એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 18th January 2018

અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલા ભારતીય દૂતાવાસ ખાતે ૭ જાન્‍યુ.ના રોજ ‘‘પ્રવાસી ભારતીય દિવસ'' ઉજવાયો : ગણેશ વંદના, દીપ પ્રાગટય, મહાનુભાવોના ઉદ્‌બોધનો તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

ન્‍યુયોર્કઃ આ વર્ષે, પી.બી.ડીની ઉજવણી જાન્‍યુઆરી ૭, ૨૦૧૮માં ન્‍યૂયોર્કમાં ભારતનાં વાણિજય મહામંડળ ખાતે યોજવામાં આવી હતી. ન્‍યૂયોર્કમાં તે દિવસે કઠોર ઠંડી હોવા છતાં , ૧૧ વાગ્‍યે આમંત્રિત મહેમાનો અને જુદાંજુદાં ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો એક છત હેઠળ ભેગા થયા હતા. ગરમ ચ્‍હા અને વિવિધ નાસ્‍તા સાથે સૌનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સંક્ષિપ્ત સ્‍નેહમિલન પછી, દરેકને મુખ્‍ય હોલમાં બેઠક લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત થતાં, શાહના બાગ બાન અને દક્ષાએ તમામ મહેમાનોનું સ્‍વાગત કર્યું હતું અને ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એસોસિએશનના નવા નિમાયેલ પ્રમુખશ્રી શ્રુજલ પરીખને મંચનો દોર સંભાળવા આમંત્રણ આપ્‍યું હતું.

એફઆઈએમાં તેઓએ તેમની ભૂમિકા અને પીબીડીના ડાયસ્‍પોરા તરીકેના મહત્‍વને સંક્ષિપ્તમાં મહેમાનો સમક્ષ રજુ કર્યા પછી, દીપ પ્રાગટ્‍ય માટે તેમણે મહાનુભાવોને સ્‍ટેજ પર આવકાર્યા હતા. ત્‍યારબાદશ્રી ગણેશ વંદના સાથે કાર્યક્રમ આગળ ધપ્‍યો હતો.

કોન્‍સ્‍યુલ ઓફ કોમ્‍યુનિટી અફેર્સ તરીકે પદ સંભાળનારશ્રી કે.  દેવદાસન નાયર દ્વારા મહેમાનોને સંબોધિત કરાયા હતા. તેઓશ્રીએ પણ એચ. એલ. સી.  અને પીએમશ્રી અટલ બિહારી વાજપેયી જેવા જ સંદેશાને પ્રાધાન્‍ય આપ્‍યું હતું.

કાર્યક્રમ દરમ્‍યાનએમાં થોડી ભારતીય સુગંધ ઉમેરવામા ટેકથ્‍થક નૃત્‍ય સુરાતી ફોરપફાર્ેિર્મંગ આર્ટ્‍સ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કોસ્‍ચ્‍યુમ, વાળ, મેકઅપ અને ઘરેણાંની મૌલિકતા આગવી હતી. એફઆઈએના અધ્‍યક્ષશ્રી રમેશપટેલ, ટીવી એશિયાના પદ્મશ્રીશ્રી એચ આર શાહ, વેઈલકોર્નેલ મેડિસિનના પદ્મશ્રી ડો. દત્તાત્રેય ુનૂરી, ડો. નીતા જૈન - જિલ્લા લીડર એસેમ્‍બલી (ડિસ. ૨૫), (ભાગબી) ક્‍વીન્‍સ, મીસ જેનિફર રાજકુમાર - ગવર્નર એન્‍ડ્રૂ ક્‍વોમોના કાર્યાલયમાં સ્‍પેશિયલ કોન્‍સલ તથા ઇમિગ્રેશન અફેર્સના ડાયરેકટર તરીકે પ્રતિષ્ઠિત પદ ધરાવે છે,  આસૌ મહાનુભાવો એ ટૂંકી સરળ, રસપ્રદનેમાહિતી સભર સ્‍પીચ આપી હતી. શ્રી નિશીલ પરીખ એમ.સી. તરીકે પ્રવાહી, આકર્ષક અને તેજસ્‍વી હતા.

