓમાં પણ ૪૦ ટકા કર્મચારીઓ ભારતીય મૂળના જોવા મળ્યા છે. તેવું સ્થાનિક સમાચાર પત્રોમાં પ્રગટ થયેલા અહેવાલો દ્વારા જાણવા મળે છે.
(9:41 pm IST)