ન્‍યૂયોર્કના ઓફિસ આઉટ રીચકો ઓર્ડિનેટર - શ્રી કાયલ અઠાયડે દ્વારા ટૂંકી વિડીયો પ્રસ્‍તુતિ માટે સ્‍પીચશેશન થોડીવાર માટે થોભાવવામાં આવ્‍યું હતું. એ.આર. રહેમાન દ્વારા કમ્‍પોઝ્‍ડ અને ગવાયેલ  ‘જય હો' ગીત, ૧૫ મી ઓગસ્‍ટે ભારતની આઝાદીના સ્‍મરણાર્થે દર વર્ષે ન્‍યુયોર્કમાં યોજાયેતી દુનિયાની સૌથી મોટી ભારત દિવસ પરેડના દ્રશ્‍યો સાથે તાલ મેળ સાંધતા હતાં. આ ઉજવણી દરમિયાન, ન્‍યૂયોર્ક સ્‍ટ્રીટ પર ભારતીય સમુદાય બહોળી સંખ્‍યામાં ઉમટી આવી રંગબેરંગી ફ્‌લોટ્‍સ, સમૃદ્ધ કોસ્‍ચ્‍યુમ, આમંત્રિત મહેમાનો, રાજકીય પક્ષોના વિવિધ માધાંતા, બોલિવુડના તારલાંનો આનંદ લે છે જે ભારતની યાદ અપાવે છે. વિઝ્‍યુઅલ સ્‍વીટ ડીશ જેવી આ પ્રસ્‍તુતિ બાદ, શ્રી ગોવિંદ મુંજાલ - એઆઈએના અધ્‍યક્ષ અને લીડઇન્‍ડિયા ૨૦૨૦ના શ્રીનિવાસ ગાણુ ગુનીએ ટૂંકી સ્‍પીચ આપી હતી. ત્‍યારબાદ ૧૫ નાશ્રી નરસિંહ મહેતા દ્વારા રચાયેલા સૌથી પ્રસિદ્ધ અને લોક પ્રિય ભજન વૈષ્‍ણવ જાણતો તેને રે કહી યે જે મહાત્‍મા ગાંધીની દૈનિક પ્રાર્થનામાં પણ શામેલ હતું, રિયાપવારનામાધુર્યથીછલકાતાંઅવાજમાંશ્રોતાઓએમાન્‍યુંહતું.  ભાષાના અવરોધ છતાં યમિસપવારે સંપૂર્ણશુદ્ધ ઉચ્‍ચારણો સાથે ગાયું હતું.

શ્રી અંકુર વૈદ્ય  - એફઆઇએના ભૂતપૂર્વ પ્રમુખ / કોર્પોરેટ સ્‍પોન્‍સરશિપ / મીડિયા આઉટ રીચ અને મિસ્‍ટર એન્‍ડી ભાઇતા-એફઆઈએના તાત્‍કાલિક ભૂતપૂર્વ પ્રમુખે આ પ્રસંગે દ્યટનાનો સારાંશ અને આવનાર પ્રોગ્રામની રૂપરેખા આપી, તથા તમામ મહેમાનો અને આમંત્રિતોનો આભાર માન્‍યો હતો. ઉત્‍સવને સ્‍વાદિષ્ટ લંચ, મીઠી સ્‍મૃતિઓ અને ભારત અને ભારતીય વારસાને સાથે મળી મજબૂત બનાવી રાખવાની ટેક સાથે સૌ છુટા પડ્‍યા હતા. તેવું સુશ્રી નિકેતા વ્‍યાસ (૭૩ર-૭૬ર-૩૦૮૪)ની યાદી દ્વારા જાણવા મળે છે.

(11:18 am IST)